Get The App

ક્રેશ થયા બાદ ચાંદીની કિંમતમાં એક ઝાટકે રૂ. 12000નો વધારો! પણ ઘરેલુ માર્કેટમાં ઊંધો ટ્રેન્ડ

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
Gold-Silver Rates


(AI IMAGE)

Gold-Silver Rates: 2025ના છેલ્લા સપ્તાહમાં સોના ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. સોમવારે ભારે તેજી બાદ ચાંદીના ભાવમાં મોટો કડાકો થયો હતો. એક જ દિવસમાં ચાંદીની કિંમતમાં ₹21,500નો ઘટાડો નોંધાયો હતો. જ્યારે આજે ફરી તેજી જોવા મળી રહી છે. જોકે ઘરેલુ માર્કેટમાં બંનેની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. 

મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જમાં સોના-ચાંદીના ભાવ વધ્યા

MCXમાં ચાંદીના ભાવમાં 12 હજાર રૂપિયાની તેજી નોંધાઈ છે. મંગળવારે MCX પર ચાંદીનો ભાવ ₹2,36,907 સુધી પહોંચી ગયો હતો. ચાંદીની સાથે સાથે સોનાના ભાવમાં પણ આજે તેજી જોવા મળી છે. MCX પર સોનાના ભાવમાં ₹1275નો ઉછાળો નોંધાયો છે. 10 ગ્રામ સોનાની કિંમત ₹1,36,217 થઈ છે. 

ઘરેલુ માર્કેટમાં સોનું અને ચાંદી બંનેના ભાવ ઘટ્યા 

મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જમાં ભલે સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળે પરંતુ ઘરેલુ માર્કેટમાં ઊંધો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે. ઘરેલુ માર્કેટમાં આજે સોના-ચાંદીની કિંમતોમાં ઘટાડો થયો છે. ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિએશન(IBJA) અનુસાર, આજે મંગળવાર, 30 ડિસેમ્બરે 24 કેરેટ સોનાના ભાવમાં ₹2119નો ઘટાડો થયો છે, જ્યારે ચાંદીના ભાવમાં ₹3973નો તોતિંગ કડાકો થયો છે. 

આ પણ વાંચો: 2025માં રાઈટસ ઈશ્યુ 28 વર્ષની ટોચે: 42 ભરણાંમાં રૂ. 43906 કરોડ ઊભા કરાયા

વર્ષ 2025 સોના અને ચાંદીના રોકાણકારો માટે અત્યંત નફાકારક સાબિત થયું છે, જેમાં સોનાના ભાવમાં 76% અને ચાંદીના ભાવમાં 169% જેટલો તોતિંગ ઉછાળો જોવા મળ્યો. 31 ડિસેમ્બર, 2024ના રોજ જે સોનું ₹76,162 પ્રતિ 10 ગ્રામ હતું, તે હવે વધીને ₹1.34 લાખને પાર કરી ગયું છે, જ્યારે ₹86,017ના ભાવે મળતી ચાંદી હવે ₹2.31 લાખના સ્તરે પહોંચી ગઈ છે. 

જોકે, આજના લેટેસ્ટ ભાવ (30 ડિસેમ્બર, 2025) પર નજર કરીએ તો બજારમાં ઘટાડો નોંધાયો છે; 24 કેરેટ સોનું ગઈકાલના ₹1,36,481થી ઘટીને ₹1,34,362 પર આવી ગયું છે અને ચાંદી પણ ગઈકાલના ₹2,35,440ના બંધ ભાવ સામે આજે ₹2,31,467 પ્રતિ કિલોગ્રામ પર છે.

ક્રેશ થયા બાદ ચાંદીની કિંમતમાં એક ઝાટકે રૂ. 12000નો વધારો! પણ ઘરેલુ માર્કેટમાં ઊંધો ટ્રેન્ડ 2 - image