આંચકા બાદ યુ-ટર્ન : સેન્સેક્સ ૬૦૯ પોઈન્ટનું ગાબડું પૂરી અંતે ૪૮૩ પોઈન્ટ ઉછળીને ૭૩૬૦૭
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ક્રુડમાં વધ્યામથાળેથી પીછેહઠ અને વૈશ્વિક બજારોની રિકવરી
નિફટી ૧૫૩ પોઈન્ટ વધીને ૨૨૭૫૩ : શેરોમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ.૪.૧૯ લાખ કરોડનો વધારો : FIIની રૂ.૧૪૬૨ કરોડની વેચવાલી
મુંબઈ : વિશ્વ ફરી મોંઘવારી, ભષ્ટ્રાચાર, દુષ્કાળ જેવી આફતો અને આંતરવિગ્રહથી ઘેરાઈ રહ્યું હોઈ અનિશ્ચિતતાઓને લઈ વૈશ્વિક બજારોમાં આજે આરંભિક સાવચેતી બાદ રિકવરી જોવાઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ગત સપ્તાહમાં ક્રુડ ઓઈલના ભાવો બ્રેન્ટ ૧૧૭ ડોલર સુધી પહોંચી ગયા બાદ ટ્રમ્પ સરકારે ઈરાન પર ફરી મોટો હુમલો કરવાનો ગપગોળો વહેતો કરીને વધ્યામથાળેથી ક્રુડમાં જાણે તેજીનો વેપાર સરખો કર્યો હોય એમ અને હોર્મુઝ માર્ગે થતાં વહન માટેનો માર્ગ મોકળો થવા લાગ્યો હોવાના અહેવાલ વચ્ચે આજે ક્રુડના ભાવ વધ્યામથાળેથી ઘટી આવતાં વૈશ્વિક બજારોમાં રિકવરીને વેગ મળ્યો હતો. ક્રુડ ઓઈલના ભાવ સાંજે બ્રેન્ટના ૨.૨૩ ડોલર ઘટીને ૧૧૪.૪૯ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૨.૪૫ ડોલર ઘટીને ૧૦૦.૮૨ ડોલર નજીક આવી જતાં અને અમેરિકી ડોલર સામે રૂપિયો ૨૪ પૈસા નબળો પડીને ૯૫.૧૯ થઈ ગયો હતો.
આઈટી શેરો પાછળ આરંભિક આંચકા બાદ રિકવરી : સેન્સેક્સ ઘટયામથાળેથી ૧૧૦૦ પોઈન્ટ ઉછળ્યો
આઈટી જાયન્ટ ઈન્ફોસીસના ગત સપ્તાહમા જાહેર થયેલા ત્રિમાસિક પરિણામ સાથે વાર્ષિક રિઝલ્ટનો અંદાજ ઘટાડીને મૂકાતાં આઈટી શેરોમાં વેચવાલી અને ઓટો, બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આરંભિક આંચકા આવ્યા હતા. સેન્સેક્સ આરંભમાં ૬૦૯.૨૬ પોઈન્ટના કડાકે નીચામાં ૭૨૫૧૪.૫૭ સુધી આવ્યો હતો. જે ઘટયામથાળેથી કોટક મહિન્દ્રા બેંક, મેટલ-માઈનીંગ શેરો તેમ જ એફએમસીજી, જિયો પ્લેટફોર્મ્સના લિસ્ટિંગની તૈયારી વચ્ચે ટેલીકોમ શેરોમાં ભારતી એરટેલ, રિલાયન્સ સહિતમાં આકર્ષણે અને કેપિટલ ગુડઝ, ઓઈલ-ગેસ, આઈટી, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફિનસર્વ સહિતમાં લેવાલીએ બજારે યુ-ટર્ન લીધો હતો. જે ઘટાડો પચાવીને ઉપરમાં ૭૩૬૦૬.૭૫ સુધી જઈ અંતે ૪૮૨.૯૨ પોઈન્ટ વધીને ૭૩૬૦૬.૭૫ બંધ રહ્યો હતો. આમ ઘટયામથાળેથી સેન્સેક્સ ૧૦૯૨ પોઈનટ વધ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ આરંભમાં ૨૨૩૮૭.૩૫ સુધી ગબડી ગયા બાદ રિકવર થઈ ઉપરમાં ૨૨૭૫૩.૨૦ સુધી જઈ અંતે ૧૫૩.૨૦ પોઈન્ટ વધીને ૨૨૭૫૩.૨૦ બંધ રહ્યો હતો.
હેલ્થકેર ઈન્ડેક્સની ૮૭૦ પોઈન્ટની છલાંગ : વન ગ્લોબલ, એક્યુટાસ, ડો.રેડ્ડીઝ, કોન્કોર્ડ બાયો ઉછળ્યા
ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં આજે ફંડોએ આક્રમક ખરીદી કરી હતી. વન ગ્લોબલ રૂ.૩૬.૭૦ ઉછળીને રૂ.૪૦૩.૭૦, એક્યુટાસ રૂ.૨૦૯.૩૦ ઉછળીને રૂ.૩૩૪૭.૮૫, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ રૂ.૭૮.૫૦ વધીને રૂ.૧૩૦૩, કોન્કોર્ડ બાયો રૂ.૭૭.૪૫ વધીને રૂ.૧૩૦૬.૩૦,આરપીજી લાઈફ રૂ.૧૩૮.૬૦ વધીને રૂ.૨૭૫૬.૭૫, વિમતા લેબ્સ રૂ.૨૩.૪૫ વધીને રૂ.૪૯૨.૪૦, વનશોર્સ રૂ.૬૩.૬૦ વધીને રૂ.૧૩૯૬.૩૦, લૌરસ લેબ રૂ.૮૬ વધીને રૂ.૨૦૬૦, મેનકાઈન્ડ રૂ.૮૫ વધીને રૂ.૨૩૦૨, અજન્તા ફાર્મા રૂ.૧૨૫.૬૦ વધીને રૂ.૩૪૦૬.૭૫, વીનસ રેમેડીઝ રૂ.૫૮.૯૫ વધીને રૂ.૧૪૫૫.૨૫, શિલ્પા મેડી રૂ.૩૮ વધીને રૂ.૯૦૦.૮૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૮૬૯.૫૨ પોઈન્ટ ઉછળીને ૪૭૮૨૧.૪૩ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં ઓવરસોલ્ડ પોઝિશન હળવી થઈ : કાર્બોરેન્ડમ રૂ.૧૧૨, કેઈઆઈ રૂ.૧૮૧ ઉછળ્યા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ આજે ફંડોએ ઓવરસોલ્ડ પોઝિશન હળવી કરી ઘટાડે વેલ્યુબાઈંગ કર્યું હતું. કાર્બોરન્ડમ યુનિવર્સલ રૂ.૧૧૧.૯૫ ઉછળીને રૂ.૧૧૪૧.૫૫, કેઈઆઈ રૂ.૧૮૦.૯૦ વધીને રૂ.૩૮૯૬, પોલીકેબ રૂ.૩૨૫ વધીને રૂ.૭૭૪૦, કેઈન્સ રૂ.૧૦૯.૮૫ વધીને રૂ.૩૩૦૦.૩૦, એબીબી ઈન્ડિયા રૂ.૨૧૦ વધીને રૂ.૬૩૫૦, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૫૦.૪૫ વધીને રૂ.૧૪,૮૦૫.૬૦, થર્મેક્સ રૂ.૮૭.૩૦ વધીને રૂ.૩૧૮૨.૯૦, સીજી પાવર રૂ.૧૮.૦૫ વધીને રૂ.૮૩૩, કિર્લોસ્કર એન્જિન રૂ.૩૨.૪૫ વધીને રૂ.૧૮૧૬.૭૫, જયોતી સીએનસી રૂ.૧૪.૬૦ વધીને રૂ.૯૦૪.૬૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૯૧૭.૬૧ પોઈન્ટ વધીને ૬૮૯૦૬.૨૫ બંધ રહ્યો હતો.
મેટલ ઈન્ડેક્સ ૯૩૬ પોઈન્ટ ઉછળ્યો : જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૭૧, હિન્દાલ્કો રૂ.૨૮, નાલ્કો રૂ.૯ ઉછળ્યા
મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોની આજે ઘટાડે આક્રમક ખરીદી નીકળી હતી. જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૭૦.૫૫ ઉછળીને રૂ.૧૨૫૭.૫૫, હિન્દાલ્કો રૂ.૨૮.૫૦ વધીને રૂ.૮૮૯, નાલ્કો રૂ.૯.૩૦ વધીને રૂ.૩૧૦.૮૦, સેઈલ રૂ.૪.૯૦ વધીને રૂ.૧૬૯.૯૦, એપીએલ અપોલો રૂ.૪૬.૭૦ વધીને રૂ.૨૦૬૭.૭૦, જિન્દાલ સ્ટીલ રૂ.૨૩ વધીને રૂ.૧૦૩૫, ટાટા સ્ટીલ રૂ.૨.૫૫ વધીને રૂ.૧૬૯.૮૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૯૩૫.૮૦ પોઈન્ટની છલાંગે ૩૭૬૫૮.૯૭ બંધ રહ્યો હતો.
ક્રુડ ઓઈલના ભાવ બે ટકા ઘટતાં ઓઈલ-ગેસ શેરોમાં ફરી રિકવરી : બીપીસીએલ, ગેઈલ, પેટ્રોનેટ વધ્યા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં બેથી અઢી ટકાનો ઘટાડો થતાં ઓઈલ-ગેસ શેરોમાં આજે ઘટાડે ફંડોના કવરિંગ સાથે પસંદગીની ખરીદી રહી હતી. બીપીસીએલ રૂ.૮.૭૫ વધીને રૂ.૨૯૦, ગેઈલ ઈન્ડિયા રૂ.૪.૭૦ વધીને રૂ.૧૬૮, પેટ્રોનેટ એલએનજી રૂ.૬.૩૦ વધીને રૂ.૨૯૨.૨૫, ઓઈલ ઈન્ડિયા રૂ.૮.૯૦ વધીને રૂ.૪૫૫, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૧.૬૦ વધીને રૂ.૧૩૦.૬૦, એચપીસીએલ રૂ.૪ વધીને રૂ.૩૪૨, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૨ વધીને રૂ.૧૨૦૨ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૩૮૫.૯૪ પોઈન્ટ વધીને ૨૪૬૪૫.૪૧ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં આંચકા બાદ રિકવરી : ૬૩ મૂન્સ રૂ.૫૦ ઉછળી રૂ.૯૦૮ : ટેરા સોફ્ટ, કોફોર્જ વધ્યા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પણ આજે આરંભિક આંચકામાં ઈન્ફોસીસના રિઝલ્ટ પાછળ વેચવાલી બાદ ઘટાડે ફંડોએ કવરિંગ કર્યું હતું. ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૪૯.૫૫ વધીને રૂ.૯૦૭.૯૫, ટેરા સોફ્ટ રૂ.૧૦.૪૫ વધીને રૂ.૨૧૨.૯૫, ન્યુજેન રૂ.૨૨.૫૫ વધીને રૂ.૪૭૬.૧૦, કોફોર્જ રૂ.૯૨ વધીને રૂ.૧૯૯૧, પ્રોટિઅન રૂ.૨૦.૬૦ વધીને રૂ.૬૦૯.૯૫,ઓરેકલ ફિનસર્વ રૂ.૨૩૪.૮૫ વધીને રૂ.૯૮૮૨.૨૦ રહ્યા હતા. જ્યારે ઈમુદ્રા રૂ.૩૫.૨૫ તૂટીને રૂ.૩૧૮.૧૦, ઓરિએન્ટ ટેકનોલોજી રૂ.૧૯.૩૦ ઘટીને રૂ.૧૮૮.૬૦, માસ્ટેક રૂ.૧૨૭.૬૦ ઘટીને રૂ.૧૬૩૫.૯૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૪૬.૪૩ પોઈન્ટ વધીને ૩૦૫૧૨.૦૫ બંધ રહ્યો હતો.હતા.
ઘટાડે ફરી સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં વેલ્યુબાઈંગ થતાં રિકવરી : ૨૩૭૪ શેરો પોઝિટીવ બંધ
પાછળા સપ્તાહમાં વ્યાપક કડાકા બાદ આજે સ્મોલ, મિડ કેપ શેરો સાથે એ ગુ્રપના શેરોમાં ફંડો, ઈન્વેસ્ટરોએ ઘટાડે વેલ્યુબાઈંગની તક ઝડપતા રિકવરી સાથે માર્કેટબ્રેડથ પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૬૮૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૩૭૪ અને ઘટનારની સંખ્યા ૨૦૬૦ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૧૪૬૨ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૬૧૦ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૪૬૨.૪૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૯૩૨૪.૯૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૭૮૭.૩૯કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૨૬૦૯.૫૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૭,૩૮૯.૫૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૭૮૦ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪.૧૯ લાખ કરોડ વધીને રૂ.૪૫૬.૦૨ લાખ કરોડ
શેરોમાં ઘટાડે ઈન્ડેક્સ બેઝડ અને સાઈડ માર્કેટમાં વેલ્યુબાઈંગે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪.૧૯ લાખ કરોડ વધીને રૂ.૪૫૬.૦૨ લાખ કરોડ રહ્યું હતું.




