Why Silver Prices Crashed: ભારતીય બુલિયન બજારમાં આજે(29 ડિસેમ્બર) ચાંદીની કિંમતને જોતાં રોકાણકારો ચોંકી ઉઠ્યા છે. સવારે ચાંદીની કિંમત રૂ.2.54 લાખના ઐતિહાસિક શિખરે પહોચી હતી. જેમાં ટ્રમ્પની બેઠકની અસર વર્તાઈ હતી. આમ બપોર સુધીમાં ફક્ત એક કલાકમાં 21 હજાર રૂપિયા ચાંદી સસ્તી થઈ ગઈ હતી. ચાલો જાણીએ કે કયા 6 કારણોના લીધે ચાંદીનો પારો અચાનક નીચે ગયો.
રશિયાન-યુક્રેન યુદ્ધને લઈને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે પોઝિટિવ વાતચીતના સમાચાર આવ્યા. ઘણી વખત રોકાણકારો સોના-ચાંદી જેવા સુરક્ષિત રોકાણમાંથી પૈસા નિકાળીને શેર માર્કેટ જેવા જોખમભર્યા વિકલ્પમાં લગાવે છે.
ભારે નફા-બુકિંગ
ચાંદી આ વર્ષે સુપરસ્ટાર રહી છે, જેણે 150% થી વધુ વળતર આપ્યું છે. જ્યારે ભાવ રૂ2.54 લાખના ઉચ્ચ સ્તરે પહોંચ્યા, ત્યારે મોટા વેપારીઓ અને ફંડ હાઉસે નફો મેળવવા માટે રીતે વેચાણ શરૂ કરી દીધું.
આ પણ વાંચો: ચાંદીમાં મોટી ઉથલપાથલ, અઢી લાખને સ્પર્શ્યા બાદ એક જ ઝાટકે રૂ. 21,000નો કડાકો
CMEએ કર્યો માર્જિનમાં વધારો
શિકાગો મર્કન્ટાઇલ એક્સચેન્જ(CME)એ ચાંદીના ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ માટે માર્જિન મની વધારી દીધી છે. હવે ટ્રેડર્સઓ તેમની સ્થિતિ જાળવી રાખવા માટે વધુ રોકડ જમા કરાવવી પડશે. આ કડકાઈને કારણે ઘણા નાના અને મધ્યમ કદના ટ્રેડર્સને તેમની સ્થિતિ બંધ કરવાની ફરજ પડી છે, જેના કારણે વેચાણનું દબાણ વધ્યું છે.
પેરાબોલિક સ્થિતિની અસર
માર્કેટ એક્સપર્ટના અનુસાર, ચાંદીનો ઉછાળો પેરાબોલિક (એકદમ સીધી રેખાએ...) બની ગયો હતો. ઇતિહાસ દર્શાવે છે કે, જ્યારે પણ ભાવ તેના 200-દિવસની મૂવિંગ એવરેજથી નોંધપાત્ર રીતે ઉપર વધે છે, ત્યારે તીવ્ર ઘટાડો અનિવાર્ય છે. જેમાં ટેકનિકલ ચાર્ટ પર ચાંદી વધુ ગરમ થઈ ગઈ હતી.
તૂફાની તેજીની અસર
ગત શુક્રવારે ચાંદીમાં 10 ટકા ઉછાળો આવ્યા હતો. નિષ્ણાતોનું માનવું છે કે, આ એક બ્લો ઓફ ટોપ હતું. આ પછી માર્કેટમાં મોટું કરેક્શન આવે છે. વર્ષ 1987માં આવું જ થયું હતું, ત્યારે 10 ટકાની તેજી બાદ કિંમતમાં 25 ટકાનો ઘટાડો થયો હતો.
આ પણ વાંચો: શું બેટરીના લીધે ચાંદીના ભાવ વધી રહ્યા છે? ચીનના મોટા નિર્ણયથી ઈલોન મસ્ક પણ ચિંતિત
ડોલર અને યીલ્ડમાં મજબૂતી
ગ્લોબલ માર્કેટમાં અમેરિકન ડોલરની મજબૂતી અને બોન્ડ યીલ્ડમાં સુધારાને પણ ચાંદીની ચમક ઓછી કરી દીધી છે. જ્યારે ડોલર મજબૂત થાય છે, ત્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોના અને ચાંદી જેવી ચીજવસ્તુઓ મોંઘી થાય છે, જેના કારણે તેમની માગ ઓછી થાય છે.
એક્સપર્ટે રોકાણકારોને ચેતવણી આપતા કહ્યું છે કે, ઇતિહાસ દર્શાવે છે કે ચાંદીના ભાવમાં આવા અચાનક વધારા ઘણીવાર તીવ્ર ઘટાડા સાથે સમાપ્ત થાય છે. તેથી રોકાણકારોએ સાવધાની રાખવાની જરૂર છે.


