વૈશ્વિક બજારો પાછળ ફરી શેરોમાં આંચકા : સેન્સેક્સ ૪૨૯ પોઈન્ટ ગબડીને ૭૨૬૩૯
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રેપો રેટ વધતાં અને ક્રુડ ના ભાવ ફરી વધી આવતાં મોંઘવારી બેફામ બનશે
નિફટી સ્પોટ ૧૭૩ પોઈન્ટ ગબડીને ૨૨૬૦૩ : જવેલરી-કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ, ઓટો શેરોમાં ફંડોનું મોટાપાયે હેમરિંગ
મુંબઈ : વૈશ્વિક બજારોમાં ફરી કડાકા બોલાતાં અને ક્રુડ ઓઈલના ભાવ ફરી ઉકળવા લાગ્યા સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલિસી કમિટી (એમપીસી) દ્વારા રેપો રેટમાં અપેક્ષિત ૦.૨૫ ટકાનો વધારો કરાતાં લોન મોંઘી બનવાની સાથે દેશમાં ચાલુ વર્ષે ઓછા વરસાદે દુષ્કાળના સંકેતે મોંઘવારી બેફામ બનવાની પૂરી શકયતાએ આજે શેરોમાં ફરી આંચકા આવ્યા હતા. બે દિવસનો શેરોનો સુધારો આજે ધોવાતો જોવાયો હતો. મોંઘવારીને લઈ આ વખતે તહેવારોની વાહનો, એપ્લાયન્સિસ, પ્રોપર્ટી સહિતની ખરીદી મંદ પડવાની શકયતાએ સેન્ટીમેન્ટ ડહોળાતું જોવાયું હતું. ફંડોએ ટાઈટન કંપની પાછળ કન્ઝયુમર ડયુરેબલ્સ શેરો, કેપિટલ ગુડઝ-પાવર, ઓટોમોબાઈલ, ઓઈલ-ગેસ, મેટલ-માઈનીંગ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી, રિયાલ્ટી શેરોમાં વેચવાલી કરતાં ગાબડાં પડતાં જોવાયા હતા. સેન્સેક્સ ૪૨૯.૧૧ પોઈન્ટ તૂટીને ૭૨૬૩૮.૭૦ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૭૩.૦૫ પોઈન્ટ ઘટીને ૨૨૬૦૩.૦૫ બંધ રહ્યા હતા.
ટાઈટન રૂ.૧૬૦ તૂટયો : કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૦૭૪ ગબડયો : એશીયન પેઈન્ટ, બર્જર પેઈન્ટ ઘટયા
કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં આજે ગાબડાં પડયા હતા. બેંકોની લોનો મોંઘી બનવાના અને એના પરિણામે કન્ઝયુમર ડયુરેબલ્સ ફાઈનાન્સ પણ મોંઘું બનવાના સંકેતે હવે તહેવારોની સીઝનમાં ખરીદી મંદ પડવાની પૂરી શકયતાએ આજે જવેલરી, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં મોટાપાયે વેચવાલી થઈ હતી. ખાસ ટાઈટન કંપની બીજા ત્રિમાસિકમાં જવેલરી બિઝનેસમાં મંદ વૃદ્વિના અહેવાલે રૂ.૧૬૦ તૂટીને રૂ.૪૩૮૦ રહ્યો હતો. એશીયન પેઈન્ટ રૂ.૫૦ ઘટીને રૂ.૨૩૭૦, બર્જર પેઈન્ટ રૂ.૮.૦૫ ઘટીને રૂ.૪૬૪.૦૫, બ્લુ સ્ટાર રૂ.૨૫.૮૫ વધીને રૂ.૧૫૩૮.૨૫, વોલ્ટાસ રૂ.૧૪.૫૦ ઘટીને રૂ.૧૦૫૪.૧૦, ક્રોમ્પ્ટન રૂ.૧.૩૦ ઘટીને રૂ.૨૧૧ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૦૭૩.૫૧ પોઈન્ટ ગબડીને ૫૭૫૪૨.૩૬ બંધ રહ્યો હતો.
ઓટો લોન પણ મોંઘી બનશે : વાહનોની ખરીદીમાં નિરૂત્સાહ : બાલક્રિષ્ન ઈન્ડ., ટીઆઈ, હ્યુન્ડાઈ તૂટયા
ઓટોમોબાઈલ લોન પણ હવે મોંઘી બનવાની પૂરી શકયતા અને ઈંધણના વધતા ભાવોએ વાહનોની ખરીદીનો ઉત્સાહ તહેવારોની સીઝનમાં ઓસરતો જોવાય એવી પૂરી શકયતાએ ઓટોમોબાઈલ શેરોમાં પણ નવા ગાબડાં પડયા હતા. બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૭૩.૮૦ તૂટીને રૂ.૨૦૦૭.૦૫, ટીઆઈ ઈન્ડિયા રૂ.૭૬.૭૦ તૂટીને રૂ.૨૩૮૮.૭૦, અશોક લેલેન્ડ રૂ.૪.૩૫ ઘટીને રૂ.૧૪૯.૩૫, ભારત ફોર્જ રૂ.૪૧.૮૦ ઘટીને રૂ.૧૮૩૮.૨૦, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ.૪૨.૯૦ તૂટીને રૂ.૧૯૪૭.૦૫, ટીવીએસ મોટર રૂ.૬૭.૮૦ ઘટીને રૂ.૩૯૨૦.૨૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૪૭.૦૫ ઘટીને રૂ.૨૮૦૪.૯૫, હીરો મોટોકોર્પ રૂ.૮૩.૭૦ ઘટીને રૂ.૪૯૯૧.૧૦, બજાજ ઓટો રૂ.૧૫૮.૯૦ ઘટીને રૂ.૯૮૬૧.૧૦, આઈશર મોટર્સ રૂ.૯૦ ઘટીને રૂ.૬૯૬૦, બોશ રૂ.૫૭૧.૪૦ ઘટીને રૂ.૪૪,૪૫૦, મારૂતી સુઝુકી રૂ.૧૧૩.૧૫ ઘટીને રૂ.૧૧,૪૮૯.૮૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૮૦૧.૩૮ પોઈન્ટ તૂટીને ૫૫૯૬૧.૪૯ બંધ રહ્યો હતો.
મેટલ ઈન્ડેક્સ ૯૮૧ પોઈન્ટ ખાબક્યો : નાલ્કો રૂ.૧૫, અદાણી એન્ટર. રૂ.૧૦૬, હિન્દાલ્કો રૂ.૨૮ તૂટયા
મેટલ-માઈનીંગ શેરોમાં પણ વૈશ્વિક બજારો પાછળ આજે મોટા ગાબડાં પડયા હતા. નાલ્કો રૂ.૧૪.૮૦ તૂટીને રૂ.૩૨૨, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૦૬ ઘટીને રૂ.૨૭૪૪, હિન્દાલ્કો રૂ.૨૭.૯૦ ઘટીને રૂ.૯૧૨, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૩૧.૯૦ ઘટીને રૂ.૧૨૨૭.૧૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૭.૯૫ ઘટીને રૂ.૭૩૨.૩૫, સેઈલ રૂ.૪.૨૫ ઘટીને રૂ.૧૭૪.૫૦, જિન્દાલ સ્ટીલ રૂ.૨૫.૪૦ ઘટીને રૂ.૧૦૫૯.૬૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૯૮૧.૫૦ પોઈન્ટ ખાબકીને ૩૮૯૨૨.૫૭ બંધ રહ્યો હતો.
આઈટી-સોફ્ટવેર શેરોમાં ફંડો ફરી મંદીમાં આવ્યા : ટેરા સોફ્ટ, સેઈન્સિસ ટેક, પ્રોટિઅન, ન્યુજેન ઘટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડો ફરી મંદીમાં આવ્યા હતા. વૈશ્વિક બજારોમાં નાસ્દાક સહિતમાં ધોવાણ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ને લઈ ઉદ્યોગમાં ફરી અંદાજો નબળા રજૂ થવા લાગતાં ફંડોએ સાવચેતીમાં મંદીનો વેપાર કર્યો હતો. ટેકા સોફ્ટ રૂ.૧૧.૧૫ તૂટીને રૂ.૨૨૫.૪૫, સેઈન્સિસ ટેક રૂ.૨૮.૮૫ તૂટીને રૂ.૬૯૦.૧૫, પ્રોટિઅન રૂ.૨૦.૩૫ ઘટીને રૂ.૬૬૯.૯૫, ફ્રેકટલ રૂ.૨૦.૮૫ ઘટીને રૂ.૭૨૧.૬૫, સાયબર ટેક રૂ.૩.૫૫ ઘટીને રૂ.૧૩૮.૭૫, ન્યુજેન રૂ.૧૦.૨૦ ઘટીને રૂ.૪૪૬.૮૫, જેનેસીસ રૂ.૬.૫૫ ઘટીને રૂ.૨૯૫.૩૫, ઈન્ફોસીસ રૂ.૨૦.૯૦ ઘટીને રૂ.૯૯૨.૧૦, બીએલએસઈ રૂ.૩ ઘટીને રૂ.૧૫૭.૯૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૧૧.૧૭ પોઈન્ટ ઘટીને ૨૬૭૩૧.૩૦ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં પ્રોફિટ બુકિંગ : આઈનોક્સ વિન્ડ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, સુઝલોન ઘટયા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ ફંડોનું આજે ફરી પ્રોફિટ બુકિંગ વધતું જોવાયું હતું. આઈનોક્સ વિન્ડ રૂ.૧.૫૩ ઘટીને રૂ.૬૭.૨૩, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૮.૫૫ ઘટીને રૂ.૩૭૮.૮૫, સુઝલોન રૂ.૩૮.૩૫, કોચીન શિપ રૂ.૨૫ ઘટીને રૂ.૧૨૫૬, સીજી પાવર રૂ.૧૭.૧૫ ઘટીને રૂ.૮૯૩.૯૫, કિર્લોસ્કર એન્જિન રૂ.૪૨.૨૫ ઘટીને રૂ.૨૨૩૦.૨૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૨૨.૯૬ પોઈન્ટ ઘટીને ૭૫૨૨૬.૯૦ બંધ રહ્યો હતો.
ક્રુડ ઓઈલના ભાવ ફરી વધ્યા : એચપીસીએલ, ઓએનજીસી, અદાણી ટોટલ ગેસ, રિલાયન્સ ઘટયા
ક્રુડ ઓઈલના ભાવ ફરી એકથી દોઢ ટકો વધી આવી બ્રેન્ટ ૧૦૨ ડોલરની સપાટી પાર કરી જતાં ફંડોની ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી રહી હતી. એચપીસીએલ રૂ.૭.૬૦ ઘટીને રૂ.૩૪૩.૦૫, ઓએનજીસી રૂ.૨.૩૫ ઘટીને રૂ.૨૨૧.૬૫, અદાણી ટોટલ ગેસ રૂ.૬.૦૫ ઘટીને રૂ.૫૮૨.૨૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૨.૩૫ ઘટીને રૂ.૧૨૦૬.૬૫, બીપીસીએલ રૂ.૩ ઘટીને રૂ.૨૯૭ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૧૮૫.૭૦ પોઈન્ટ ઘટીને ૨૪૭૪૯.૪૬ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં આઈસીઆઈસીઆઈ, કોટક બેંક વધ્યા : એયુ બેંક, ઈન્ડસઈન્ડ, આઈડીએફસી બેંક ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોની ખાનગી બેંક અને ફાઈનાન્સ શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી. એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક રૂ.૩૬.૯૫ ઘટીને રૂ.૯૯૪, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૩૦.૭૦ ઘટીને રૂ.૮૭૬.૨૫, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૬૦ ઘટીને રૂ.૭૯.૪૨, એચડીએફસી બેંક રૂ.૬.૪૦ ઘટીને રૂ.૭૦૩.૮૦ રહ્યા હતા. જ્યારે યુનિયન બેંક રૂ.૪.૬૦ વધીને રૂ.૧૭૩, કોટક મહિન્દ્રા બેંક રૂ.૯.૫૫ વધીને રૂ.૪૪૦.૮૦, પીએનબી રૂ.૨.૩૦ વધીને રૂ.૧૧૪.૩૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૫.૪૦ વધીને રૂ.૧૩૫૭ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૭.૮૫ પોઈન્ટ ઘટીને ૬૨૦૬૦.૪૯ બંધ રહ્યો હતો.
ફાર્મા શેરોમાં તેજીને બ્રેક : ગ્લેક્સો ફાર્મા, એનલોન હેલ્થકેર, એચસીજી, થાયરોકેર, ગુજરાત થેમીસ ઘટયા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં પણ ફરી તેજીને બ્રેક લાગી ફંડોની નફારૂપી વેચવાલી થઈ હતી. એનલોન હેલ્થકેર રૂ.૧.૪૮ તૂટીને રૂ.૨૮.૨૭, ગ્લેક્સો ફાર્મા રૂ.૧૨૪.૮૫ તૂટીને રૂ.૨૬૩૩.૨૫, એચસીજી રૂ.૨૩.૫૦ ઘટીને રૂ.૬૫૭.૧૦, થાયરોકેર રૂ.૧૬.૯૫ ઘટીને રૂ.૫૧૩, ગુજરાત થેમીસ રૂ.૧૦.૮૦ ઘટીને રૂ.૩૭૯.૭૫, અનુહ ફાર્મા રૂ.૨.૪૩ ઘટીને રૂ.૮૫.૨૯, આરતી ડ્રગ્ઝ રૂ.૧૧.૭૦ ઘટીને રૂ.૪૧૬.૭૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૪૫.૦૮ પોઈન્ટ ઘટીને ૪૯૭૪૧.૪૬ બંધ રહ્યો હતો.
ફંડોની સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૪૫૯ શેરો નેગેટીવ બંધ
બે દિવસના ઈન્ડેક્સ બેઝડ સુધારાને બ્રેક લાગ્યા સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં ફંડો, ખેલંદાઓની નફારૂપી વેચવાલી નીકળતાં માર્કેટબ્રેડથ ફરી નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૬૨૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૭૬૮થી ઘટીને ૧૯૩૬ અને ઘટનારની સંખ્યા ૧૬૧૯થી વધીને ૨૪૫૯ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૬૧૨૧ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૪૫૯૭ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે બુધવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૬૧૨૧.૩૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૨,૫૭૭.૯૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૮,૬૯૯.૩૩ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૪૫૯૬.૫૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૮,૭૦૭.૦૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૧૧૦.૪૬ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૬૩ લાખ કરોડ ઘટીને રૂ.૪૭૦.૯૮ કરોડ થયું
શેરોમાં આજે ફરી વ્યાપક પ્રોફિટ બુકિંગે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૬૩ લાખ કરોડ ઘટીને રૂ.૪૭૦.૯૮ લાખ કરોડ રહ્યું હતું.




