Business

બજારમાં તેજીનું વાવાઝોડું: સેન્સેક્સ 78,000 ને પાર, નિફ્ટીમાં 400થી વધુ પોઇન્ટનો ઉછાળો

By GS Team
15 Apr 20262 mins read
TukuTouch Logo
ભારતીય શેરબજાર માટે આજનો દિવસ (15 એપ્રિલ, 2026) અત્યંત તેજીમય રહ્યો છે. સવારના સત્રમાં જ બજારમાં જોરદાર લેવાલી જોવા મળી હતી, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ઊંચાઈ સ્પર્શી છે. બજારમાં સવારથી જ પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને બેન્કિંગ, આઈટી અને રિયલ્ટી સેક્ટરના શેરોમાં ભારે તેજીને કારણે ઈન્ડેક્સમાં આટલો મોટો ઉછાળો જોવા મળ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બજારમાં તેજીનું વાવાઝોડું: સેન્સેક્સ 78,000 ને પાર, નિફ્ટીમાં 400થી વધુ પોઇન્ટનો ઉછાળો

Stock Market Update: ભારતીય શેરબજાર માટે આજનો દિવસ (15 એપ્રિલ, 2026) અત્યંત તેજીમય રહ્યો છે. સવારના સત્રમાં જ બજારમાં જોરદાર લેવાલી જોવા મળી હતી, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ઊંચાઈ સ્પર્શી છે. બજારમાં સવારથી જ પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને બેન્કિંગ, આઈટી અને રિયલ્ટી સેક્ટરના શેરોમાં ભારે તેજીને કારણે ઈન્ડેક્સમાં આટલો મોટો ઉછાળો જોવા મળ્યો છે. 

સેન્સેક્સ (BSE SENSEX) ની સ્થિતિ

સેન્સેક્સમાં આજે બજાર ખુલતાં જ 1400થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. જોકે પછીથી તેમાં થોડોક ઘટાડો નોંધાયો હતો. જોકે સમાચાર લખાવા સુધીમાં સેન્સેક્સમાં આજે 1,242.11 પોઇન્ટ (1.62%) નો મોટો ઉછાળો જોવા મળ્યો છે.

વર્તમાન સ્તર: 78,021.51

આજનો હાઈ: 78,270.42

આજનો લો: 77,913.11

ગઈકાલનું બંધ: 76,847.57

52-વીક હાઈ: 86,159.02

નિફ્ટી 50 (NIFTY 50) ની સ્થિતિ

જ્યારે આજે નિફ્ટી પણ બજાર ખુલતાં જ 438 પોઇન્ટ ઉછળ્યો હતો. જોકે પછીથી થોડોક ઘટાડો આવતા નિફ્ટી આજે મજબૂત સ્થિતિમાં જળવાઈ રહ્યો હતો અને સમાચાર લખવા સુધીમાં તેમાં 377.40 પોઇન્ટ (1.58%) નો વધારો નોંધાયો છે.

વર્તમાન સ્તર: 24,220.05

આજનો હાઈ: 24,280.90

આજનો લો: 24,162.70

ગઈકાલનું બંધ: 23,842.65

52-વીક હાઈ: 26,373.20

બજારમાં તેજીના કારણો શું? 

ક્રૂડ ઓઈલની કિંમતમાં જોરદાર ઘટાડો

પ્રતિ બેરલ બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ લગભગ 3 ટકા ગગડીને 96.41 ડૉલર પર આવી ગયો છે. જ્યારે પ્રતિ બેરલ WTI ક્રૂડ ઓઈલનો ભાવમાં લગભગ 6 ટકા ગગડીને 93.90 ડૉલર પર કારોબાર કરી રહ્યો છે. ક્રૂડ ઓઈલની કિંમતોમાં આ ધરખમ ઘટાડો માર્કેટ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યા છે.

ભારતના વિકાસ દર મુદ્દે IMFનો સકારાત્મત સંકેત

આઈએમએફએ કહ્યું છે કે, ભારતનો GDP નાણાંકીય વર્ષ 2026 દરમિયાન 6.5 ટકાના દરે વધશે. સંસ્થાએ વિકાસ દરના અંદાજમાં 30 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે અને ભારત વિશ્વમાં સૌથી ઝડપી વિકાસ કરતું અર્થતંત્ર ગણાવ્યું છે.

વૈશ્વિક માર્કેટમાં તેજી, ભારત માટે સારા સંકેત 

ભારતીય માર્કેટ મંગળવારે બંધ હતું, પરંતુ વૈશ્વિક માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી છે. જાપાનનું શેરમાર્કેટ નિક્કેઈ શેરમાર્કેટમાં 2.5 ટકાનો, હોંગકોંગના હેંગ સેંગ શેરમાર્કેટમાં 0.82 ટકાનો અને દક્ષિણ કોરિયાની કોસ્પી શેરમાર્કેટમાં લગભગ ત્રણ ટકા વધારા સાથે બંધ થયું છે. 

ટ્રમ્પ તરફથી સકારાત્મક સંકેત

સૌથી વધુ મહત્ત્વની વાત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પ્રત્યે સકારાત્મક વલણ અપનાવ્યું છે અને તેમણે આગામી બેથી ત્રણ દિવસમાં ઈસ્લામાબાદમાં ફરી મંત્રણા યોજવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત અમેરિકા દ્વારા નાકાબંધી છતાં ઈરાનના હોર્મુઝ જળમાર્ગમાંથી ક્રૂડ ઓઈલ ભરેલા અનેક જહાજો પસાર થઈ રહ્યા છે. તેથી આ વલણ ક્રૂડ ઓઈલ અને શેરમાર્કેટ માટે સારા સંકેત છે.