Business

ચાંદીની કિંમતમાં ફરી મોટો કડાકો, સોનાની ચમક પણ ફિક્કી પડી! વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતીય બજાર ધ્રૂજયું

By GS TEAM
10 Feb 20261 min read
TukuTouch Logo
વૈશ્વિક બજારમાં ભારે અસ્થિરતાની અસર આજે ભારતીય બજાર પર પણ જોવા મળી છે. મંગળવારે સવારે બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. સૌથી વધુ અસર ચાંદીના ભાવ પર પડી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચાંદીની કિંમતમાં ફરી મોટો કડાકો, સોનાની ચમક પણ ફિક્કી પડી! વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતીય બજાર ધ્રૂજયું
(AI IMAGE)

Silver Prices Crash Again: વૈશ્વિક બજારમાં ભારે અસ્થિરતાની અસર આજે ભારતીય બજાર પર પણ જોવા મળી છે. મંગળવારે સવારે બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. સૌથી વધુ અસર ચાંદીના ભાવ પર પડી છે. 

MCX પર સોના-ચાંદીના ભાવ( 10 ફેબ્રુઆરી સવારના ભાવ ) 

આજે 10 ફેબ્રુઆરીના રોજ બજાર ખુલ્યાના થોડા જ સમયમાં ચાંદીના ભાવમાં મોટો ઘટાડો શરૂ થયો હતો. શરૂઆતમાં ચાંદી ₹3000 જેટલી ઘટી હતી, પરંતુ જોતજોતામાં માત્ર અડધા કલાકના ગાળામાં આ ઘટાડો 5400 રૂપિયાને પાર કરી ગયો હતો. આ મોટા કડાકા બાદ ચાંદી રૂ.2,57,215 પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહી હતી.

ચાંદીની પાછળ સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં અંદાજે 900 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા સાથે સોનું 1,57,200 પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું હતું.

આ પણ વાંચો: શેરબજારમાં પ્રતિકુળ વલણ છતાંય વિદેશી રોકાણમાં અમેરિકન FPIનો હિસ્સો વધીને 41%

વૈશ્વિક બજારની સ્થિતિ 

કોમેક્સ પર સોનું 0.32% ઘટીને 5,063 ડોલર/ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. ચાંદીમાં પણ 0.27% નો ઘટાડો નોંધાતા તે 82.01 ડોલર/ઔંસ પર પહોંચી છે.