Get The App

RBI ના નવા ડેપ્યુટરી ગવર્નર બનશે શિરીષ ચંદ્ર મૂર્મું, કેબિનેટે આપી મંજૂરી

Updated: Sep 29th, 2025

GS TEAM

Google News
Google News
RBI ના નવા ડેપ્યુટરી ગવર્નર બનશે શિરીષ ચંદ્ર મૂર્મું, કેબિનેટે આપી મંજૂરી 1 - image


RBI New Deputy Governor: આરબીઆઈની આગામી મોનેટરી પોલિસી બેઠક પહેલાં કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે આરબીઆઈના નવા ડેપ્યુટી ગવર્નર પદે શિરીષ ચંદ્ર મૂર્મુની નિમણૂક કરી છે. કેબિનેટની નિમણૂક સમિતિએ આજે 29 સપ્ટેમ્બરના રોજ શિરીષ ચંદ્ર મૂર્મુની નિમણૂક પર મહોર લગાવી હતી. તેઓ આગામી ત્રણ વર્ષ સુધી આ પદ પર ફરજ નિભાવશે.

મૂર્મુ 9 ઓક્ટોબરથી ડેપ્યુટી ગવર્નર તરીકે ફરજ નિભાવશે. હાલ તેઓ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર છે. હાલ રાજેશ્વર રાવ આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર પદે કાર્યરત છે. તેમનો કાર્યકાળ 8 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે. તેઓ બેન્કિંગ રેગ્યુલેશન અને અન્ય પોર્ટફોલિયોનો ચાર્જ સંભાળી રહ્યા છે. 

સેન્ટ્રલ બેન્કમાં કુલ ચાર ડેપ્યુટી ગવર્નર હોય છે. પ્રત્યેક ગવર્નર મોનેટરી પોલિસી, ફાઈનાન્સિયલ માર્કેટ રેગ્યુલેશન્સ, બેન્કિંગ સુપરવિઝન અને રેગ્યુલેશન્સ સહિતના ચાર ડિપાર્ટમેન્ટનો હવાલો સંભાળે છે. મૂર્મુનો ડિપાર્ટમેન્ટ હજુ જાહેર થયો નથી.

RBI ના નવા ડેપ્યુટરી ગવર્નર બનશે શિરીષ ચંદ્ર મૂર્મું, કેબિનેટે આપી મંજૂરી 2 - image

Tags :