Get The App

ચાંદીમાં રૂ.40000, સોનામાં રૂ.14000નો કડાકો

- સોનામાં એક દિવસીય કડાકામાં ૧૫ વર્ષનો રેકોર્ડ તૂટયો : વૈશ્વિક સોનું ૫૦૦ ડોલર તૂટી ૫૦૦૦ ડોલરની અંદર

- ડોલર ઈન્ડેક્સ વધતાં વિશ્વ બજારમાં ફંડોની શરૂ થયેલી નફારૂપી જોરદાર વેચવાલી : ચીને કોમોડિટીઝ ફંડોમાં ટ્રેડિંગ અટકાવ્યું

Updated: Jan 31st, 2026

GS TEAM

Google News
Google News
ચાંદીમાં રૂ.40000, સોનામાં રૂ.14000નો કડાકો 1 - image

અમદાવાદ, મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજીને બ્રેક વાગતાં ભાવ ટોેચ પરથી ઉંધા માથે પટકાયા હતા. ઝવેરી બજારમાં આજે એક દિવસીય કડાકામાં દૈનિક નવો રેકોર્ડ પણ સર્જાયો હતો. આજે મુબંઇ ચાંદીમાં રૂપિયા ૪૦૦૦૦નું અને દિલ્હી સોનામાં રૂપિયા ૨૦૦૦૦નો કડાકો બોલી ગયો હતો.  વિશ્વ બજારમાં આજે ભાવમાં તચીવ્ર કડાકો બોલાતાં ઘરઆંગણે આયાતી થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઝડપી ઘટતાં તેની પાછળ દેશના ઝવેરી બજારોમાં આજેઉંચા મથાળે ગભરાટભરી વેચવાલી  જોવા મળી હતી. 

દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૪૦૦૦ તૂટયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના ઝડપી રૂ.૩૦ હજાર તૂટી જતાં ખેલાડીઓએ સ્તબ્ધ થઈ ગયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔ ંસના ૫૫૪૧થી ૫૫૪૨ ડોલરથી ગબડી નીચામાં ભાવ ૫૦૦૦ ડોલરની અંદર ઉતરી ૪૯૪૩થી ૪૯૪૪ ડોલર થઈ ૫૧૦૭થી ૫૧૦૮ ડોલર રહ્યાના સમાચાર હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ઉંચા મથાળે ફંડોની નફારૂપી વેચવાલી નિકળી હતી.  દરમિયાન સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૧૧૯.૭૫ વાળા તૂટી નીચામાં ભાવ ૯૫.૨૬ થઈ ૧૦૧.૮૮થી ૧૦૧.૮૯ ડોલર રહ્યા હતા. ચીનની સરકારે કોમોડિટીઝના પાંચ ફંડોમૌં ટ્રેડિંગ સસ્પેન્ડ કર્યાના સમાચારની અસર પણ વિશ્વ બજારો પર દેખાઈ હતી.

દિલ્હી સોના-ચાંદી બજારમાં આજે ચાંદી રૂપિયા ૨૦૦૦૦ તૂટીને ૩,૮૪,૫૦૦ અને સોનું રૂપિયા ૧૪૦૦૦ તૂટીને ૧,૬૯,૦૦૦ ઉતરી આવ્યુ ંહતું.

મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૯ હજાર તતા ચાંદીના ભાવ  રૂ.૪૦ હજાર ગબડયા હતા! મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ ગબડી જીએસટી વગર રૂ.૧૬૫૧૩૧ તથા ૯૯૯ના ભાવ તૂટી રૂ.૧૬૫૭૯૫ બોલાઈ ગયા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર તૂટી રૂ.૩૩૯૩૫૦ના મથાળે ઉતરી ગયા હતા. ચાંદીના ભાવ આજે ચાલુ બજારે ૧૫ ટકા તૂટતાં ૧૫ વર્ષનો સૌથી મોટો એક દિવસીય કડાકો નોંધાયો હતો જ્યારે સોનાના ભાવ ૭ ટકા તૂટતાં ૨૦૧૩ પછીનો સૌૈથી મોટો  એક દિવસીય કડાકો જોવા મળ્યો હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.

વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંસના તૂટી ૨૩૪૭ ડોલર રહ્યા હતા જયારે પેલેડીયમના ભાવ ૨૦૮૪ વાળા ગબડી ૧૭૨૩ થઈ ૧૮૪૪થી ૧૮૪૫ ડોલર રહ્યા હતા.  મુંબઈ બજારમાં પ્લેટીનમના ભાવ આજે ૧૦ ગ્રામના જીએસટી વગર રૂ.૬૦૦૦ તૂટી રૂ.૭૪૨૯૫  બોલાયા હતા.  વૈશ્વિક કોપરના ભાવ આજે ટોચ પરથી ૩ ટકા ગબડયા હતા. ક્રૂડતેલના વિશ્વ બજારમાં બ્રેન્ટના ભાવ બેરલના ઉંચામાં ૭૦.૭૫ થઈ ૭૦.૩૩ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૬૫.૮૭ થઈ ૬૫.૦૧ ડોલર રહ્યા હતા.