Business

ચૂંટણીમાં ટ્રમ્પને ફટકો પડતા અમેરિકા - ભારત વેપાર કરાર લંબાઈ જવા વકી

By GS Team
5 Nov 20262 mins read
TukuTouch Logo
અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને ફટકો પડતા ભારત-અમેરિકા વચ્ચેનો સૂચિત વેપાર કરાર લંબાઈ શકે છે. ટ્રમ્પ ભારત પર કરાર માટે દબાણ કરશે, પરંતુ ભારત ઉતાવળ નહીં કરે. હવે 2027માં જ કરારને અંતિમ રૂપ અપાવાની શક્યતા છે. અમેરિકાની વિદેશ વેપાર નીતિમાં ખાસ બદલાવ નહીં આવે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચૂંટણીમાં ટ્રમ્પને ફટકો પડતા અમેરિકા - ભારત વેપાર કરાર લંબાઈ જવા વકી

પોતાની વિદેશી નીતિ આગળ ધપાવવા ટ્રમ્પ તેના એક્ઝિકયૂટિવ પાવર્સનો ઉપયોગ કરતા ખચકાશે નહીં એવો પણ મત
મુંબઈ : અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને પડેલા મોટા ફટકા બાદ હવે ભારત- અમેરિકા વચ્ચે નો સૂચિત વેપાર કરાર લંબાઈ જવાની શકયતા જોવા ઈ રહી છે. ટ્રમ્પ પોતાનો પ્રભાવ જાળવી રાખવા દ્વીપક્ષી વેપાર કરાર કરવા ભારત પર દબાણ લાવશે તેવો મત વ્યકત કરવામાં આવી રહ્યો છે.
જો કે ભારત હવે વેપાર કરારમાં કોઈ ઉતાવળ નહીં કરે અને આપસી સમજુતિ સાથે જ આગળ વધવાનો આગ્રહ ધરાવશે તેવી પણ ધારણાં રાખવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં વેપાર કરાર કદાચ લંબાઈ જશે અને હવે ૨૦૨૭માં જ તેને અંતિમ રૂપ અપાશે તેવી પણ શકયતા જોવાઈ રહી છે.
આર્થિક તથા વિદેશ વેપાર નીતિ મોરચે પોતે જીત્યા હોવાનું ટ્રમ્પ કદાચ દર્શાવવા માગશે અને કરાર માટે ઉતાવળ કરશે એમ વિદેશ વેપાર નીતિના એક નિષ્ણાતે જણાવ્યુ હતું.
ચૂંટણીમાં પછડાટથી અમેરિકાની વિદેશ વેપાર નીતિમાં બદલાવ આવવાની શકયતા જણાતી નથી. અમેરિકાની વિદેશ વેપાર નીતિ વધુને વધુ આર્થિક રાષ્ટ્રવાદ, ઘરેલુ ઉત્પાદન તથા પૂરવઠા સાંકળને મજબૂત બનાવવાના પ્રયાસો થકી દોરાય છે.
રશિયા, ઈરાન તથા ચીન પ્રત્યેની ટ્રમ્પની વિદેશ નીતિ નિષ્ફળ રહેતા ટ્રમ્પે હવે પ્રજાનો વિશ્વાસ પ્રસ્થાપિત કરવા પ્રયત્નો કરવા પડશે, જે માટે તે ભારત પર વેપાર કરાર કરવા દબાણ કરશે એમ પણ નિષ્ણાતે ઉમેર્યુ હતું.
પોતાની વિદેશી નીતિ આગળ ધપાવવા ટ્રમ્પ તેના એક્ઝિકયૂટિવ પાવર્સનો ઉપયોગ કરતા ખચકાશે નહીં એવો પણ મત પ્રવર્તી રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે અમેરિકાના વિદેશ પ્રધાન માર્કો રુબિઓએ તાજેતરની તેમની ભારત મુલાકાત દરમિયાન ભારત તથા અમેરિકા વેપાર કરાર મહિનાઓ નહી ંપણ સપ્તાહોમાં થઈ જશે તેવો દાવો કર્યો હતો.
ટેરિફ તથા અન્ય કેટલાક મુદ્દાઓને લઈને ભારત તથા અમેરિકા વચ્ચે વેપાર કરાર લંબાઈ રહ્યો છે.
દરમિયાન સૂચિત વેપાર કરારમાં ભારત કોઈજ સમાધાન નહી ંકરે અને પોતાના મહત્વના ક્ષેત્રો ખાસ કરીને કૃષિ ક્ષેત્ર સંદર્ભમાં દેશના હિતોને પ્રાધાન્ય આપશે તેવો પણ મત વ્યકત કરવામાં આવ્યો હતો.