2025માં વિશ્વમાં સૌથી વધુ કોણે પૈસા કમાયા, અંબાણી, મસ્ક કે બેઝોસ કોઈનું નામ નહીં
BLOOMBERG BILLIONAIRES INDEX 2025 : બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં વર્ષ 2025માં સૌથી વધુ કમાણી કરનારાઓની યાદી જાહેર કરવામાં આવી છે. સૌથી કમાણી કરનારાઓની યાદીમાં ઓરેકલના સહ-સ્થાપક લેરી એલિસન ટોચના ક્રમાંકે આવી ગયા છે, ત્યારબાદ બીજા ક્રમાંકે મેટાના સ્થાપક માર્ક ઝકરબર્ગનું નામ છે, પછી નેવિડાના જેન્સન હુઆંગ, માઈક્રોસોફ્ટના પૂર્વ સીઈઓ સ્ટીવ બોલમર, થોમસ પીટરફી, કાર્લોસ સ્લિમ અને પછી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીનું નામ છે.
લેરી એલિસને મસ્ક, બેઝોસ, ઝકરબર્ગને છોડ્યા પાછળ
- ઓરેકલના સહ-સ્થાપક લેરી એલિસન 2025માં એલોન મસ્ક, જેફ બેઝોસ અને માર્ક ઝકરબર્ગ જેવા ટેક જાયન્ટ્સને પાછળ છોડીને વિશ્વના સૌથી વધુ કમાણી કરનાર અબજોપતિ બન્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, એલિસને આ વર્ષે જ 70.69 અબજ ડૉલરથી વધુની કમાણી કરી છે. કુલ 296 અબજ ડૉલરની નેટવર્થ સાથે તેઓ હવે વૈશ્વિક અબજોપતિઓની યાદીમાં બીજા ક્રમે છે.
- મેટાના સ્થાપક માર્ક ઝકરબર્ગ કમાણીની દ્રષ્ટિએ બીજા સ્થાને છે. તેમણે આ વર્ષે 43.2 અબજ ડૉલર ની કમાણી કરી છે, જેનાથી તેમની કુલ નેટવર્થ 251 અબજ ડૉલર પર પહોંચી ગઈ છે. જોકે સૌથા નેટવર્થની યાદીમાં ઝકરબર્ગ ચોથા સ્થાને છે.
- AI ચિપ્સની વૈશ્વિક માંગને કારણે નેવિડાના CEO જેન્સન હુઆંગ 36.7 અબજ ડૉલરની કમાણી સાથે કમાણીની યાદીમાં ત્રીજા સ્થાને છે. હુઆંગની કુલ સંપત્તિ હવે 151 અબજ ડૉલર છે, જે તેમને વિશ્વના નવમાં સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.
- માઈક્રોસોફ્ટના પૂર્વ CEO સ્ટીવ બૉલમરએ આ વર્ષે 29.7 અબજ ડૉલરની કમાણી કરી છે, જેના કારણે તેની નેટવર્ક 176 અબજ ડૉલર પર પહોંચ્યા બાદ તેઓ અબજોપતિની યાદીમાં 9માં ક્રમાંકે આવી ગયા છે.
- થોમસ પીટરફીએ 2025માં 25.2 અબજ ડૉલરની કમાણી કર્યા બાદ તેમની કુલ નેટવર્થ 78.3 અબજ ડૉલર થઈ છે અને હેવ તેઓ વિશ્વ અબજોપતિની યાદીમાં 22માં ક્રમાંકે છે.
- કાર્લોસ સ્લિમે 2025માં 7.49 અબજ ડૉલરની કમાણી કર્યા બાદ હવે તેઓની નેટવર્થ 73.2 અબજ ડૉલર પર પહોંચી ગયા બાદ તેઓ અબજોપતિની યાદીમાં 17માં સ્થાને છે.
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના મુકેશ અંબાણીએ આ વર્ષે 10 અબજ ડૉલરની કમાણી કર્યા બાદ તેમની નેટવર્થ 101 અબજ ડૉલર પર પર પહોંચી ગઈ છે અને હવે તેઓ અમીરોની યાદીમાં 18માં ક્રમાંકે આવી ગયા છે.
2025માં જોવા મળ્યું ટેક અબજોપતિઓનું વર્ચસ્વ
- આ વર્ષે સૌથી વધુ ટેક અબજોપતિઓનું વર્ચસ્વ જોવા મળ્યું છે, જેમાં તેઓની આવકમાં વધારો થયો છે. ત્યારબાદ રિટેલનું પ્રભુત્વ વધ્યું છે. એલિસનની ઓરેકલે ક્લાઉડ કમ્પ્યુટિંગ અને AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા જબરદસ્ત કમાણી કરી છે.
આ પણ વાંચો : દેશમાં ઑગસ્ટ મહિનાથી બદલાઈ રહ્યા છે 6 મોટા નિયમ, જાણો તમને શું અસર થશે
સૌથી વધુ નેટવર્થ ધરાવતા ટોપ-50ની યાદી
- એલોન મસ્ક - 362 અબજ ડૉલર
- લેરી એલિસન - 296 અબજ ડૉલર
- જેફ બેઝોસ - 252 અબજ ડૉલર
- માર્ક ઝકરબર્ગ - 251 અબજ ડૉલર
- સ્ટીવ બૉલમર - 176 અબજ ડૉલર
- લેરી પેજ - 174 અબજ ડૉલર
- સર્ગેઈ બ્રિન - 163 અબજ ડૉલર
- બર્નાર્ડ આર્નોલ્ટ - 162 અબજ ડૉલર
- જેન્સન હુઆંગ - 151 અબજ ડૉલર
- વોરન બફેટ - 146 અબજ ડૉલર
- માઈકલ ડેલ - 136 અબજ ડૉલર
- બિલ ગેટ્સ - 124 અબજ ડૉલર
- જિમ વોલ્ટન - 121 અબજ ડૉલર
- રોબ વોલ્ટન - 119 અબજ ડૉલર
- એલિસ વોલ્ટન - 118 અબજ ડૉલર
- એમેન્સિયો ઓર્ટેગા - 108 અબજ ડૉલર
- કાર્લોસ સ્લિમ - 103 અબજ ડૉલર
- મુકેશ અંબાણી - 101 અબજ ડૉલર
- ફ્રાન્કોઈઝ બેટનકોર્ટ મેયર્સ - 93.4 અબજ ડૉલર
- ગૌતમ અદાણી - 80.8 અબજ ડૉલર
- જુલિયા ફ્લેશર કોચ અને પરિવાર - 80.5 અબજ ડૉલર
- થોમસ પીટરફી - 78.3 અબજ ડૉલર
- ચાર્લ્સ કોચ - 73.2 અબજ ડૉલર
- ઝોંગ શાનશાન - 68.9 અબજ ડૉલર
- જેફ યાસ - 63.8 અબજ ડૉલર
- મા હુઆટેંગ - 60.8 અબજ ડૉલર
- ચાંગપેંગ ઝાઓ - 60.0 અબજ ડૉલર
- ઝાંગ યિમિંગ - 59.6 અબજ ડૉલર
- સ્ટીફન શ્વાર્ઝમેન - 57.1 અબજ ડૉલર
- જિયોવાન્ની ફેરેરો અને પરિવાર - 52.9 અબજ ડૉલર
- જેક્વેલિન બેજર માર્સ - 50.3 અબજ ડૉલર
- જોન માર્સ - 50.3 અબજ ડૉલર
- તાદાશી યાનાઈ - 49.3 અબજ ડૉલર
- કેન ગ્રિફીન - 48.3 અબજ ડૉલર
- લેઈ જુન - 47.3 અબજ ડૉલર
- ગેરાલ્ડ વર્થેઇમર - 45.2 અબજ ડૉલર
- એલન વર્થેઇમર - 45.2 અબજ ડૉલર
- એબીગેઇલ જોહ્ન્સન - 44.0 અબજ ડૉલર
- જર્મન લારિયા - 43.5 અબજ ડૉલર
- વિલિયમ ડિંગ - 42.9 અબજ ડૉલર
- મેકેન્ઝી સ્કોટ - 42.9 અબજ ડૉલર
- ઝેંગ યુક્યુન - 42.6 અબજ ડૉલર
- લુકાસ વોલ્ટન - 42.0 અબજ ડૉલર
- કોલિન હુઆંગ - 41.7 અબજ ડૉલર
- ડિએટર શ્વાર્ઝ - 41.6 અબજ ડૉલર
- જેક મા - 41.2 અબજ ડૉલર
- ક્લાઉસ-માઈકલ કુહને - 41.2 અબજ ડૉલર
- મિરીયમ એડેલ્સન - 39.6 અબજ ડૉલર
- લેન બ્લાવત્નિક - 38.8 અબજ ડૉલર
- એડ્યુઆર્ડો સેવેરિન - 38.5 અબજ ડૉલર
આ પણ વાંચો : સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીની ચમક પણ ઘટી, જાણો લેટેસ્ટ રેટ