શેરબજારમાં ઉથલપાથલ, તેજી સાથે ખુલ્યા બાદ અચાનક સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો, જાણો કારણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sensex and Nifty : સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સોમવારે શેરબજારની શરૂઆત જોરદાર તેજી સાથે થઈ હતી, પરંતુ ઉપરલી સપાટીએ પહોંચ્યા બાદ બજારમાં અચાનક મોટો યુ-ટર્ન જોવા મળ્યો હતો. સેન્સેક્સ પોતાની દિવસની ઊંચી સપાટીથી આશરે 600 પોઈન્ટ સુધી ગગડી ગયો હતો, જ્યારે નિફ્ટી 50 પણ ઘટીને 22450 ની આસપાસ ટ્રેડ થવા લાગ્યો હતો. ગ્રીન ઝોનમાં ખૂલેલું બજાર અચાનક લાલ નિશાનમાં ફેરવાઈ જવાનું મુખ્ય કારણ ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ (નફાવસૂલી) માનવામાં આવે છે.
બજાર લાલ નિશાનમાં જવા પાછળના 5 મુખ્ય કારણો:
- પ્રોફિટ બુકિંગ:
બજાર ગગડવાનું કારણ સતત બે દિવસ સુધી વધ્યા બાદ રોકાણકારોએ ઊંચા સ્તરે નફો વસૂલવાનું (Profit Booking) યોગ્ય માન્યું. જેના કારણે સેન્સેક્સ દિવસની સર્વોચ્ચ સપાટીથી 600 પોઈન્ટ નીચે આવી ગયો અને નિફ્ટી 22450 ની મહત્ત્વની મર્યાદાની આસપાસ સરકી ગયો. - આરબીઆઈ (RBI) ના કડક પગલાં:
રૂપિયાની અસ્થિરતાને કાબૂમાં લેવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા લેવાયેલા વિવિધ પગલાં અને બેન્કિંગ સિસ્ટમમાંથી સરપ્લસ લિક્વિડિટી પાછી ખેંચવાની નીતિઓની બજાર પર અસર પડી છે. આરબીઆઈ દ્વારા બોન્ડ વેચાણ અને સીઆરઆર (CRR) ના નિયમોમાં ફેરફાર જેવા પગલાંથી અલ્પસામયિક દબાણ ઊભું થયું છે. - ટેક્નિકલ કારણો અને રેઝિસ્ટન્સ:
બજારના વિશ્લેષકોના મતે, નિફ્ટી જ્યાં સુધી 22650 ની ઉપર ટ્રેડ ન કરે ત્યાં સુધી બજારમાં મજબૂત બુલિશ રિકવરી મુશ્કેલ છે. નિફ્ટી માટે ૨૨,૩00 નું સ્તર અત્યંત મહત્ત્વનું સપોર્ટ ઝોન છે; જો આ તૂટે તો વેચવાલીનું દબાણ વધુ વધી શકે છે. - ઇન્ડિયા વિક્સ (India VIX) માં ઉછાળો:
બજારના વોલેટિલિટી ઇન્ડેક્સ 'ઇન્ડિયા વિક્સ' (India VIX) માં આજના સત્રમાં 4 ટકાનો વધારો નોંધાયો છે, જે બજારમાં ટૂંકા ગાળાની નબળાઈ અને અનિશ્ચિતતા તરફ ઈશારો કરે છે. - વિદેશી રોકાણકારો (FIIs) ની સતત વેચવાલી:
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) તરફથી વેચવાલીનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. અગાઉના સત્રમાં પણ FIIs દ્વારા મોટા પાયે વેચવાલી કરવામાં આવી હતી, જોકે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (DIIs) ના ટેકાને કારણે બજારને થોડો સહારો મળ્યો હતો પરંતુ તેજી ટકી શકી નહીં.
સેક્ટરવાઇઝ સ્થિતિ
સેક્ટરલ મોરચે, Nifty IT ઇન્ડેક્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી જેમાં Tech Mahindra ના શેરો 4% સુધી તૂટ્યા હતા. આ ઉપરાંત Nifty Bank, Private Bank અને PSU Bank પણ દબાણ હેઠળ લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. બીજી તરફ, ત્રિમાસિક પરિણામો અને આંતરરાષ્ટ્રીય પરિબળો વચ્ચે રોકાણકારો અત્યારે ખૂબ જ સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે.




