Business

શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1,321 પોઇન્ટના ઉછાળા સાથે 82,400 પાર, નિફ્ટી 25,399ને સ્પર્શ્યો

By GS Team
11 Nov 20261 min read
TukuTouch Logo
વૈશ્વિક બજારોના સકારાત્મક સંકેતો વચ્ચે, બુધવારે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી. સેન્સેક્સ 1,321 પોઇન્ટ ઉછળીને 82,427.19ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો, જ્યારે નિફ્ટી 355 પોઇન્ટના વધારા સાથે 25,399.10 પર કારોબાર કરી રહ્યો છે. બૅંકિંગ, આઇટી અને ઓટો સેક્ટરમાં સાર્વત્રિક ખરીદી જોવા મળી. ટ્રમ્પના નિવેદનથી રોકાણકારોનો ઉત્સાહ વધ્યો, જેનાથી બજારમાં હરિયાળી છવાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1,321 પોઇન્ટના ઉછાળા સાથે 82,400 પાર, નિફ્ટી 25,399ને સ્પર્શ્યો

Stock Market News : વૈશ્વિક બજારોમાંથી મળી રહેલા પોઝિટિવ સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં બુધવારે જોરદાર તેજીની હરિયાળી જોવા મળી છે. ટ્રેડિંગ સત્રની શરૂઆતમાં જ સેન્સેક્સ અને નિફ્ટી બંને મુખ્ય ઇન્ડેક્સમાં મોટો ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સ ટ્રેડિંગ દરમિયાન એકઝાટકે 1,321 પોઇન્ટથી વધુ ઉછળીને 82,427.19ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 355 પોઇન્ટથી વધુના વધારા સાથે 25,399.10ની મજબૂત સપાટીને સ્પર્શ્યો હતો.

આજના કારોબારમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE)નો સેન્સેક્સ 82,248.68ની મજબૂત સપાટીએ ગેપ-અપ ઓપન થયો હતો. તેવી જ રીતે NSE નિફ્ટી-50 પણ 25,337.80ના મજબૂત સ્તરે ખૂલ્યા બાદ સતત ઉપર તરફ ગતિ કરતો જોવા મળ્યો હતો. બૅંકિંગ, આઇટી અને ઓટો સેક્ટરના શેરોમાં સાર્વત્રિક લેવાલી નીકળતા બજારમાં આ રોકેટ ગતિની તેજી જોવા મળી છે. સેન્સેક્સ અગાઉના 81,106.65ના બંધ સામે ઓપનિંગમાં જ બુલિશ મોડમાં આવી ગયો હતો.

બીજી તરફ, આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ બજારમાં પણ હલચલ વધી છે. બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઇલ(Brent Crude) 1.08 ટકાના વધારા સાથે પ્રતિ બેરલ 92.48 ડૉલરની સપાટી પર કારોબાર કરી રહ્યું છે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં સતત ફેરફાર છતાં ભારતીય શેરબજારના રોકાણકારોના સેન્ટિમેન્ટ મજબૂત રહ્યા છે અને ચોમેર ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ઈરાન પર હવે હુમલા નહીં કરવાના સંકેત આપતાં જ બજારમાં હરિયાળી જોવા મળી રહી છે.