Business

કેલેન્ડર વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં સ્માર્ટફોન શિપમેન્ટમાં ૨૬%નો ઘટાડો

By GS Team
21 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ: 2026ના Q3માં ભારતમાં સ્માર્ટફોન શિપમેન્ટ 26% ઘટીને 3.56 કરોડ યુનિટ થયું, જે 2016 પછીનો સૌથી મોટો ઘટાડો છે. મેમરીના ભાવ વધતા હેન્ડસેટ મોંઘા થતા તહેવારોની સિઝન છતાં આ ઘટાડો નોંધાયો. ટોચની બ્રાન્ડ્સના શિપમેન્ટ ઘટ્યા, માત્ર સેમસંગમાં નજીવો 1% ઘટાડો રહ્યો. વર્ષના અંત સુધીમાં શિપમેન્ટ 13.3 કરોડ યુનિટ રહેવાનો અંદાજ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેલેન્ડર વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં સ્માર્ટફોન શિપમેન્ટમાં ૨૬%નો ઘટાડો

૨૦૨૬ના અંત સુધીમાં સ્માર્ટફોન શિપમેન્ટ ૧૩.૩ કરોડ યુનિટ્સ આસપાસ રહેશે
અમદાવાદ : કેલેન્ડર વર્ષ ૨૦૨૬ના ત્રીજા ક્વાર્ટરમાં (Q૩ CY૨૬) ભારતના સ્માર્ટફોન શિપમેન્ટમાં વાષક ધોરણે ૨૬ ટકાનો ઘટાડો નોંધાયો છે અને તે ઘટીને ૩.૫૬ કરોડ (૩૫.૬ મિલિયન) યુનિટ્સ પર આવી ગયું છે. કેલેન્ડર વર્ષ ૨૦૧૬ પછીનો આ સૌથી તીવ્ર ઘટાડો છે. કેલેન્ડર વર્ષ ૨૦૧૬ના ત્રીજા ક્વાર્ટરમાં સ્માર્ટફોન શિપમેન્ટ રેકોર્ડબ્રેક નીચલા સ્તરે ૩.૨ કરોડ (૩૨ મિલિયન) યુનિટ્સ પર ઉતરી આવ્યું હતું.
તહેવારોની સિઝન શરૂ થઈ હોવા છતાં આ ઘટાડો જોવા મળ્યો છે, કારણ કે મેમરીના વધતા ભાવોને લીધે ઉત્પાદકોને હેન્ડસેટની કિંમતો વધારવાની ફરજ પડી હતી. દેશની ટોચની પાંચેય સ્માર્ટફોન બ્રાન્ડ્સના શિપમેન્ટમાં ઘટાડો જોવા મળ્યો છે.
ઓમડિયાના ડેટા અનુસાર, એપલના આઇફોન શિપમેન્ટમાં કેલેન્ડર વર્ષ ૨૦૨૬ના ત્રીજા ક્વાર્ટર દરમિયાન વાર્ષિક ધોરણે ૨૦ ટકાનો ઘટાડો થયો છે, જે ૪૯ લાખ (૪.૯ મિલિયન)થી ઘટીને ૩૯ લાખ (૩.૯ મિલિયન) યુનિટ્સ થઈ ગયું છે.
ટોચની પાંચ બ્રાન્ડ્સમાં સેમસંગ અપવાદરૂપ રહ્યું હતું, જેના શિપમેન્ટમાં એક વર્ષ અગાઉના ૬૮ લાખ (૬.૮ મિલિયન)ની સરખામણીએ સૂચિત સમયમાં માત્ર ૧ ટકાનો નજીવો ઘટાડો થયો અને તે ૬૭ લાખ (૬.૭ મિલિયન) યુનિટ્સ રહ્યું હતું.
બજારના જાણકારોએ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર મહિનો, જે ઐતિહાસિક રીતે મોટા ઓનલાઇન સેલ માટે ઇન્વેન્ટરી તૈયાર કરવાનો મહત્વપૂર્ણ સમય ગણાય છે, તેમાં શિપમેન્ટની ગતિ ઘણી નબળી જોવા મળી હતી. ખૂબ ઓછા એક્સક્લુઝિવ લોન્ચ, મર્યાદિત સ્ટોક-કીપિંગ યુનિટ્સ અને પ્રોમોશનલ ઓફર્સમાં ઓછો તફાવત હોવાને કારણે ઓનલાઇન ચેનલ્સનો પરંપરાગત તહેવારી ફાયદો ઘટી ગયો હતો.
ડેટા અનુસાર, કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં નોંધાયેલા ૧૫.૩ કરોડ (૧૫૩ મિલિયન) યુનિટ્સની સરખામણીએ, કેલેન્ડર વર્ષ ૨૦૨૬ના અંત સુધીમાં ભારતમાં સ્માર્ટફોન શિપમેન્ટ ૧૩.૨ થી ૧૩.૩ કરોડ (૧૩૨-૧૩૩ મિલિયન) યુનિટ્સ રહેવાની ધારણા છે.