Get The App

ટ્રમ્પની દાદાગીરી સામે ડ્રેગને બાંયો ચડાવી : ટેરિફ મુદ્દે અમેરિકાને અબજોનું નુકસાન, ખેડૂતો મુશ્કેલીમાં

Updated: Sep 29th, 2025

GS TEAM

Google News
Google News
ટ્રમ્પની દાદાગીરી સામે ડ્રેગને બાંયો ચડાવી : ટેરિફ મુદ્દે અમેરિકાને અબજોનું નુકસાન, ખેડૂતો મુશ્કેલીમાં 1 - image


US-China Soybean Import-Export : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ‘ટેરિફ દાદાગીરી’નો ચીને જડબાતોડ જવાબ આપ્યો છે. ટ્રમ્પે ચીન પર ટેરિફ ઝિંક્યો હતો, જેના જવાબમાં ચીને અનેક અમેરિકન ઉત્પાદનની આયાત અટકાવી દીધી હતી, જેના કારણે હવે તે ઉત્પાદનને લાગતી-વળગતી કંપનીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે.

અમેરિકન સોયાબીન સેક્ટરને મોટો ફટકો

ચીન સૌથી વધુ અમેરિકા પાસેથી સોયાબીન આયાત કરી છે, તેથી ચીનના વળતા જવાબની સૌથી વધુ અસર સોયાબીન સેક્ટર પર પડી છે. જ્યારે ટ્રમ્પે ચીન પર ટેરિફ ઝિંક્યો હતો, ત્યારે ચીને તાત્કાલીક સોયાબીન પર 34 ટકા ટેરિફ લગાવી દીધો હતો. એટલું જ નહીં ચીને તેની ખરીદી પણ બંધ કરી નાખી હતી.

અમેરિકન ખેડૂતો મુશ્કેલીમાં

મીડિયા રિપોર્ટ મુજબ, ચીને આયાત અટકાવી દીધી હોવાના કારણે અમેરિકામાં સોયાબીનનું ઉત્પાદન કરતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. સોયાબીનનો જથ્થો આગળ ન જતાં ખેડૂતો હાલ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ, અમેરિકાએ 2024માં કુલ 24.5 અબજ ડૉલરની સોયાબીનની નિકાસ કરી હતી, જેમાંથી અડધો અડદ એટલે કે 12.5 અબજ ડૉલરનું ઉત્પાદન એકલા ચીને ખરીદ્યું હતું. જોકે આ વર્ષે ચીને અમેરિકા પાસેથી સોયાબીનની ખરીદી સંપૂર્ણ ટાળી દીધી છે, જેના કારણે અમેરિકન ખેડૂતો કરોડો રૂપિયાના નુકસાનનો સામનો કરી રહ્યા છે.

આ પણ વાંચો : મિડલ ક્લાસને સરપ્રાઈઝ આપશે RBI? વ્યાજદર મુદ્દે ત્રણ દિવસીય બેઠક શરૂ

સોયાબીનના વેપાર માટેની અનેક બેઠકો નિષ્ફળ ગઈ

અમેરિકન સોયાબીન એક્સપોર્ટ કાઉન્સિલના સીઈઓએ કહ્યું કે, ‘આયાત બંધ થવાના કારણે ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. ખેડૂતો સોયાબીનના પાકને લઈન્વ ચિંતિત છે, કારણ કે પાક કાપવાનો સમય નજીક આવી ગયો છે. સોયાબીનના વેપાર માટે બંને દેશો વચ્ચે અનેક વખત બેઠક યોજાઈ છે, જોકે તેનો કોઈ નિવેડો આવ્યો નથી.’

ચીન નહીં માને તો ટ્રમ્પ ખેડૂતોને રાહત પેકેજ આપશે

ટ્રમ્પે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે, ચીન સાથે સોયાબીન મુદ્દે સમજૂતી નહીં થાય તો તેઓ ખેડૂતોને રાહત પેકેજ આપી શકે છે. તો ખેડૂતોએ કહ્યું છે કે, રાહત પેકેજના કારણે માત્ર થોડો સમય જ ઉકેલ આવી શકે છે, તેનાથી કાયમી ઉકેલ નહીં આવે. મીડિયા રિપોર્ટ મુજબ, ચીન શરત મૂકી છે કે, અમેરિકા અયોગ્ય ટેરિફ હટાવશે, પછી જ સોયાબીનની ખરીદી પર વિચારણા કરશે. ટ્રમ્પના ટેરિફ એટેક માત્ર ચીને સોયાબીન સહિત જુવાર, મકાઈ, કપાસ અને દરિયાઈ ખોરાક પર પણ વળતો ટેરિફ ઝિંક્યો છે.

આ પણ વાંચો : RBI ના નવા ડેપ્યુટરી ગવર્નર બનશે શિરીષ ચંદ્ર મૂર્મું, કેબિનેટે આપી મંજૂરી

Tags :