Illegal Crude Oil trafficking : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન ક્રૂડ ઓઈલ આયાત પર પ્રતિબંધ લાદી દીધો છે. આ સાથે ટ્રમ્પ અન્ય દેશોને રશિયા પાસેથી ખરીદી બંધ કરવાનું પણ દબાણ કરી રહ્યા છે. તેમ છતાં રશિયાએ રાતના અંધારામાં સમુદ્રની વચોવચ પ્રતિબંધીત ક્રૂડ ઓઈલની હેરાફેરીનો મોટો ખેલ શરૂ કરી દીધી છો. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ એક એવો ખેલ છે, જેની સામે ટ્રમ્પ લાચાર છે. એટલું જ નહીં તેનાથી ભારત અને ચીનને પણ ફાયદો થઈ રહ્યો છે.

અમેરિકાના પ્રતિબંધ વચ્ચે પુતિને ઓઈલ હેરાફેરીનો કર્યો મોટો ખેલ
વાસ્તવમાં ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદી કરતું રહે છે, જેના કારણે ટ્રમ્પને વાંધો પડ્યો છે. ટ્રમ્પનું માનવું છે કે, રશિયા ભારતના નાણાંનો ઉપયોગ યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં કરી રહ્યું છે. આ જ કારણે ટ્રમ્પે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ ઝિકેલો છે. આમ તો ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી ઓછી કરી દીધી છે, તેમ છતાં રશિયા ભારતનું સૌથી મોટું ક્રૂડ સપ્લાયર છે. માત્ર અમેરિકા જ નહીં પશ્ચિમિ દેશોએ પણ રશિયન ક્રૂડ ઓઈલ પ્રતિબંધ ઝિંકેલો છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ટ્રમ્પે પણ મોટો ખેલ કરીને વેનેઝુએલા પર હુમલો કર્યા બાદ કબજો જમાવી લીધો છે અને તેનું ક્રૂડ ઓઈલ વેચવાનું શરૂ કરી દીધું છે. એટલું જ નહીં અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધ લંબાવવાની પણ જાહેરાત કરી છે.

રશિયાનો મોટો ખેલ : શેડો ફ્લીટ અને ડાર્ક ફ્લીટ
મહત્ત્વની વાત એ છે કે, રશિયાએ સમુદ્રની વચોવચ શરૂ કરેલો ક્રૂડ ઓઈલના ખેલની સામે ટ્રમ્પ લાચાર છે, જોકે તેનાથી ભારત, ચીન અને ઈરાનને ફાયદો થઈ રહ્યો છે. રશિયાના ખેલનું નામ એક શેડો ફ્લીટ અને બીજું ડાર્ક ફ્લીટ છે અને આ બંને ફરી ચર્ચામાં આવ્યા છે.
શેડો ફ્લીટ એટલે કે, તેલ લઈ જતા એવા જહાજોનો કાફલો જે સત્તાવાર રીતે કોઈ મોટી જાણીતી કંપની કે દેશ સાથે જોડાયેલા દેખાતા નથી. આ જહાજો મુખ્યત્વે એવા દેશોનું તેલ લઈ જાય છે જેના પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાગેલા હોય, તેઓ છૂપી રીતે કામ કરે છે જેથી દુનિયાને ખબર ન પડે કે આ તેલ ક્યાંથી આવ્યું છે અને કોણ લઈ જઈ રહ્યું છે.
ડાર્ક ફ્લીટ એટલે કે, ડાર્ક ફ્લીટ અને શેડો ફ્લીટ લગભગ સમાન જ છે. તેને 'ડાર્ક' એટલે કહેવામાં આવે છે કારણ કે આ જહાજો પકડાઈ ન જાય તે માટે પોતાનું ટ્રાન્સપોન્ડર (લોકેશન બતાવતું સાધન) બંધ કરી દે છે, જેથી સેટેલાઇટ પર તેમની ભાળ ન મળે. આ જહાજો અંધારામાં અથવા મધદરિયે તેલની હેરાફેરી કરે છે. ઘણીવાર આ જહાજો જૂના હોય છે અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા નિયમોનું પાલન કરતા નથી.

વિશ્વમાં કુલ ક્રૂડ ઓઈલની તુલનાએ નેટવર્ક દ્વારા 18.5 ટકાની હેરાફેરી
શેડો ફ્લીટ અને ડાર્ક ફ્લીટ હેઠળ જહાજોથી ટેન્કરોમાં પ્રતિબંધીત તેલનો કારોબાર થાય છે. આ એક એવું નેટવર્ક હોય છે, જેમાં જહાજોને પકડવા મુશ્કેલ હોય છે. અંદાજ મુજબ વિશ્વમાં કાયદેસર રીતે આયાત-નિકાસ થતા ક્રૂડ ઓઈલની તુલનાએ આ નેટવર્કથી 18.5 ટકાની હેરાફેરી કરવામાં આવે છે. આનાથી અંદાજ લગાવી શકાય કે, આ કેટલો મોટો કારોબાર છે.
ડાર્ક ફ્લીટથી આવી રીતે થાય છે હેરાફેરી
ચોંકાવનારી વાત એ છે કે, આ ખેલનો સૌથી મોટો ખેલાડી રશિયા છે. ડાર્ક ફ્લીટ હેઠળ જૂના જહાજોનો ઉપયોગ થાય છે અને તે મોટાભાગના પશ્ચિમ દેશોની કંપનીઓના હોય છે. આ જહાજો પ્રતિબંધોને ચકમો આપવામાં માહિર હોય છે. આવા જહાજો પ્રતિબંધી તેલ પહોંચાડવા માટે નકલી ઝંડા, નકલી લોકેશન, નામ બદલવું, GPS સેટેલાઈટથી બચવા ટ્રાન્સપોન્ડર બંધ કરવું સહિતના અખતરા કરે છે. જહાજોની માલિકી પણ પેચીદી હોય છે, તેથી તેમને પકડવા સરળ નથી. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ આવા જહાજોની સંખ્યામાં વધારો થયો છે. આ જહાજો રશિયાના બાલ્ટિક અને બ્લેક સી પોર્ટ પરથી તેલ લઈને અન્ય દેશો સુધી પહોંચાડે છે, જેનાથી રશિયા વાર્ષિક અબજો ડૉલરની કમાણી કરે છે.

જહાજો સમુદ્રની વચોવચ પહોંચી તેલ કરે છે ટ્રાન્સફર
સમગ્ર વિશ્વમાં સમુદ્રી માર્ગે થતા તેલ, ગેસ અને અન્ય કોમોડિટીના વેપાર પર નજર રાખતી આંતરરાષ્ટ્રીય ડેટા અને એનાલિટિક્સ કંપની ‘કેપ્લર’ના અંદાજ મુજબ, વિશ્વમાં શેડો ફ્લીટ હેઠળ હેરાફેરી કરીર હેલા કુલ 3300થી વધુ જહાજો છે. તાજેતરમાં જ સિંગાપુરની આસપાસ આવા જહાજોની મોટી હલચલ જોવા મળી છે. આવા જહાજો પ્રતિબંધી તેલ અને સૈન્ય સંબંધિ હથિયારોની હેરાફેરી કરતા હોય છે. આ જહાજો મોટાભાગે રાત્રમાં જ ખેલ કરતા હોય છે. તેઓ રાતના સમયે સમુદ્રની વચોવચ એક જહાજમાંથી બીજા જહાજમાં સામાન ટ્રાન્સફર કરતા હોય છે. રિપોર્ટ મુજબ આવી કામગીરી સૌથી વધુ મલેશિયાના દરિયાકાંઠે કરવામાં આવે છે. આમાં મોટાભાગના જહાજોનો માલિકી હક એવી શેલ કંપનીઓ પાસે હોય છે, જે દુબઈ જેવા દેશોમાંથી ઓપરેશન થાય છે.
જહાજોના માલિક કોણ ?
નિષ્ણાતોનું કહેવું છે કે, શેડો શેડો ફ્લીટ અને ડાર્ક ફ્લીટ હેઠળ દોડતા જહાજોના માલિક કોણ છે અને તેનો વીમો કોણ કરે છે, તે જાણવું ખૂબ જ મુશ્કેલ છે. આવા જહાજો મોટાભાગે બંકરિંગ એટલે કે સમુદ્રની વચ્ચોવચ જઈને એક જહાજમાંથી બીજા જહાજમાં તેલ ટ્રાન્સફર કરતા હોય છે. આ જ કારણે તેઓ ક્યાંથી આવ્યા અને તે તેલ ક્યાંથી આવ્યું, તે ટ્રેક કરવું મુશ્કેલ પડી જાય છે.
આ પણ વાંચો : આખી દુનિયા કેમ સોનું ખરીદવા ઘેલી થઈ છે? લાંબા ગાળે તેજી યથાવત્ રહેશે કે નહીં
રશિયા-ઈરાન પ્રતિબંધી ક્રૂડ ઓઈલના મુખ્ય વિક્રેતા
વિશ્વમાં પ્રતિબંધી ક્રૂડ ઓઈલના મુખ્ય વિક્રેતા રશિયા અને ઈરાન છે, જેમાં ભારત અને ચીન સૌથી વધુ ખરીદી કરે છે. કેલ્પના રિપોર્ટ મુજબ, ભારત અને ચીને ઓક્ટોબરથી ડિસેમ્બર-2025માં શેડો ફ્લીથી લગભગ 20 ટકા ક્રૂડ ઓઈલ ખરીદ્યું છે. રશિયા-યુક્રેન વચ્ચે 2022માં યુદ્ધ શરૂ થયા બાદ શૈડો ફ્લીટ ચર્ચામાં આવ્યું છે. વાસ્તવમાં પશ્ચિમ દેશોએ રશિયન ક્રૂડ ઓઈલ પર પ્રતિબંધ લાદ્યો હતો, ત્યારબાદ રશિયાએ પોતાના ક્રૂડ ઓઈલની હેરાફેરી કરવા માટે ડાર્ક ફ્લીટનો ખેલ શરૂ કર્યો છે. 2022માં રશિયન બેડામાં આવા કુલ 97 જહાજ હતા, જોકે 2025 સુધીમાં તેની સંખ્યા 3313 પર પહોંચી ગઈ છે.
2025માં 30 કરોડ બેરલની હેરાફેરી !
2025માં ડાર્ક ફ્લીટ દ્વારા 100 બિલિયન ડૉલરનું ક્રૂડ ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું, જે વૈશ્વિક ઓઈલ આયાત-નિકાસનો કુલ 6થી 7 ટકા જેટલો છે. તેમાં એવું પણ કહેવાયું છે કે, 2025માં શેડો ફ્લીટ દ્વારા 299 મિલિયન બેરલ (29 કરોડ 90 લાખ બેરલ) ક્રૂડની હેરાફેરી કરવામાં આવી છે, જેમાંથી 63 મિલિયન બેરલ રશિયાના હતા. રસપ્રદ વાત એ છે કે, અમેરિકા અને સાઉદી અરેબિયા પણ પ્રતિબંધીત ક્રૂડના મુખ્ય નિકાસકાર છે. 2025માં ગેરકાયદે ક્રૂડની હેરાફેરી કરી રહેલા 686 જહાજો અને 196 કંપનીઓ પર પ્રતિબંધ લગાવાયો હતો. અનેક કાર્યવાહી, દેખરેખ હોવા છતાં શેડો ફ્લીટ તમામ રીતે ચકમો આપીને મોટાપાયે હેરાફેરી કરી રહ્યા છે, જેના પરથી કહી શકાય કે, તેઓનું સંચાલન ઘણુ મજબૂત હશે..
ભારત પણ શેડો ફ્લીટ દ્વારા ક્રૂડનો મુખ્ય આયાતકાર દેશ છે. અંદાજ મુજબ 2024માં રશિયાથી ભારત આવેલું ક્રૂડ ઓઈલમાંથી 9.5% ક્રૂડ શેડો ફ્લીટ દ્વારા આવ્યું હતું. અમેરિકાએ એપ્રિલમાં ટેરિફ ઝિંક્યા બાદ સત્તાવાર આંકડા મુજબ ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ઘટાડી છે. રશિયાએ ભારતમાં આયાત કરેલ ક્રૂડ જુલાઈ-2024માં સર્વોચ્ચ 45% પર પહોંચી ગયો હતો, જે ડિસેમ્બર-2025માં ઘટીને 32% થયો છે.
આ પણ વાંચો : 8મા પગાર પંચ પહેલા ખુશખબર, આ સરકારી કર્મીઓના પગાર-પેન્શનમાં ધરખમ વધારો


