Get The App

દેશમાં ઑગસ્ટ મહિનાથી બદલાઈ રહ્યા છે 6 મોટા નિયમ, જાણો તમને શું અસર થશે

Updated: Jul 26th, 2025

GS TEAM

Google News
Google News
દેશમાં ઑગસ્ટ મહિનાથી બદલાઈ રહ્યા છે 6 મોટા નિયમ, જાણો તમને શું અસર થશે 1 - image


Rule Change: દર મહિનાની જેમ ઑગસ્ટ 2025માં પણ ઘણા ફાયનાન્શિયલ નિયમો બદલાવા જઈ રહ્યા છે, જે સામાન્ય માણસના ખિસ્સાને અસર કરી શકે છે. ક્રેડિટ કાર્ડના નિયમો, LPG કિંમતોમાં ફેરફાર જોવા મળી શકે છે તો બીજી તરફ UPI સંબંધિત પણ ઘણા ફેરફારો થવાના છે. આ 6 ફેરફારો તમારા ખિસ્સા પર બોજ નાખી શકે છે અને તમારા બજેટને અસર કરી શકે છે. ચાલો જાણીએ કે આવતા મહિનાથી કયા-કયા નિયમો બદલાઈ રહ્યા છે.

1. ક્રેડિટ કાર્ડમાં ફેરફાર 

જો તમે SBI Card હોલ્ડર્સ છે તો તમને એક મોટો ઝટકો લાગી શકે છે, કારણ કે 11 ઑગસ્ટથી SBIએ અનેક કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ્સ પર મળતી ફ્રી એર એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ કવરને બંધ કરવા જઈ રહી છે. અત્યાર સુધીમાં SBI-UCO બૅંક, સેન્ટ્રલ બૅંક, PSB, કરુર વૈશ્ય બૅંક, અલ્હાબાદ બૅંક સાથે મળીને કેટલાક ELITE અને PRIME કાર્ડ પર 1 કરોડ રૂપિયા અથવા 50 લાખનું કવર આપે છે. 

LPGના ભાવમાં ફેરફાર

દર મહિનાની જેમ આ મહિને પણ LPG અથવા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે. 1 જુલાઈના રોજ 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને તેને 60 રૂપિયા સસ્તો કરી દેવામાં આવ્યો હતો. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘણી વખત ફેરફાર થયો છે, પરંતુ LPG સિલિન્ડરના ભાવમાં હજુ સુધી કોઈ ફેરફાર થયો નથી. આવી સ્થિતિમાં 1 ઑગસ્ટથી LPGના ભાવમાં ઘટાડો થવાનું અનુમાન છે. 

UPIના બદલાઈ રહ્યા નિયમો

1 ઑગસ્ટથી UPI સંબંધિત ઘણા નવા નિયમો લાગુ થશે. જો તમે નિયમિતપણે Paytm, PhonePe, GPay અથવા અન્ય કોઈપણ થર્ડ પેમેન્ટ પ્લેટફોર્મનો  ઉપયોગ કરી રહ્યા છો તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ તમારા પર દબાણ ઘટાડવા અને વધુ સારી પેમેન્ટ સુવિધાઓ પૂરી પાડવા માટે ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. NPCIએ કેટલીક નવી લિમિટેશન લાદી છે, જે તમારા પેમેન્ટને અસર નહીં કરશે, પરંતુ બેલેન્સ ચેક, સ્ટેટસ રિફ્રેશ અને અન્ય વસ્તુઓ પર લિમિટ લગાવે છે. 

- હવે તમે એક દિવસમાં પોતાની UPI એપથી માત્ર 50 વાર જ બેલેન્સ ચેક કરી શકશો. 

- હવે તમે મોબાઈલ નંબરથી લિંક બૅંક એકાઉન્ટ્ને દિવસમાં માત્ર 25 વાર ચેક કરી શકશો.

- AutoPay ટ્રાન્જેક્શન જેવા નેટફ્લિક્સ અથવા મ્યુચ્યુઅલ ફંડના હપ્તા હવે માત્ર 3 સમય સ્લોટમાં પ્રોસેસ થશે. સવારે 10 વાગ્યા પહેલા, 1થી 5 વાગ્યા સુધી અને રાત્રે 9:30 વાગ્યા પછી. 

- હવે તમે ફેલ ટ્રાન્જેક્શનનું સ્ટેટસ 1 દિવસમાં માત્ર 3 વખત જ ચેક કરી શકશો અને દરેક ચેક વચ્ચે 90 સેકન્ડનું અંતર રહેશે.

CNG, PNGના ભાવમાં ફેરફાર

ઘણીવાર એવું જોવા મળે છે કે તેલ કંપનીઓ CNG અને PNGના ભાવમાં પણ દર મહિને ફેરફાર કરે છે, પરંતુ એપ્રિલ પછીથી તેમાં કોઈ ફેરફાર નથી થયો. CNG-PNGના ભાવમાં છેલ્લો ફેરફાર 9 એપ્રિલના રોજ થયો હતો. તે સમયે મુંબઈમાં CNG 79.50/કિલો અને PNG 49/યુનિટ થઈ હતી. છ મહિનામાં ચોથી વખત આ વધારો કરવામાં આવ્યો હતો.

બૅંક હોલિડે

ભારતીય રિઝર્વ બૅંક દર મહિને બૅંક હેલિડેની યાદી બહાર પાડે છે. વીકેન્ડને છોડીને તહેવાર અને અન્ય જરૂરી ડેટ પર RBI બૅંકોને બંધ કરવાનો નિર્દેશ આપે છે. જો કે, આ રજાઓ વિવિધ સ્થળોએ અલગ અલગ તારીખ પર હોઈ શકે છે.

ATFના ભાવ

1 ઑગસ્ટથી એર ટર્બાઇન ફ્યુઅલ(ATF)ના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે, કારણ કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ મહિનાની પહેલી તારીખે માત્ર LPGના ભાવ જ નહીં, પરંતુ એર ટર્બાઇન ફ્યુઅલ(ATF ભાવ)ના ભાવમાં પણ ફેરફાર કરે છે. તેના ભાવમાં થતી વધઘટ સીધી મુસાફરોની ટિકિટના ભાવને અસર કરે છે.

Tags :