Get The App

વધુ એક દેશમાં Gen Z આંદોલન: હજારો યુવાનો રસ્તા પર ઉતર્યા, પથ્થરમારામાં 120 ઈજાગ્રસ્ત

Updated: Nov 16th, 2025

GS TEAM

Google News
Google News
Mexico Gen Z protest


Mexico Sees Massive Gen Z Uprising : અમેરિકાના પાડોશી દેશ મેક્સિકોમાં પણ Gen Z ( ઝેન ઝી ) આંદોલન શરૂ થઈ ગયા છે. શનિવારે હજારોની સંખ્યામાં યુવાનો મેક્સિકો સિટીમાં રસ્તા પર ઉતર્યા હતા. મેક્સિકોમાં સતત વધી રહેલા ભ્રષ્ટાચાર તથા કાયદો અને વ્યવસ્થાની લથડતી સ્થિતિ વિરુદ્ધ યુવાનો દેખાવો કરી રહ્યા છે. આ દરમિાયન આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં તેમણે પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો, લાઠી-દંડાથી હુમલા કર્યા હતા. આ ઘર્ષણમાં 100 પોલીસ જવાન કુલ 120 લોકોને ઈજા થઈ હતી, જ્યારે 20થી વધુની ધરપકડ કરાઈ છે. યુવાનોને વિખેરવા માટે પોલીસે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા.   

120થી વધુ ઈજાગ્રસ્ત 

બીજી તરફ મેક્સિકોના વિપક્ષ તરફથી આ આંદોલનને ભરપૂર સમર્થન આપવામાં આવી રહ્યું છે.  યુવાનોના આ આંદોલનનું પ્રતીક સમુદ્રી ડાકુઓની ખોપરી દર્શાવતો ધ્વજ છે. મેક્સિકોના યુવાનો આ ઝંડો લઈને રસ્તા પર ઉતરી પડ્યા છે. 

ભ્રષ્ટાચાર અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે આક્રોશ 

મેક્સિકોમાં હાઈ પ્રોફાઈલ લોકોની હત્યાના કારણે પણ યુવાનોમાં આક્રોશ છે. હાલમાં જ મિચોઆકન રાજ્યના લોકપ્રિય મેયર કાર્લોસ મંજોની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના પછી જ યુવાનોમાં ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. આ જ કારણસર દેશની કાયદો વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે આંદોલન શરૂ થઈ ગયું છે. મેક્સિકોના પ્રમુખ ક્લાઉડિયા શીનબામનો આરોપ છે કે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી ભીડને ભડકાવવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. 

2025માં અનેક દેશોમાં થયા ઝેન ઝી આંદોલન 

નોંધનીય છે કે અગાઉ નેપાળમાં પણ આ જ પ્રકારે યુવાનોનું હિંસક આંદોલન થયું હતું. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ બાદ અચાનક જ યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેમાં હિંસામાં અનેક લોકોના મોત થયા હતા. આ સ્થિતિમાં વડાપ્રધાને રાજીનામું આપી જીવ બચાવીને ભાગવું પડ્યું હતું. નેપાળના અનેક નેતાઓ તથા મંત્રીઓ પણ હિંસાનો શિકાર થયા હતા. એટલું જ નહીં નેતાઓના ઘર સહિત નેપાળની સંસદ અને રાષ્ટ્રપતિ ભવનમાં પણ આગ લગાવી દેવામાં આવી હતી. 

નોંધનીય છે કે, આ દરમિયાન મોરોક્કો, મેડાગાસ્કર, પેરૂ અને કેન્યામાં પણ આવા જ આદોલન થયા હતા. 

Tags :