Get The App

ચાંદીના ભાવમાં રૂ.21,000ની તો સોનાના ભાવમાં રૂ.8,000ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ કિંમત

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
ચાંદીના ભાવમાં રૂ.21,000ની તો સોનાના ભાવમાં રૂ.8,000ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ કિંમત 1 - image


Today Gold and Silver Latest Price : સોના અને ચાંદીની કિંમતોમાં સતત વધારો થયા બાદ આજે મોટો કડાકો નોંધાયો હતો, જોકે હવે સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો થયો છે. આજે ચાંદીના ભાવ 3.25 લાખ રૂપિયા સુધી પહોંચવાની સાથે નીચામાં 3.04 લાખ સુધી પહોંચી ગયો હતો. જોકે રાત્રે 11.30 સુધીમાં ચાંદીનો ભાવ 3,27,659 પર પહોંચ્યો છે. જ્યારે સોનાનો ભાવ ઊંચામાં 1.57 લાખ અને નીચામાં 1.48 લાખ સુધી પહોંચ્યા બાદ રાત્રે 11.30 કલાક સુધીમાં તેનો ભાવ 1,56,099 રૂપિયા પર પહોંચી ગયો છે.

ચાંદીના ભાવમાં 21,000 રૂપિયાની ઉથલપાથલ

ચાંદીના ભાવની વાત કરીએ તો, 11.30 વાગ્યા સુધીમાં તેનો ભાવ 3,27,659 રૂપિયા પહોંચી ગયો છે. આજે તેનો ભાવ ઊંચામાં 3,25,602 રૂપિયા પર પહોંચી ગયો હતો, જ્યારે નીચામાં ભાવ 3,04,039 સુધી પહોંચ્યો હતો. એટલે કે, આજે તેના ભાવમાં 21,563 રૂપિયાથી ઉથલપાથલ જોવા મળી હતી. ગઈકાલે ચાંદીનો ભાવ 3,18,492 રૂપિયા પર બંધ થયા બાદ આજે રાત્રે 11.30 કલાક સુધીમાં 3,27,659 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

સોનાના ભાવમાં 8,000 રૂપિયાની ઉથલપાથલ

આજે સોનાના ભાવ પણ ગગડ્યો હતો, જોકે તેના ભાવમાં વધારો થયો છે. રાત્રે 11.30 વાગ્યા સુધીમાં સોનાનો ભાવ 1,56,099 રૂપિયા પર પહોંચી ગયો છે. આજે તેનો ભાવ ઊંચામાં 1,57,086 રૂપિયા પર પહોંચી ગયો હતો, જ્યારે નીચામાં ભાવ 1,48,777 સુધી પહોંચ્યો હતો. એટલે કે, આજે તેના ભાવમાં 8,309 રૂપિયાથી ઉથલપાથલ જોવા મળી હતી. ગઈકાલે સોનાનો ભાવ 1,52,862 રૂપિયા પર બંધ થયા બાદ હાલ સોનાનો ભાવ 1,56,099 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : એવું તો શું થયું કે સોના-ચાંદીના ETFમાં રાતોરાત 21% કડાકો! જાણો ટ્રમ્પના કયા નિર્ણયની અસર

સોના-ચાંદીના ભાવમાં ઉથલપાથલ થવાના કારણો

સોના અને ચાંદીના ભાવમાં તાજેતરમાં જોવા મળેલી મોટી તેજી બાદ હવે નફો બુક કરવાની પ્રક્રિયા (પ્રોફિટ બુકિંગ) શરૂ થતા કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો. શેરબજારમાં આવેલી તેજીને કારણે સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદીની માંગમાં ઘટાડો જોવા મળ્યો હતો. સાથે જ ભૌગોલિક રાજકીય તણાવ ઓછો થવાને લીધે પણ કિંમતો નીચે આવી હતી. જોકે હવે સોના-ચાંદીના ભાવમાં વધારો થયો છે.

ઊંચા ભાવે ખરીદનારા ગભરાવો નહીં

નિષ્ણાતો માને છે કે જેઓ નવું રોકાણ કે ખરીદી કરવા માંગે છે તેમણે થોડી રાહ જોવી જોઈએ, કારણ કે હજુ ભાવમાં વધુ ઘટાડાની શક્યતા છે. આ ઉપરાંત જેમણે ઊંચા ભાવે ચાંદી ખરીદી છે તેમને ગભરાવાને બદલે લાંબા ગાળા માટે હોલ્ડ કરવાની સલાહ આપવામાં આવી છે કારણ કે તેના ફંડામેન્ટલ્સ હજુ પણ મજબૂત છે.

વર્ષ 2025 સોના અને ચાંદીએ રોકાણકારોને મોટું વળતર આપ્યું

એક વર્ષમાં સોનાના ભાવમાં 75 ટકાનો જંગી વધારો થયો છે, જેમાં પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનું 57,033 રૂપિયા મોંઘું થયું છે. 31 ડિસેમ્બર 2024ના રોજ સોનાનો ભાવ 76,162 રૂપિયા હતો જે 31 ડિસેમ્બર 2025 સુધીમાં વધીને 1,33,195 રૂપિયા પર પહોંચી ગયો હતો.

ચાંદીમાં પણ આ સમયગાળા દરમિયાન 167 ટકાનો અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. એક કિલો ચાંદી જે વર્ષ 2024ના અંતે 86,017 રૂપિયા હતી, તે વર્ષ 2025ના અંત સુધીમાં 1,44,403 રૂપિયા વધીને 2,30,420 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે.

આ પણ વાંચો : બજેટ 2026: જૂની કર વ્યવસ્થા સંપૂર્ણપણે સમાપ્ત કરવાની તૈયારી? પગાર ધારકોને મળશે લાભ