Get The App

હોર્મુઝ જળમાર્ગ ખુલ્યો... સમાચાર આવતાં જ બદલાયું ઘણું બધું ! ભારત માટે આવ્યા 3 ગુડ ન્યૂઝ

Updated: Apr 17th, 2026

GS TEAM

Google News
Google News
હોર્મુઝ જળમાર્ગ ખુલ્યો... સમાચાર આવતાં જ બદલાયું ઘણું બધું ! ભારત માટે આવ્યા 3 ગુડ ન્યૂઝ 1 - image

Strait of Hormuz Reopens : ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુદ્ધ બાદ હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકા પણ આ સંઘર્ષમાં સામેલ થતાં યુદ્ધે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે ઓઇલ અને ગેસના પુરવઠામાં મોટી અડચણ ઊભી થઈ હતી. જોકે, હવે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી દ્વારા 'હોર્મુઝ જળમાર્ગ'ને પૂર્ણપણે ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય બાદ કાચા ઓઇલની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે અને ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ બદલ ઈરાનનો આભાર માન્યો છે.

હોર્મુઝ ખુલતાં જ ભારત માટે 3 ખુશીના સમાચાર

1... કાચા ઓઇલના ભાવમાં મોટો ઘટાડો અને આર્થિક રાહત : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 12% જેટલો જંગી ઘટાડો થયો છે, જેના કારણે ભાવ 83 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે. ભારત પોતાની જરૂરિયાતનું 85% ઓઇલ આયાત કરે છે અને તેનો મુખ્ય હિસ્સો હોર્મુઝ માર્ગે સાઉદી અરેબિયા, યુએઈ અને કુવૈત જેવા દેશોમાંથી આવે છે. ઓઇલ સસ્તું થવાથી ભારતનું આયાત બિલ ઘટશે, કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ(CAD)માં સુધારો થશે અને સરકારી તિજોરી પરનો બોજ હળવો થશે.

આ પણ વાંચો : અમેરિકામાં ખળભળાટ ! 3 વર્ષમાં 5 પરમાણુ વિજ્ઞાની ગાયબ અને 5ના રહસ્યમય મોત, સુરક્ષા એજન્સીઓમાં દોડધામ

2... શેરબજારમાં તેજીના સંકેત : હોર્મુઝ માર્ગ ખુલતાંની સાથે જ સપ્લાય ચેઇનની અડચણો દૂર થઈ ગઈ છે. શુક્રવારે ભારતીય બજાર બંધ થયા બાદ આ સમાચાર આવ્યા હોવા છતાં ગિફ્ટ નિફ્ટી (Gift Nifty)માં 400 પોઇન્ટ્સથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. આ સ્થિતિ જોતાં સોમવારે ભારતીય શેરબજાર બમ્પર ઓપનિંગ સાથે ખુલે તેવી સંભાવના છે. ખાસ કરીને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOC), પેઇન્ટ, ટાયર અને એવિએશન સેક્ટરના શેરોમાં જોરદાર લેવાલી જોવા મળી શકે છે.

3... સોના-ચાંદીના ભાવમાં ઉછાળો : સામાન્ય રીતે તણાવ ઓછો થતાં સોનાના ભાવ ઘટે છે, પરંતુ યુદ્ધ ટળવાના સમાચારથી રોકાણકારોમાં ઉત્સાહ વધતા કિંમતોમાં તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારની અસર હેઠળ ભારતીય બજાર MCXમાં ચાંદી પાંચ ટકાના ઉછાળા સાથે 2.61 લાખ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે, જ્યારે સોનું 1.50 ટકા વધીને પ્રતિ 10 ગ્રામ 1.55 લાખ રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું છે.

આ પણ વાંચો : પુતિનનો ‘સ્પેસ વોર’ પ્લાન, સેટેલાઈટ્સ ઉડાવી દેશે રશિયા: અમેરિકાના સૈન્ય પ્રમુખનો ગંભીર આરોપ