Get The App

ફેબુ્રઆરીના ઓછા દિવસોને પરિણામે એસઆઈપી ઈન્ફલો નજીવો મંદ પડયો

- ગત મહિને એસઆઈપીના નેટ ૧૬ લાખ નવા ખાતા ઉમેરાયા

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
ફેબુ્રઆરીના ઓછા દિવસોને પરિણામે એસઆઈપી ઈન્ફલો નજીવો મંદ પડયો 1 - image

મુંબઈ : ફેબુ્રઆરીમાં દેશના મ્યુચ્યુઅલ ફન્ડસમાં સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) મારફતનો ઈન્ફલો સાધારણ નબળો રહ્યો હતો. ફેબુ્રઆરીમાં કામકાજના દિવસો ઓછા રહ્યા હોવાને કારણે ઈન્ફલો પર અસર પડી હતી. એસઆઈપી ખાતા બંધ પડી જવાની સરખામણીએ નવા ખાતા ખૂલવાની સંખ્યા ઊંચી રહી હતી. 

એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફન્ડસ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના ડેટા પ્રમાણે જાન્યુઆરીમાં રૂપિયા ૩૧૦૦૨ કરોડની સરખામણીએ ફેબુ્રઆરીમાં એસઆઈપી મારફતનો પ્રવાહ સાધારણ ઘટી રૂપિયા ૨૯૮૪૫ કરોડ રહ્યો હતો. 

ઈન્ફલો સાધારણ મંદ પડવાનું કારણે ફેબુ્રઆરીના ઓછા દિવસો છે અને રોકાણકારોના માનસમાં કોઈ બદલાવ આવ્યો નથી એમ એમ્ફીના સુત્રોએ જણાવ્યું હતું. 

જાન્યુઆરીમાં ૧૦.૨૯ કરોડની સરખામણીએ એસઆઈપી ખાતાની કુલ સંખ્યા ફેબુ્રઆરીમાં વધી ૧૦.૪૫ કરોડ પહોંચી હતી. 

ગત મહિને નવા ખાતાનો નેટ ઉમેરો ૧૬ લાખ જેટલો રહ્યો હતો. ૬૫.૭૨ લાખ નવા ખાતાના રજિસ્ટ્રેશન સામે ૪૯.૭૦ લાખ ખાતા બંધ કરી દેવાયા હતા અથવા તો તેની મુદત પાકી ગઈ હતી. 

નવા ખાતાની સામે બંધ પડી ગયેલા ખાતાનું પ્રમાણ ૭૬ ટકા જેટલું રહ્યું હતું. એસઆઈપીની એસેટસ અન્ડર મેનેજમેન્ટનો આંક ફેબુ્રઆરીમાં રૂપિયા ૧૬.૬૪ લાખ કરોડ રહ્યો હતો જ્યારે મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગની એકંદર એસેટસ અન્ડર મેનેજમેન્ટ ગયા મહિને રૂપિયા ૮૨.૦૩ લાખ કરોડ રહી હોવાનું પણ એમ્ફીના ડેટા જણાવે છે.