Business

અદાણી ગ્રુપની મોટી જીત, પુરાવાના અભાવે અમેરિકામાં ગૌતમ અદાણી સામેના તમામ કેસ કાયમી ધોરણે બંધ

By GS Team
18 May 20263 mins read
TukuTouch Logo
અદાણી જૂથ (Adani Group) માટે અમેરિકાથી બહુ મોટા રાહતના સમાચાર આવ્યા છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સામે અમેરિકામાં ચાલી રહેલા બહુચર્ચિત કાનૂની મામલામાં અમેરિકન ન્યાય વિભાગે (US Department of Justice - DOJ) તમામ ગુનાહિત આરોપો (Criminal Charges) કાયમી ધોરણે પાછા ખેંચી લીધા છે. ન્યૂયોર્કની કોર્ટમાં સત્તાવાર દસ્તાવેજો રજૂ કરીને અમેરિકન ન્યાય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ બાબતે આગળ કોઈ કાનૂની પ્રક્રિયા કરવા કે સંસાધનો ખર્ચવા માંગતા નથી. કોર્ટે આ કેસને 'વિથ પ્રિજુડિસ' (With Prejudice) રદ કર્યો છે, જેનો અર્થ એ થાય છે કે ભવિષ્યમાં પણ આ કેસને ફરી ક્યારેય ખોલી શકાશે નહીં. આ મોટા ઘટનાક્રમને પગલે અદાણી ગ્રૂપ પરથી કાનૂની સંકટના વાદળો સંપૂર્ણપણે હટી ગયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અદાણી ગ્રુપની મોટી જીત, પુરાવાના અભાવે અમેરિકામાં ગૌતમ અદાણી સામેના તમામ કેસ કાયમી ધોરણે બંધ

US Court Drops All Criminal Charges Against Gautam Adani : અદાણી જૂથ (Adani Group) માટે અમેરિકાથી બહુ મોટા રાહતના સમાચાર આવ્યા છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સામે અમેરિકામાં ચાલી રહેલા બહુચર્ચિત કાનૂની મામલામાં અમેરિકન ન્યાય વિભાગે (US Department of Justice - DOJ) તમામ ગુનાહિત આરોપો (Criminal Charges) કાયમી ધોરણે પાછા ખેંચી લીધા છે. ન્યૂયોર્કની કોર્ટમાં સત્તાવાર દસ્તાવેજો રજૂ કરીને અમેરિકન ન્યાય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ બાબતે આગળ કોઈ કાનૂની પ્રક્રિયા કરવા કે સંસાધનો ખર્ચવા માંગતા નથી. કોર્ટે આ કેસને 'વિથ પ્રિજુડિસ' (With Prejudice) રદ કર્યો છે, જેનો અર્થ એ થાય છે કે ભવિષ્યમાં પણ આ કેસને ફરી ક્યારેય ખોલી શકાશે નહીં. આ મોટા ઘટનાક્રમને પગલે અદાણી ગ્રૂપ પરથી કાનૂની સંકટના વાદળો સંપૂર્ણપણે હટી ગયા છે.


શું હતો સમગ્ર મામલો?

વર્ષ ૨૦૨૪ના અંતમાં અમેરિકન તપાસ એજન્સીઓ દ્વારા અદાણી જૂથ પર ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. આરોપ હતો કે, ભારતમાં સોલાર એનર્જી (સૌર ઊર્જા)ના મોટા કોન્ટ્રાક્ટ મેળવવા માટે અદાણી ગ્રૂપે અંદાજે ૨૬.૫ કરોડ ડોલર (આશરે ૨૬૫ મિલિયન યુએસ ડોલર)ની લાંચ આપવાની યોજના બનાવી હતી. એટલું જ નહીં, આ બાબત અમેરિકન રોકાણકારો અને ધિરાણકર્તાઓથી છુપાવીને ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હોવાનો દાવો પણ કરાયો હતો. જોકે, તપાસ દરમિયાન અમેરિકન એજન્સીઓને અદાલતમાં ટકી શકે તેવા કોઈ નક્કર પુરાવા મળ્યા નહોતા અને આ કેસમાં કોઈ 'સ્પષ્ટ અમેરિકન લિંક' પણ સાબિત થઈ શકી નહોતી.



કોર્ટમાં અમેરિકન ન્યાય વિભાગની દલીલ

કેસ પડતો મૂકતાં અમેરિકન ન્યાય વિભાગે કોર્ટમાં જણાવ્યું હતું કે, "ન્યાય વિભાગે આ સમગ્ર કેસની ઝીણવટભરી સમીક્ષા કરી છે. પ્રોસિક્યુટોરિયલ ડિસ્ક્રિશન (અભિયોજન વિવેકાધિકાર) હેઠળ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે વ્યક્તિગત પ્રતિવાદીઓ સામેના આ ફોજદારી આરોપો પાછળ હવે વધુ સંસાધનો કે સમય બગાડવામાં આવશે નહીં." ન્યાય વિભાગના આ વલણ બાદ કોર્ટે તમામ આરોપો કાયમી ધોરણે ફગાવી દીધા છે.

SEC સાથે સિવિલ કેસની પતાવટ

બીજી તરફ, અમેરિકન શેરબજારના નિયમનકાર SEC (Securities and Exchange Commission) દ્વારા રોકાણકારોને આપવામાં આવેલી માહિતી સંબંધિત સિવિલ (નાગરિક) કેસનો પણ શાંતિપૂર્ણ નિકાલ કરવામાં આવ્યો છે. કોર્ટના દસ્તાવેજો અનુસાર, ગૌતમ અદાણી ૬૦ લાખ ડોલર અને સાગર અદાણી ૧.૨ કરોડ ડોલર ચૂકવવા સંમત થયા છે. ખાસ વાત એ છે કે, આ નાણાકીય પતાવટમાં બંનેમાંથી કોઈએ પણ પોતાની તરફથી કોઈ પણ પ્રકારની ભૂલ કે ગેરરીતિ સ્વીકારી નથી.

શેરબજારમાં જોરદાર ઉછાળો: રોકાણકારો ગદગદ

અમેરિકામાંથી મળેલા આ ઐતિહાસિક વિજયના સમાચાર વહેતા થતાં જ આજે ભારતીય શેરબજારમાં અદાણી ગ્રૂપના શેરોમાં જોરદાર તેજી જોવા મળી હતી. ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી પોર્ટ્સ સહિત ગ્રૂપની તમામ કંપનીઓના શેરો રોકેટ ગતિએ વધ્યા હતા, જેના કારણે રોકાણકારોની સંપત્તિમાં કરોડો રૂપિયાનો જંગી ઉમેરો થયો છે. બજારના નિષ્ણાતોના મતે, આ કાનૂની ક્લીનચીટ બાદ અદાણી ગ્રૂપના વૈશ્વિક બિઝનેસ વિસ્તરણને હવે નવી પાંખો મળશે.