Business

શેરબજારમાં ગાબડું: સેન્સેક્સ 900 તો બૅન્ક નિફ્ટી 1000 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના 7 લાખ કરોડ સ્વાહા

By GS Team
13 Mar 20262 mins read
TukuTouch Logo
શેરબજારમાં આજે ફરી એકવાર ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધના તણાવ અને ક્રૂડ ઓઇલના ભડકાએ ભારતીય રોકાણકારોના અબજો રૂપિયા ડૂબાડી દીધા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શેરબજારમાં ગાબડું: સેન્સેક્સ 900 તો બૅન્ક નિફ્ટી 1000 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના 7 લાખ કરોડ સ્વાહા

Stock Market and Sensex News : શેરબજારમાં આજે ફરી એકવાર ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધના તણાવ અને ક્રૂડ ઓઇલના ભડકાએ ભારતીય રોકાણકારોના અબજો રૂપિયા ડૂબાડી દીધા છે.

માર્કેટમાં કડાકો: આંકડાની નજરે

શુક્રવારે બજાર ખુલતાની સાથે જ ચારેબાજુ વેચવાલી જોવા મળી હતી. BSE સેન્સેક્સ 923.58 અંક અથવા 1.21% ગબડીને 75,117.6 પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ, નિફ્ટી50 પણ 310 પોઇન્ટ્સ અથવા 1.32%ના ઘટાડા સાથે 23,323ના સ્તરે પહોંચી ગયો છે. બૅન્ક નિફ્ટીમાં પણ 1000થી વધુ પોઇન્ટ્સનો મોટો કડાકો જોવા મળ્યો છે. આ ઘટાડાને કારણે રોકાણકારોની સંપત્તિમાં આશરે 7 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે.

ઘટાડાના મુખ્ય 4 કારણો

1. ક્રૂડ ઓઇલની કિંમતમાં ભડકો

ઈરાન દ્વારા બે ઓઇલ ટેન્કરો પર કરવામાં આવેલા હુમલા બાદ 'સ્ટ્રેટ ઑફ હોર્મુઝ'માં સપ્લાય ખોરવાઈ જવાની ભીતિ છે. આ કારણે બ્રેન્ટ ક્રૂડની કિંમત $100 per barrelને પાર કરી ગઈ છે, જેની સીધી નકારાત્મક અસર ભારતીય બજાર પર પડી છે.

2. ગ્લોબલ માર્કેટમાં નબળા સંકેતો

યુદ્ધના કારણે માત્ર ભારત જ નહીં, સમગ્ર વિશ્વના બજારો દબાણમાં છે. અમેરિકાનો Dow Jones ઇન્ડેક્સ 700થી વધુ અંક તૂટીને આ વર્ષે પ્રથમ વખત 47,000ની નીચે બંધ થયો છે. જાપાનનો Nikkei 225 અને ચીનનો SSE Composite પણ લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે.

3. વિદેશી રોકાણકારો(FIIs)ની ભારે વેચવાલી

વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી સતત નાણાં ખેંચી રહ્યા છે. ગુરુવારે FIIs એ 7,049.87 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં કુલ 39,000 કરોડ રૂપિયાથી વધુની વેચવાલી થઈ છે.

4. US Fedની આગામી બેઠક

રોકાણકારોની નજર અમેરિકન ફેડરલ રિઝર્વની 17 માર્ચના રોજ મળનારી બેઠક પર છે. વ્યાજ દરો અંગેના અનિશ્ચિત વાતાવરણને કારણે બજારમાં ડર ફેલાયેલો છે.