Get The App

યુરોપ સહિતના વૈશ્વિક બજારોમાં મજબૂત તેજી એલ્યુમીનિયમ સહિતના ભાવોમાં ઉછાળાનો ટ્રેન્ડ

Updated: Jan 3rd, 2026

GS TEAM

Google News
Google News
યુરોપ સહિતના વૈશ્વિક બજારોમાં મજબૂત તેજી એલ્યુમીનિયમ સહિતના ભાવોમાં ઉછાળાનો ટ્રેન્ડ 1 - image

- સેન્સેક્સ 573 પોઈન્ટની છલાંગે 85762 : મેટલ, ઓટો, પાવર-કેપિટલ ગુડઝ, બેંકિંગ, સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની ફરી વ્યાપક તેજી : FPIs/FIIની કેશમાં રૂ.290 કરોડની ચોખ્ખી ખરીદી

મેટલ ઈન્ડેક્સની ૫૪૧ પોઈન્ટની છલાંગ : નાલ્કો, હિન્દાલ્કો, હિન્દુસ્તાન ઝિંક, વેદાન્તા ઉછળ્યા

વૈશ્વિક એલ્યુમીનિયમના ભાવ ઉછળી ઊંચાઈએ પહોંચી જતાં અને કોપરના ભાવોમાં પણ તેજી સાથે કોલ ઈન્ડિયાને વૈશ્વિક માઈનીંગ માટે ઈ-ઓકશનમાં ભાગ લેવા મંજૂરી મળતાં આજે મેટલ-માઈનીંગ શેરોમાં અવિરત તેજી રહી હતી. નાલ્કો રૂ.૧૫.૭૫ વધીને રૂ.૩૩૦.૨૫, હિન્દાલ્કો રૂ.૩૦.૮૦ વધીને રૂ.૯૨૫.૮૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૬.૮૦ વધીને રૂ.૬૨૮.૬૦, વેદાન્તા રૂ.૧૪.૭૫ વધીને રૂ.૬૧૬.૯૫, જિન્દાલ સ્ટીલ રૂ.૧૨.૬૦ વધીને રૂ.૧૦૮૦.૦૫, એનએમડીસી રૂ.૮૪.૫૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૫૪૧.૦૨ પોઈન્ટ ઉછળીને ૩૭૬૫૬.૧૯ બંધ રહ્યો હતો.

ઓટો ભાવ વધારા છતાં ઓટો શેરોમાં તેજી : બોશ રૂ.૩૩૩૭, ઉનો મિન્ડા રૂ.૩૩, ટીવીએસ રૂ.૬૩ વધ્યા

એલ્યુમીનિયમ સહિતના ભાવો વધતાં ઓટોમોબાઈલ કંપનીઓ માટે કાચામાલનો ખર્ચ વધવાના અને એના પરિણામે હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા સહિતે નવા વર્ષથી વાહનોના ભાવમાં વધારો કર્યા છતાં નવા મોડલો લોન્ચ થવાની અને ઈલેક્ટ્રિક વ્હીકલ પર ફોક્સ વધવાના સંકેતે આજે ઓટો શેરોમાં પૂરપાટ તેજી આગળ વધી હતી. બોશ રૂ.૩૩૩૭.૩૫ ઉછળીને રૂ.૩૯,૪૮૧.૦૫, સોના કોમ રૂ.૧૨.૩૦ વધીને રૂ.૩૮૬.૫૫, ઉનો મિન્ડા રૂ.૩૨.૯૦ વધીને રૂ.૧૩૨૦.૯૦, અશોક લેલેન્ડ રૂ.૪.૪૦ વધીને રૂ.૧૮૯.૧૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૩.૭૦ વધીને રૂ.૨૩૬૯.૧૫, ટીવીએસ મોટર રૂ.૬૩.૨૫ વધીને રૂ.૩૮૫૫.૨૫, હીરો મોટોકોર્પ રૂ.૮૫.૭૦ વધીને રૂ.૫૯૩૦.૬૦, મારૂતી સુઝુકી રૂ.૨૪૫.૦૫ વધીને રૂ.૧૬,૯૬૦.૨૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૪૦.૧૦ વધીને રૂ.૩૮૦૧.૮૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૬૫૯.૫૬ પોઈન્ટની છલાંગે ૬૩૮૦૮.૮૬ બંધ રહ્યો હતો.

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફરી મોટી તેજી : એનટીપીસી, એનએચપીસી, ટોરન્ટ, ટાટા પાવરમાં તેજી

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફરી ફંડો  સક્રિય લેવાલ બની જતાં આજે આક્રમક તેજી જોવાઈ હતી. એનટીપીસીના રશીયા અને ફ્રાંસની કંપનીઓ સાથે કરારોને પગલે આજે પાવર શેરોમાં મોટી ખરીદી થઈ હતી. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૧૨.૯૪ પોઈન્ટ ઉછળીને ૬૭૮૭૨.૭૨ બંધ રહ્યો હતો. ભારતની સૌથી મોટી પાવર ઉત્પાદક એનટીપીસી દ્વારા રશીયાની રોસાટોમ સાથે નોન-ડિસ્કલોઝર એગ્રીમેન્ટ અને ફ્રાંસની ઈડીએફ સાથે દેશમાં મોટા, પ્રેશરાઈઝ્ડ વોટર  રિએક્ટર (પીડબલ્યુઆર) પ્રોજેક્ટો સ્થાપવા કોલોબ્રેશનને પગલે એનટીપીસીના શેરોમાં મોટી ખરીદીએ રૂ.૧૫.૭૦ વધીને રૂ.૩૫૨, ટોરન્ટ પાવર રૂ.૭૦.૮૫ વધીને રૂ.૧૩૯૮.૩૫, એનએચપીસી રૂ.૩.૯૧ વધીને રૂ.૮૩.૬૨, ટાટા પાવર રૂ.૧૧.૨૦ વધીને રૂ.૩૯૩, ભેલ રૂ.૮.૧૫ વધીને રૂ.૨૯૯.૪૫, પાવર ઈન્ડિયા રૂ.૩૪૧.૮૫ વધીને રૂ.૧૮,૮૨૨.૩૫, અદાણી ગ્રીન રૂ.૧૨.૯૫ વધીને રૂ.૧૦૩૮.૮૦ રહ્યા હતા. આ સાથે આઈનોક્સ વિન્ડ રૂ.૫.૧૫ વધીને રૂ.૧૨૮.૦૫, કિર્લોસ્કર એન્જિન રૂ.૩૨.૮૦ વધીને રૂ.૧૨૬૦.૮૦, સુઝલોન રૂ.૧.૮૦ વધીને રૂ.૫૪.૨૯ રહ્યા હતા.

બેંકિંગ શેરોમાં ફરી એક્વિઝિશનની તૈયારી : આઈડીબીઆઈ ઉછળ્યો  : સ્ટેટ બેંક રૂ.૧૦૦૦ ક્રોસ

બેંકિંગ ક્ષેત્રે ફરી એક્વિઝિશન, કોન્સોલિડેશનનો નવો દોર શરૂ થઈ રહ્યો હોઈ આજે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ આક્રમક ખરીદી કરી હતી. આઈડીબીઆઈ બેંકમાં એક્વિઝિશનની ચર્ચા વચ્ચે શેર રૂ.૧૧.૧૦ ઉછળીને રૂ.૧૧૪.૮૫, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૩.૨૫ વધીને રૂ.૧૫૬.૮૦, યશ બેંક ૮૦ પૈસા વધીને રૂ.૨૨.૨૯, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૦૦૦ની સપાટી કુદાવી રૂ.૧૪.૬૫ વધીને રૂ.૯૯૯.૩૫, બેંક ઓફ બરોડા રૂ.૪.૩૦ વધીને રૂ.૩૦૫.૦૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૨.૧૦ વધીને રૂ.૯૦૨.૪૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૭.૨૫ વધીને રૂ.૧૩૫૪.૮૦, એચડીએફસી બેંક રૂ.૧૦.૪૫ વધીને રૂ.૧૦૦૧.૨૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૭૩.૫૦ પોઈન્ટ ઉછળીને ૬૭૪૮૩.૩૫ બંધ રહ્યો હતો.

ફાર્મા શેરોમાં ફંડો ફરી લેવાલ બન્યા : પિરામલ ફાર્મા, સસ્તા સુંદર, સેનોરીસ, એસએમએસ ફાર્મા વધ્યા

હેલ્થકેર-ફાર્મા શેરોમાં ફરી ફંડો સક્રિય લેવાલ બન્યા હતા. પિરામલ ફાર્મા રૂ.૮.૬૦ વધીને રૂ.૧૭૮.૫૦, કેએમસી સ્પેશ્યાલિટી હોસ્પિટલ્સ રૂ.૫.૩૫ વધીને રૂ.૮૫.૪૮, સસ્તા સુંદર રૂ.૧૬.૮૫ વધીને રૂ.૩૧૧.૮૫, સેનોરીસ રૂ.૩૮.૮૫ વધીને રૂ.૮૬૫.૫૦, એસએમએસ ફાર્મા રૂ.૧૨.૩૦ વધીને રૂ.૩૨૫.૪૦, થેમીસ મેડી રૂ.૨.૭૦ વધીને રૂ.૧૦૨.૫૦, સોલારા રૂ.૧૯.૬૦ વધીને રૂ.૫૮૨.૮૦, થાયરોકેર રૂ.૧૧.૧૫ વધીને રૂ.૪૫૯.૧૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૨૨.૭૦ પોઈન્ટ ઉછળીને ૪૪૦૫૭.૭૦ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તેજી : પીજી ઈલેક્ટ્રો, વોલ્ટાસ, કલ્યાણ જવેલર્સ, બ્લુ સ્ટાર, ડિક્સન વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોએ આજે મોટી ખરીદી કરી હતી. પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ રૂ.૨૪.૨૫ વધીને રૂ.૬૦૨.૭૫, વોલ્ટાસ રૂ.૪૪.૯૦ વધીને રૂ.૧૪૩૦.૪૦, કલ્યાણ જવેલર્સ રૂ.૧૧.૫૫ વધીને રૂ.૪૯૫.૬૫, બ્લુ સ્ટાર રૂ.૩૯.૧૦ વધીને રૂ.૧૮૧૨.૮૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૨૨.૭૫ વધીને રૂ.૧૪૩૯.૪૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૧૧.૦૫ વધીને રૂ.૧૨,૧૮૧.૨૦, એશીયન પેઈન્ટ રૂ.૨૦.૩૦ વધીને રૂ.૨૭૭૨.૪૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૫૧૮.૨૭ પોઈન્ટ વધીને ૬૦૪૮૧.૯૩ બંધ રહ્યો હતો.

સિગારેટ શેરોમાં સતત ધોવાણ : આઈટીસી રૂ.૧૪ તૂટી રૂ.૩૫૦ : ગોડફ્રે ફિલિપ, રેડિકો, કયુપિડ તૂટયા

સિગારેટ-તંબાકુ ઉત્પાદનો પર કેન્દ્ર સરકારે એકસાઈઝમાં ૪૦ ટકાનો વધારો કરતાં નેગેટીવ અસરે સિગારેટ-તંબાકુ ઉત્પાદનો ક્ષેત્રે સક્રિય કંપનીઓના શેરોમાં સતત વેચવાલી રહી હતી. આઈટીસી લિમિટેડ રૂ.૧૩.૮૦ તૂટીને રૂ.૩૫૦.૧૫, ગોડફ્રે ફિલિપ રૂ.૩૯ ઘટીને રૂ.૨૨૫૦.૬૫ રહ્યા હતા. જ્યારે કયુપિડ રૂ.૧૦૪.૯૫ તૂટીને રૂ.૪૧૯.૯૫, રેડિકો રૂ.૧૫૯.૧૫ તૂટીને રૂ.૩૦૯૫.૧૦, વીએસટી ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩.૮૦ ઘટીને રૂ.૨૫૧.૩૫, ડોડલા ડેરી રૂ.૧૪.૪૫ ઘટીને રૂ.૧૨૨૦.૯૫ રહ્યા હતા. જેથી બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૨૨૧.૨૩ પોઈન્ટ ઘટીને ૧૯૫૨૦.૭૫ બંધ રહ્યો હતો.

ઓઈલ-ગેસ શેરોમાં વધતું આકર્ષણ : ગેઈલ ઈન્ડિયા, ઓએનજીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ફંડો લેવાલ

સાઉદી અરેબિયા અને યુએઈ વચ્ચે ઘર્ષણ વધતાં ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ચમકારો છતાં એકંદર સપ્લાય જળવાઈ રહેતાં અને ભારતમાં રશીયાથી ઓઈલ આયાત સતત ચાલુ રહેતાં ભાવો નિયંત્રણમાં રહેતાં ફંડોની ઓઈલ-ગેસ શેરોમાં અવિરત ખરીદી રહી હતી. ગેઈલ ઈન્ડિયા રૂ.૩.૬૫ વધીને રૂ.૧૭૫.૪૦, ઓએનજીસી રૂ.૩.૬૦ વધીને રૂ.૨૪૧.૫૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૭.૫૫ વધીને રૂ.૧૫૯૨.૪૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૨૪.૮૪ પોઈન્ટ વધીને ૨૮૯૧૦.૨૦ બંધ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેલંદાઓની તેજીએ માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૭૧૧ શેરો પોઝિટીવ બંધ

સપ્તાહના અંતે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં આજે ફરી ફંડો, ખેલંદાઓએ વ્યાપક ખરીદી કરતાં અનેક શેરોના ભાવો વધી આવતાં માર્કેટબ્રેડથ વધુ મજબૂત બની હતી.  બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૭૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૧૪૫થી વધીને ૨૭૧૧ અને ઘટનારની ૨૦૨૪થી ઘટીને ૧૫૨૪ રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪.૩૨ લાખ કરોડ વધીને રૂ.૪૮૧.૨૪ લાખ કરોડ

સપ્તાહના અંતે અનેક શેરોમાં આકર્ષણે ભાવો ઉછળતા રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪.૩૨ લાખ કરોડ વધીને રૂ.૪૮૧.૨૪ લાખ કરોડ પહોંચ્યું હતું.

FPIs/FIIની કેશમાં રૂ.૨૯૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૬૭૭ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશમાં રૂ.૨૮૯.૮૦ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૭૮૫૦.૪૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૭૫૬૦.૬૫ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૬૭૭.૩૮ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૫,૩૪૯.૫૬કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૬૭૨.૧૮ કરોડની વેચવાલી થઈ હતી.