Get The App

LPGથી લઈને પાન-મસાલા અને સિગારેટ સુધી... 1 ફેબ્રુઆરીથી થશે 5 મોટા ફેરફાર

Updated: Jan 29th, 2026

GS TEAM

Google News
Google News
LPGથી લઈને પાન-મસાલા અને સિગારેટ સુધી... 1 ફેબ્રુઆરીથી થશે 5 મોટા ફેરફાર 1 - image


Rule Change From 1st February: જાન્યુઆરી મહિનો પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને સામાન્ય બજેટ સાથે ફેબ્રુઆરી મહિનાની શરુઆત થશે. નવો મહિનો દેશમાં ઘણા ફેરફારો લઈને આવશે. આ ફેરફારની અસર 'દરેક ઘર, દરેક ખિસ્સા' પર જોવા મળશે. એક તરફ જ્યાં LPG સિલિન્ડરના નવા ભાવ જાહેર થશે, જે સીધા ઘરના રસોઈના બજેટ સાથે જોડાયેલા છે, તો બીજી તરફ પાન-મસાલા અને સિગારેટના શોખીનોને મોટો ઝટકો લાગશે. તો ચાલો 1 ફેબ્રુઆરી 2026થી લાગુ થવા જઈ રહેલા આવા જ 5 મોટા ફેરફારો વિશે જાણીએ.

પ્રથમ ફેરફાર: LPG સિલિન્ડરના ભાવ

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાના પહેલા દિવસે LPG સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે અને 1 ફેબ્રુઆરી, 2026ના રોજ પણ LPGના નવા ભાવ પણ જાહેર કરવામાં આવશે. બજેટના દિવસે રજૂ થનારા આ ભાવ પર દેશની નજર રહેશે અને લોકો આશા રાખી રહ્યા છે કે આ વખતે 14 કિલોગ્રામ વાળા ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ ઘણા સમયથી બદલાઈ રહ્યા છે અને ગત 1 જાન્યુઆરીએ રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 14.50 રૂપિયાના ઘટાડા સાથે 1804 રૂપિયા થઈ ગયા હતા.

બીજો ફેરફાર: CNG-PNG અને ATFના ભાવ

LPG સિલિન્ડરના ભાવમાં ફેરફારની સાથે જ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ 1 ફેબ્રુઆરીએ સુધારેલા એર ટર્બાઇન ઇંધણના ભાવ પણ જાહેર કરશે. ATF એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલના ભાવમાં કોઈપણ ફેરફાર હવાઈ મુસાફરીના ખર્ચમાં ઉતાર-ચઢાવ કરનારો સાબિત થાય છે. ગત મહિનાની શરુઆતમાં 1 જાન્યુઆરીએ  ATFના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો અને દિલ્હીમાં ATFના ભાવમાં લગભગ 7% ઘટાડો થયો હતો. આ ઉપરાંત CNG-PNGના ભાવમાં પણ ફેરફાર થવાની શક્યતા છે.

ત્રીજો ફેરફાર: પાન-મસાલા અને સિગારેટ પર એક્સ્ટ્રા ટેક્સ

ત્રીજા ફેરફારની વાત કરીએ તો તે પાન-મસાલા અને સિગારેટ પ્રેમીઓને ઝટકો આપનારો છે. રિપોર્ટ પ્રમાણે દેશમાં 1 ફેબ્રુઆરી, 2026થી તમાકુ ઉત્પાદનો અને પાન મસાલા પર વધુ વધુ ટેક્સ લાદવામાં આવશે. સરકારે GST કમ્પેન્સેશન સેસના સ્થાને નવી એક્સાઇઝ ડ્યુટી અને સેસ નોટિફાઇડ કર્યો છે. તાજેતરના નોટિફિકેશન પ્રમાણે તમાકુ અને પાન-મસાલા પર નવો ટેક્સ લાગુ GST દરો ઉપરાંત લગાવવામાં આવશે. GST ઉપરાંત, પાન મસાલા પર આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા સેસ લાદવામાં આવશે, જેનાથી તેની કિંમતોમાં વધારો થશે.

ચોજો ફેરફાર: FASTag યુઝર્સ માટે ફેરફાર

1 ફેબ્રુઆરી, 2026થી FASTag યુઝર્સ માટે પણ નિયમો બદલાવા જઈ રહ્યા છે. વાસ્તવમાં NHAIએ 1 ફેબ્રુઆરીથી કાર, જીપ અને વાન માટે FASTag જારી કરવા માટે KYC વેરિફિકેશન પ્રોસેસ (KYC Discontinued) બંધ કરી દીધી છે. આ એક મોટી રાહત માનવામાં આવી રહી છે, જે નવા મહિનાના પહેલા જ દિવસથી જ મળશે.

આ પણ વાંચો: બજેટ પૂર્વે સંસદમાં પીએમ મોદીનું મોટું નિવેદન, 'હવે અમે રિફોર્મ એક્સપ્રેસ પર સવાર છીએ'

પાંચમો ફેરફાર: બૅન્કોમાં રજા

ફેબ્રુઆરી મહિનાની શરુઆત રજાઓ સાથે થઈ રહી છે અને જો તમારે આવતા મહિને બૅન્ક સંબંધિત કોઈ મહત્ત્વપૂર્ણ કામ હોય તો ઘરેથી નીકળતા પહેલા બૅન્ક રજાઓની યાદી જોઈ લેવી. વાસ્તવમાં ભારતીય રિઝર્વ બૅન્કની વેબસાઇટ પર અપલોડ કરાયેલી યાદી પ્રમાણે સાત દિવસની સાપ્તાહિક રજા સહિત છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ જેવા અવસરો પર લગભગ 10 દિવસની રજાઓ જાહેર કરવામાં આવી છે.