શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 927 અને નિફ્ટીમાં 286 પોઇન્ટનો કડાકો, ક્રૂડ ઓઇલ 120 ડૉલરને પાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sensex and Nifty : આજે સવારે બજાર ખુલતાંની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટું ધોવાણ જોવા મળ્યું હતું. મળેલી વિગતો અને લેટેસ્ટ ડેટા મુજબ સેન્સેક્સ 927.83 પોઇન્ટ (1.20%) ગબડીને 76,568.53ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. બજાર 77,014.21ના સ્તરે ખુલ્યા બાદ સતત નીચે ગયું હતું. જ્યારે નિફ્ટી 50માં પણ 286.70 પોઇન્ટ(1.19%)નો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી અત્યારે 23,890.95ના સ્તર પર આવી ગઈ છે.
બજારમાં કડાકો બોલાવવાના મુખ્ય કારણો
શેરબજારમાં આજે આવેલા આ પ્રચંડ ઘટાડા પાછળ કેટલાક વૈશ્વિક અને આર્થિક પરિબળો જવાબદાર છે:
અમેરિકા-ઈરાન વચ્ચે વધતો તણાવ: ભૂ-રાજકીય મોરચે પરિસ્થિતિ વણસી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાર્તામાં પડેલા ગતિરોધને કારણે રોકાણકારોમાં ચિંતા વધી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી નાકાબંધી ઊર્જા સંકટને વધુ ઘેરું બનાવી રહી છે.
ક્રૂડ ઓઇલમાં ભડકો: વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં મોટો ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડ 120 ડૉલર પ્રતિ બેરલને પાર કરી ગયું છે, જે ભારત જેવા આયાત નિર્ભર દેશ માટે મોંઘવારી વધવાના સંકેત છે.
યુએસ ફેડરલ રિઝર્વનું વલણ: અમેરિકન ફેડ રિઝર્વે વ્યાજ દરો સ્થિર રાખ્યા છે પરંતુ મોંઘવારીને લઈને તેમનું વલણ અત્યંત કડક ('હૉકિશ') રહ્યું છે. ઊંચા વ્યાજ દરો લાંબા સમય સુધી જળવાઈ રહેવાની શક્યતાએ રોકાણકારોનો મૂડ બગાડ્યો છે.
એશિયાઈ બજારોની નબળાઈ: જાપાનના નિક્કેઈ અને કોસ્પી જેવા એશિયાઈ બજારોમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી, જેની સીધી અસર ભારતીય બજાર પર પડી છે.









