Business

‘અમેરિકા કોઈ ઉપકાર નથી કરી રહ્યો...’ ચોખા પર ટેરિફ ઝિંકવાની ધમકી આપનાર ટ્રમ્પને જવાબ

By GS TEAM
9 Dec 20252 mins read
TukuTouch Logo
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ચોખાના નિકાસ પર ટેરિફ વધારવાની ધમકી આપી છે. આ ધમકી વચ્ચે રાઈસ એક્સપોર્ટ ફેડરેશન (IREF)ના ઉપાધ્યક્ષ દેવ ગર્ગે સ્પષ્ટ કર્યું છે કે, અમેરિકન બજારમાં ભારતીય ચોખાની માંગ હજુ પણ મજબૂત છે. ગર્ગે દાવો કર્યો છે કે, ટેરિફ વધારવાનો બોજ ભારતીય નિકાસકારોને નહીં, પરંતુ આખરે અમેરિકન ગ્રાહકોને જ ભોગવવો પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘અમેરિકા કોઈ ઉપકાર નથી કરી રહ્યો...’ ચોખા પર ટેરિફ ઝિંકવાની ધમકી આપનાર ટ્રમ્પને જવાબ

India-US Relations : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ચોખાના નિકાસ પર ટેરિફ વધારવાની ધમકી આપી છે. આ ધમકી વચ્ચે રાઈસ એક્સપોર્ટ ફેડરેશન (IREF)ના ઉપાધ્યક્ષ દેવ ગર્ગે સ્પષ્ટ કર્યું છે કે, અમેરિકન બજારમાં ભારતીય ચોખાની માંગ હજુ પણ મજબૂત છે. ગર્ગે દાવો કર્યો છે કે, ટેરિફ વધારવાનો બોજ ભારતીય નિકાસકારોને નહીં, પરંતુ આખરે અમેરિકન ગ્રાહકોને જ ભોગવવો પડશે.

ભારતીય ચોખા પર નવા ટેરિફ ઝિંવવાની ટ્રમ્પની ધમકી

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં કૃષિ સબસિડી પર ચર્ચા દરમિયાન ભારતીય ચોખા પર નવા ટેરિફ લગાવવાની ચેતવણી આપી હતી. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિયેટિવે (GTRI) આ ધમકીને રાજકીય ગણાવીને કહ્યું છે કે, આ કોઈ નીતિ નહીં, પણ રાજકારણનો એક ભાગ છે.

આ પણ વાંચો : VIDEO : 25 લોકોના જીવ લેનારી ગોવાની નાઇટ ક્લબને તોડી પડાઈ, ફરાર માલિકો વિરુદ્ધ બ્લૂ કોર્નર નોટિસ

બંને દેશો વચ્ચે ચોખાની આયાત-નિકાસ

ટ્રમ્પની ધમકીના જવાબમાં ગર્ગે કહ્યું કે, ‘અમેરિકન બજારના તમામ નિકાસ માંગ આધારિત છે અને ભારતીય ચોખાનો સ્વાદ, બનાવટ અને રંગ ખૂબ જ ખાસ હોવાથી અમેરિકન ચોખા તેનો વિકલ્પ બની શકતા નથી. અમેરિકન બજારમાં ભારતીય ચોખાના નિકાસમાં વધારો થવાનું મુખ્ય કારણ ભારતીય અને દક્ષિણ એશિયાઈ ફૂડની વધતી લોકપ્રિયતા છે. આ કોઈ એહસાન નથી, પરંતુ તે અમેરિકન બજારની આવશ્યકતા છે. અમેરિકન ટેરિફમાં કોઈપણ મોટો વધારો અમેરિકન ગ્રાહકો માટે જ નુકસાનકારક સાબિત થશે અને ભારતીય વેપાર પર તેની બહુ ઓછી અસર જોવા મળશે.’ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે ચોખાની નિકાસ નોંધનીય રહી છે.

આ પણ વાંચો : ‘દેશની તમામ યુનિવર્સિટીઓમાં RSSના કુલપતિ’ લોકસભામાં SIR પર ચર્ચા ટાણે રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર