સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીની ચમક પણ ઘટી, જાણો લેટેસ્ટ રેટ
Gold-Silver Price: આજે સતત ત્રીજા દિવસે સોના-ચાંદીનાં ભાવમાં ઘટાડો થયો છે. શુક્રવારે પણ સોનાના ભાવમાં રૂ. 1380નો ઘટાડો નોંધાયો હતો. ચાંદીના ભાવમાં પણ ગઈકાલે રૂ. 1200નો ઘટાડો થયો હતો. આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,00,470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. જે ગઈકાલે 10 ગ્રામ દીઠ 100,960 રૂપિયા હતો. આજે 22 કેરેટ સોનાનો ભાવ 92,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 18 કેરેટ સોનાનો ભાવ 75,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે.
સોના-ચાંદીના ભાવમાં ઘટાડાનું કારણ
સોના-ચાંદીના ભાવમાં ઘટાડા પાછળનું પહેલું અને સૌથી મોટું કારણ એ છે કે અમેરિકાએ ફિલિપાઈન્સ અને જાપાન સાથે ટ્રેડ ડીલ કરી છે. જેના કારણે રોકાણકારોમાં તણાવ ઓછો થયો છે અને તેમને લાગે છે કે ભવિષ્યમાં પણ આવી ટ્રેડ ડીલ થઈ શકે છે.
રોકાણકારોની નજર માત્ર અમેરિકામાં થઈ રહેલી ટ્રેડ ડીલ પર જ નહીં પરંતુ કેન્દ્રીય બેંકોના નિર્ણયો પર પણ છે. એવું માનવામાં આવે છે કે, રોકાણકારો સોનું વેચીને અન્ય રોકાણ વિકલ્પો પસંદ કરી શકે છે, તેથી જ આંતરરાષ્ટ્રીય સ્તર પર સોના અને ચાંદીના ભાવ ઘટી રહ્યા છે.
ગઈકાલે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,01,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, પરંતુ આજે 26 જુલાઈના રોજ તેનો ભાવ 1,00,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. આ ઉપરાંત મુંબઈમાં 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 1,00,470 રૂપિયા થઈ ગયો છે. ચેન્નાઈમાં 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 1,00,470 રૂપિયા થઈ ગયો છે.
આ પણ વાંચો: દેશમાં ઓગસ્ટ મહિનાથી બદલાઈ રહ્યા છે 6 મોટા નિયમ, જાણો તમને શું અસર થશે
ચાંદીની ચમક ઘટી
આજે 26 જુલાઈ 2025ના રોજ ચાંદીના ભાવમાં પણ સોનાના ભાવની જેમ સામાન્ય ઘટાડો નોંધાયો છે. ગઈકાલે સવારે ચાંદીનો ભાવ 1,17,900 રૂપિયા પ્રતિ કિલો હતો, પરંતુ સાંજ સુધીમાં ભાવ વધીને 1,18,000 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો. આજે ભારતમાં ચાંદીનો ભાવ 1,17,900 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.