Get The App

ખાંડનું ઉત્પાદન 8 ટકા વધીને 2.739 મિલિયન મેટ્રિક ટન

- મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ઉત્પાદનમાં વધારો; ઉત્તર પ્રદેશમાં થોડો ઘટાડો જોવાયો

Updated: Apr 18th, 2026

GS TEAM

Google News
Google News
ખાંડનું ઉત્પાદન 8 ટકા વધીને 2.739 મિલિયન મેટ્રિક ટન 1 - image

અમદાવાદ : ૨૦૨૫-૨૬ સીઝનના અંત નજીક આવતા ભારતમાં ખાંડનું ઉત્પાદન ૨.૭૩૯ મિલિયન મેટ્રિક ટન પર પહોંચી ગયું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાના ૨.૫૪૩ મિલિયન મેટ્રિક ટનથી ૮% વધુ છે. આ વધારો મુખ્યત્વે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વધુ ઉત્પાદનને કારણે છે. સમગ્ર ૨૦૨૪-૨૫ ખાંડ સીઝન (ઓક્ટોબર-સપ્ટેમ્બર) માટે કુલ ખાંડનું ઉત્પાદન ૨.૬૨ મિલિયન મેટ્રિક ટન હતું.

નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરીઝ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, દેશના સૌથી મોટા ઉત્પાદક મહારાષ્ટ્રમાં ૧૫ એપ્રિલ સુધીમાં ખાંડનું ઉત્પાદન ૨૩ ટકા વધીને ૯.૯૨ લાખ મેટ્રિક ટન થયું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૮.૦૬ લાખ મેટ્રિક ટન હતું. 

બીજા ક્રમના સૌથી મોટા ખાંડ ઉત્પાદક ઉત્તર પ્રદેશમાં, આ વર્ષે ઉત્પાદન ૨ ટકા ઘટીને ૯.૧ લાખ મેટ્રિક ટનથી ૮.૯૨ લાખ મેટ્રિક ટન થયું છે. ત્રીજા ક્રમના સૌથી મોટા ઉત્પાદક કર્ણાટકમાં, ઉત્પાદન ૧૭ ટકા વધીને ૪.૦૪ લાખ મેટ્રિક ટનથી ૪.૭૧ લાખ મેટ્રિક ટન થયું છે.

આ સિઝનમાં કુલ ૫૪૧ ખાંડ મિલોએ પિલાણમાં ભાગ લીધો હતો, જેમાંથી ૫૨૦ મિલો અત્યાર સુધીમાં બંધ થઈ ગઈ છે. મોટાભાગના રાજ્યોમાં પિલાણ કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે કેટલીક મિલો હજુ પણ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને તમિલનાડુમાં કાર્યરત છે. રાજ્યોમાં, મહારાષ્ટ્ર ખાંડ ઉત્પાદનમાં આગળ છે, ઉત્તર પ્રદેશ બીજા સ્થાને છે. 

ડેટા અનુસાર, મહારાષ્ટ્ર અત્યાર સુધીમાં ૯.૯૨ મિલિયન ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે, જ્યારે ઉત્તર પ્રદેશે ૮.૯૨ મિલિયન ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે. કર્ણાટક ત્રીજા સ્થાને છે, જેમાં અત્યાર સુધીમાં ૪.૭૧૫ મિલિયન ટન ખાંડ છે

 ગુજરાતમાં ખાંડનું ઉત્પાદન ૭.૫૦ લાખ ટન, આંધ્રપ્રદેશમાં ૦.૭૦ લાખ ટન, બિહારમાં ૫.૮૦ લાખ ટન, હરિયાણામાં ૪.૫૦ લાખ ટન, મધ્યપ્રદેશમાં ૪.૫૦ લાખ ટન, પંજાબમાં ૪.૨૫ લાખ ટન, તમિલનાડુમાં ૫.૩૦ લાખ ટન, તેલંગાણામાં ૨.૦૦ લાખ ટન, ઉત્તરાખંડમાં ૨.૮૫ લાખ ટન અને અન્ય રાજ્યોમાં કુલ ૦.૯૫ લાખ ટન થયું છે.