Business

ચાંદી ₹3897 તો સોનું ₹1543 ગગડ્યું, વાયદા બજારમાં સતત બીજા દિવસે કડાકાનું શું કારણ?

By GS Team
14 Aug 20262 mins read
TukuTouch Logo
MCX વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવમાં બીજા દિવસે પણ કડાકો જોવા મળ્યો છે. આજે સવારે કારોબાર ખુલતાંની સાથે જ સોના અને ચાંદી બંનેના ભાવમાં નરમાઈ નોંધાઈ હતી. રોકાણકારો દ્વારા મોટા પાયે પ્રોફિટ બુકિંગ અને વૈશ્વિક બજારના સંકેતો વચ્ચે ચાંદી ₹3897 અને સોનું ₹1543 સુધી ઘટ્યું હતું. ફુગાવાની ચિંતા અને મજબૂત ડૉલર ઇન્ડેક્સ મુખ્ય કારણો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચાંદી ₹3897 તો સોનું ₹1543 ગગડ્યું, વાયદા બજારમાં સતત બીજા દિવસે કડાકાનું શું કારણ?

Gold and Silver Price Down : MCX વાયદા બજારમાં કિંમતી ધાતુઓમાં કડાકાનો દોર સતત બીજા દિવસે પણ જોવા મળ્યો છે. આજે સવારે કારોબાર ખુલતાંની સાથે જ સોના અને ચાંદી બંનેના ભાવમાં નરમાઈ નોંધાઈ હતી. રોકાણકારો દ્વારા મોટા પાયે કરવામાં આવેલા પ્રોફિટ બુકિંગ અને વૈશ્વિક બજારના સંકેતો વચ્ચે સોના-ચાંદીના ભાવ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે.

ચાંદી(Silver)ની સ્થિતિ

MCX પર ચાંદીના 04-Sep-26ના વાયદા કોન્ટ્રાક્ટમાં સરેરાશ ₹3897નો કડાકો બોલાઈ ગયો છે. ચાંદીનો જૂનો બંધ ભાવ (Prev. Close) 2,35,447.00 હતો. તેની સામે આજે બજાર ₹ 2,33,780.00ના ભાવ પર ઓપન(Open) થયું હતું. દિવસ દરમિયાન ચાંદીએ 2,33,982.00નો હાઇ(High) અને 2,31,550.00નો લો(Low) સ્પર્શ્યો હતો. હાલમાં ચાંદી 2,31,799.00ના સ્તર પર ટ્રેડ થઈ રહી છે.

સોના(Gold)ની સ્થિતિ

બીજી તરફ, સોનાના 05-Oct-26ના વાયદા કોન્ટ્રાક્ટમાં પણ ₹1543 સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. સોનાનો જૂનો બંધ ભાવ(Prev. Close) ₹1,53,466.00 હતો. જેની સામે આજે સોનું ₹1,53,200.00ના ભાવ પર ઓપન(Open) થયું હતું. સેશન દરમિયાન સોનાએ ₹1,53,200.00નો હાઇ(High) અને ₹1,51,923.00નો લો(Low) બનાવ્યો હતો. હાલમાં સોનું ₹1,52,036.00ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે.

સોના-ચાંદીમાં કડાકા/નરમાઈના મુખ્ય કારણો

અમેરિકામાં સતત ચાલુ રહેલા ફુગાવા(Sticky Inflation)ના કારણે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં કડક વલણ (Monetary Tightening) અપનાવવાની શક્યતાઓ વધી છે, જેની સીધી નકારાત્મક અસર સોના-ચાંદી જેવા બિન-વ્યાજ આપતા(non-yielding) બુલિયન માર્કેટ પર પડી રહી છે.

પ્રોફિટ બુકિંગનું દબાણ(Profit Booking)

છેલ્લા સેશનમાં સોનું બે મહિનાના ઊંચા સ્તરે પહોંચ્યા બાદ વૈશ્વિક બજારમાં રોકાણકારોએ મોટા પાયે નફો વસૂલવાનું (Profit-taking) શરૂ કર્યું છે, જેના કારણે ભાવ પર દબાણ સર્જાયું છે.

ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા(Crude Oil Volatility)

મિડલ ઈસ્ટ તણાવ અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ(Strait of Hormuz)ની અનિશ્ચિતતાના કારણે બ્રેન્ટ ક્રૂડ $87 પ્રતિ બેરલને પાર કરી ગયું છે. ક્રૂડ મોંઘું થવાથી ફુગાવો વધવાનું જોખમ રહે છે, જે ફેડરલ રિઝર્વને દરમાં કાપ મૂકતા રોકે છે.

મજબૂત ડૉલર ઇન્ડેક્સ

અમેરિકન ડૉલર ઇન્ડેક્સ સતત મજબૂત સ્થિતિમાં જળવાઈ રહેતા અન્ય ચલણ ધરાવતા ખરીદદારો માટે સોનું-ચાંદી ખરીદવું મોંઘું બન્યું છે, જેનાથી વૈશ્વિક માંગ પર અસર પડી છે.