આ વખતે દિવાળી સમયે ફ્લાઇટ ટિકિટ માટે વધુ પૈસા ખર્ચવા પડશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

હવાઇ ભાડામાં ૭૦% સુધીનો વધારો
ATFના ઊંચા ભાવના કારણે ઓપરેટીંગ ખર્ચમાં વધારો થતાં એરલાઇન્સ કંપનીઓએ બેઠક ક્ષમતા ઘટાડી
અમદાવાદ : દિવાળી અને અન્ય તહેવારો માટે ઘરે જવાની યોજના બનાવી રહેલા લોકોને આ વખતે ફ્લાઇટ ટિકિટ પર વધુ ખર્ચ કરવો પડશે. એરલાઇન્સ કંપનીઓ સામાન્ય રીતે તહેવારો દરમિયાન વધતા મુસાફરોના ટ્રાફિકને સમાવવા માટે તેમની ફ્લાઇટ્સ અને બેઠક ક્ષમતામાં વધારો કરે છે, પરંતુ આ વર્ષે પરિસ્થિતિ અલગ છે. દેશની બે મોટી એરલાઇન્સ, ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ ગયા વર્ષની સરખામણીમાં તેમની બેઠક ક્ષમતા ઘટાડી છે. આમ વધતી માંગ વચ્ચે તેના કારણે હવાઈ ભાડા પર દબાણ વધ્યું છે.
એવિએશન એનાલિટિક્સ ફર્મ OAGના ડેટા અનુસાર, ઓક્ટોબર ૨૦૨૬માં ઇન્ડિગોની કુલ બેઠક ક્ષમતા આશરે ૧.૩૧ કરોડ છે. જે ગયા વર્ષ કરતાં ૦.૨% ઓછી છે. દરમિયાન, એર ઇન્ડિયાએ તેની સીટ ક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. ઓક્ટોબરમાં કંપની પાસે આશરે ૩૩ લાખ બેઠકો હતી, જે ગયા વર્ષ કરતાં ૪.૭૮ લાખ ઓછી છે. સ્પાઇસજેટે તેની સીટ ક્ષમતામાં સૌથી વધુ ૩૮.૮% અથવા લગભગ ૨.૪૧ લાખનો ઘટાડો કર્યો છે. બીજી તરફ, અકાસા એર એકમાત્ર એરલાઇન રહી છે જેણે તેની ક્ષમતામાં ૩૫.૬% વધારો કર્યો છે.
તહેવારો દરમિયાન, ફ્લાઇટ ટિકિટની માંગ ઝડપથી વધે છે. પરંતુ આ વખતે, સીટો વધારવાને બદલે, એરલાઇન્સે તેમાં ઘટાડો કર્યો છે. પરિણામે, મુસાફરોને વધુ મોંઘી ટિકિટ ખરીદવી પડી રહી છે. વધુમાં, ઉડ્ડયન ઇંધણ (એટીએફ)ના ઊંચા ભાવ, વૈશ્વિક તણાવ અને ડોલર સામે રૂપિયાના નબળા પડવાથી પણ એરલાઇન ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. આ મહિને, ઇન્ડિગોએ વધતા ઇંધણના ભાવને કારણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર ઇંધણ સરચાર્જમાં સુધારો કર્યો છે.
અહેવાલો અનુસાર, તહેવારોની માંગમાં વધારો થવાને કારણે કેટલાક ડોમેસ્ટિક રૂટ પર હવાઈ ભાડામાં ૭૦% સુધીનો વધારો જોવા મળ્યો છે. વધતા હવાઈ ભાડાનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. કેન્દ્ર સરકારે કોર્ટને જાણ કરી છે કે ભારતીય વિમાન અધિનિયમ, ૨૦૨૪ હેઠળના નિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને બે અઠવાડિયામાં પ્રકાશિત કરવામાં આવશે.




