Business

ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો, 8000 રૂપિયા થઈ સસ્તી, જાણો 24 કેરેટ ગોલ્ડનો ભાવ

By GS TEAM
16 Oct 20252 mins read
TukuTouch Logo
છેલ્લા કેટલાક દિવસોથી સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો હતો, ત્યારે આજે ચાંદીની કિંમતમાં એકાએક મોટો ઘટાડો નોંધાયો છે. જોકે, સોનાના ભાવમાં આજે પણ વધારો થયો છે. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ ઍસોસિયેશન(IBJA)ની વેબસાઇટ પર ચાંદીના દરોમાં આ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદીના ભાવમાં ગઈકાલ(15 ઑક્ટોબર)ની સરખામણીએ આજે પ્રતિ કિલો ₹ 8,000થી વધુનો ઘટાડો નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો, 8000 રૂપિયા થઈ સસ્તી, જાણો 24 કેરેટ ગોલ્ડનો ભાવ

Silver Prices Fall: છેલ્લા કેટલાક દિવસોથી સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો હતો, ત્યારે આજે ચાંદીની કિંમતમાં એકાએક મોટો ઘટાડો નોંધાયો છે. જોકે, સોનાના ભાવમાં આજે પણ વધારો થયો છે. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ ઍસોસિયેશન(IBJA)ની વેબસાઇટ પર ચાંદીના દરોમાં આ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદીના ભાવમાં ગઈકાલ(15 ઑક્ટોબર)ની સરખામણીએ આજે પ્રતિ કિલો ₹ 8,000થી વધુનો ઘટાડો નોંધાયો છે.

ચાંદીનો નવો ભાવ

16 ઑક્ટોબર 2025ના રોજ સાંજે 5 વાગ્યે, IBJA મુજબ, 1 કિલો ચાંદીનો ભાવ ₹ 1,68,083 હતો. ગઈકાલે (15 ઑક્ટોબર) 1 કિલો ચાંદીનો ભાવ ₹ 1,76,467 હતો. આનો અર્થ એ છે કે ગઈકાલની સરખામણીમાં ચાંદીનો ભાવ લગભગ ₹ 8,400 જેટલો ઓછો થયો છે.

આ પણ વાંચો: દિવાળી પહેલાં રોકાણકારોને કમાણી, સેન્સેક્સ 1000 પોઇન્ટ ઉછળ્યો, બૅન્કિંગ-ફાયનાન્સ શેર્સમાં તેજી

સોનું આજે પણ મોંઘું થયું

બુલિયન માર્કેટમાં ચાંદીમાં આ મોટો ઘટાડો નોંધાયો છે, જ્યારે સોનાની કિંમતમાં આજે પણ તેજી યથાવત્ રહી છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹ 1,27,471 છે. 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹ 1,26,961 છે. 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹ 95,603 છે.

MCX પર સ્થિતિ: મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે પણ ચાંદીના ભાવમાં આશરે ₹ 1,700નો ઉછાળો જોવા મળ્યો છે અને તે પ્રતિ કિલો ₹ 1,63,900ની આસપાસ પહોંચી ગઈ છે. જ્યારે, 5 ડિસેમ્બર વાયદા માટે 10 ગ્રામ સોનાની કિંમતમાં ₹ 1,000નો ઉછાળો આવ્યો છે અને તે ₹ 1,28,184 છે.

ચાંદીના ભાવમાં ઘટાડો થવાનું કારણ

સ્પોટ માર્કેટમાં ચાંદીના શૉર્ટેજ(તંગી)ને લગતા સમાચાર આવ્યા બાદ તેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. ખાસ કરીને મુંબઈના ઝવેરી બજારે ચાંદીના નવા ઑર્ડર લેવાનું બંધ કર્યા પછી આ ઘટાડો થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Hurun India U35 List 2025: 155 યુવા ઉદ્યોગ સાહસિકોમાં 18 ગુજરાતી, ત્રણ અમદાવાદના