Business

જૂન ત્રિમાસિકમાં ભારતીય કંપનીઓની આવકમાં વીસ ટકાથી વધુની નોંધપાત્ર વૃદ્ધિ

By GS Team
14 Aug 20262 mins read
TukuTouch Logo
ઈક્રાના અહેવાલ મુજબ, પશ્ચિમ એશિયા યુદ્ધ અને ક્રૂડ તેલના ઊંચા ભાવ છતાં ભારતીય કંપનીઓએ જૂન ત્રિમાસિકમાં આવકમાં 22% વૃદ્ધિ નોંધાવી છે. 838 લિસ્ટેડ કંપનીઓએ મજબૂત શરૂઆત કરી છે. જોકે, ઓઈલ રિફાઈનિંગ કંપનીઓના નફા પર દબાણ જોવા મળ્યું છે. ઓટો, FMCG અને જ્વેલરી જેવા ગ્રાહકલક્ષી ક્ષેત્રોનો દેખાવ ઉત્તમ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જૂન ત્રિમાસિકમાં ભારતીય કંપનીઓની આવકમાં વીસ ટકાથી વધુની નોંધપાત્ર વૃદ્ધિ

નાણાં વર્ષ ૨૦૨૬-૨૭નો પ્રારંભ કામગીરીની દ્રષ્ટિએ અપેક્ષા કરતા સારો જોવા મળ્યો
મુંબઈ : પશ્ચિમ એશિયા યુદ્ધ અને ક્રુડ તેલના ઊંચા ભાવ વચ્ચે પણ ભારતીય કંપનીઓએ જૂન ત્રિમાસિકમાં આવકમાં વીસ ટકાથી વધુ વૃદ્ધિ હાંસલ કરીને સ્થિતિસ્થાપકતા દર્શાવી છે. ઈક્રાના એક રિપોર્ટ પ્રમાણે ૮૩૮ લિસ્ટેડ કંપનીઓના જૂન ત્રિમાસિક પરિણામોમાં તેમની આવકમાં વાર્ષિક ધોરણે ૨૨ ટકા વધારો થયો છે. માર્ચ ત્રિમાસિકમાં આ વૃદ્ધિ ૧૩ ટકા રહી હતી.
જો કે કાર્યકારી નફાનું માર્જિન બે ટકા ઘટયું છે અને નેટ પ્રોફિટ સ્થિર રહેવા પામ્યો છે. ક્રુડ તેલના ઊંચા ભાવ તથા એલપીજી તથા પેટ્રો પ્રોડકટસના વેચાણ પર અન્ડર રિકવરીને પરિણામે ઓઈલ રિફાઈનિંગ કંપનીઓની નફાશક્તિ દબાણ હેઠળ આવી જતા કંપનીઓનો સંયુકત નફો સ્થિર જોવા મળ્યો છે.
તેલ તથા ગેસ કંપનીઓને બાદ કરતા કંપનીઓનું નફાનું કાર્યકારી માર્જિન ૧૯ ટકા પર સ્થિર રહ્યું હતું અને નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે ૨૦ ટકા વધ્યો છે.
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામોને જોતા કંપનીઓએ નવા નાણાં વર્ષનો પ્રારંભ અપેક્ષા કરતા ઘણો મજબૂત કર્યો હોવાનું એજન્સીના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
કોમોડિટી તથા સોનાચાંદીના ઊંચા ભાવ, જીએસટીમાં કપાતને કારણે વાહનોની માગમાં સતત વધારો અને ઉપભોગ વોલ્યુમમાં પણ સ્થિતિસ્થાપકતાને કારણે કંપનીઓની કામગીરી સારી જોવા મળી છે.
પશ્ચિમ એશિયા યુદ્ધ તથા અલ નિનોની ચિંતા વચ્ચે પણ ભારતીય કંપનીઓએ માર્ચ ત્રિમાસિકની સરખામણીએ જૂન ત્રિમાસિકમાં આવકમાં ઊંચી વૃદ્ધિ દર્શાવી છે. તૈયાર કરાયેલા રિપોર્ટમાં નાણાંકીય ક્ષેત્ર તથા રૂપિયા ૫૦ કરોડથી નીચેની વાર્ષિક આવક સાથેની કંપનીઓને આવરી લેવાઈ નથી.
ઓટો, એફએમસીજી, જ્વેલરી રીટેલ, એપરલ જેવા ગ્રાહક લક્ષી ક્ષેત્રોનો દેખાવ શ્રેષ્ઠ રહ્યો છે જ્યારે સિમેન્ટ, ખાંડ તથા આઈટી સેવા ક્ષેત્રમાં આવક વૃદ્ધિ નબળી રહી છે. ફરીથી શરૂ થયેલી ભૌગોલિકરાજકીય તાણ, ક્રુડ તેલ તથા કોમોડિટીના ઊંચા ભાવ