Get The App

સેન્સેક્સનો 448 પોઈન્ટનો ઉછાળો અંતે ધોવાયો : આઈટી, ફાર્મામાં સેલિંગ

- સેન્સેક્સ ૨૭ પોઈન્ટ વધીને ૭૮૫૨૦ : નિફટી ૧૧ પોઈન્ટ વધીને ૨૪૩૬૫

- સ્મોલ, મિડ કેપ શેરોમાં ઉછાળે વેચવાલી

Updated: Apr 21st, 2026

GS TEAM

Google News
Google News
સેન્સેક્સનો 448 પોઈન્ટનો  ઉછાળો અંતે ધોવાયો : આઈટી, ફાર્મામાં સેલિંગ 1 - image

મુંબઈ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છાશવારે રંગ બદલતા હોઈ તેમના પર પૂરા વિશ્વને વિશ્વાસ નહીં હોઈ અને હવે ઈરાને પણ પ્રથમ મંત્રણાના દોર બાદ ટ્રમ્પ-અમેરિકાના હોર્મુઝ સ્ટ્રેટને ઈરાનના બંદરો પરથી વહન થતાં વાહનો માટે બ્લોક કરતાં અને કાર્ગો શીપને જપ્ત કરતાં ઈરાને મંત્રણાના બીજા દોરમાં જોડાવાનો ઈન્કાર કરી દેતાં મામલો ફરી બિચક્યો છે. આ બદલાયેલી પરિસ્થિતિએ વૈશ્વિક બજારોમાં આજે ફરી ગૂંગળામણ અનુભવાઈ હતી. ઈરાને પણ તેના કાર્ગો શીપને અમેરિકા દ્વારા જપ્ત કરાયા સામે ટૂંક સમયમાં કાર્યવાહી કરવાનો પડકાર આપતાં ફરી હોર્મુઝ માર્ગે ક્રુડ ઓઈલ, એલપીજી સહિતનું વહન અવરોધાવાના સંકેતે વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવ  ફરી પાંચથી છ ટકા વધી આવતાં વૈશ્વિક શેર બજારોમાં નરમાઈ  જોવાઈ હતી. શેરોમાં આજે આરંભમાં કેપિટલ ગુડઝ, ઓટો, કન્ઝયુમર ડયુરેબલ્સ સહિતમાં તેજીએ એક સમયે સેન્સેક્સ ૪૪૮.૯૧ પોઈન્ટ વધીને ૭૮૯૪૨.૪૫ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી આઈટી, મેટલ, ફાર્મા શેરો સહિતમાં વેચવાલીએ  સુધારો ધોવાઈ નીચામાં ૭૮૨૦૩.૩૦ સુધી આવી અંતે ૨૬.૭૬ પોઈન્ટ વધીને ૭૮૫૨૦.૩૦ બંધ રહ્યો હતો. નિફટી સ્પોટ ઉપરમાં ૨૪૪૮૦.૬૫ સુધી જઈ પાછો ફરી નીચામાં ૨૪૨૪૧.૨૫ સુધી આવી અંતે ૧૧.૩૦ પોઈન્ટ વધીને ૨૪૩૬૪.૮૫ બંધ રહ્યો હતો.

આઈટી ઈન્ડેક્સ ૨૪૨ પોઈન્ટ ઘટયો 

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફરી ફંડો વેચવાલ બનતાં નરમાઈ જોવાઈ હતી. માસ્ટેક રૂ.૬૦.૪૫ ઘટીને રૂ.૧૬૮૪.૪૫, ઝેગલ રૂ.૭.૧૫ ઘટીને રૂ.૨૫૩.૩૫, મેપમાય ઈન્ડિયા રૂ.૨૪.૮૫ ઘટીને રૂ.૯૨૭.૧૫, ડાટામેટિક્સ રૂ.૧૮.૪૦ ઘટીને રૂ.૭૨૯.૩૦, લેટેન્ટ વ્યુ રૂ.૭.૪૫ ઘટીને રૂ.૩૦૩.૨૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૪૧.૭૨ પોઈન્ટ ઘટીને ૩૦૪૫૪.૯૨ બંધ રહ્યો હતો.

ફાર્મા શેરોમાં ફંડોની નવી ખરીદી અટકી 

હેલ્થકેર-ફાર્મા શેરોમાં પણ ફંડોએ સાવચેતીમાં નવી મોટી ખરીદી અટકાવી હતી. અમેરિકા સાથે ભારતની ટ્રેડ ડિલ મામલે યોજાનારી વાટાઘાટ પર નજર અને ઈરાન-અમેરિકા યુદ્વ ફરી ભડકવાના ફફડાટે ફંડો સાવચેત બન્યા હતા. ઓર્ચિડ ફાર્મા રૂ.૨૨.૯૦ ઘટીને રૂ.૫૪૭.૬૦, એપીએલ લિ. રૂ.૨૫.૯૫ ઘટીને રૂ.૭૫૯, આરતી ફાર્મા રૂ.૨૦.૫૦ ઘટીને રૂ.૬૭૬.૧૦, એડવાન્સ એન્ઝાઈમ રૂ.૮.૯૫ ઘટીને રૂ.૨૯૯, ગુફિક બાયો રૂ.૮.૬૦ ઘટીને રૂ.૨૯૨.૭૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૧૨.૫૫ પોઈન્ટ ઘટીને ૪૩૪૭૪.૫૩ બંધ રહ્યો હતો.

પાવર-કેપિટલ ગુડઝ  શેરોમાં સિલેક્ટિવ તેજી 

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં આજે  આરંભથી  જ  સિલેક્ટિવ ખરીદી રહી હતી. ઉનાળાના કારણે દેશભરમાં વીજ વપરાશમાં ધરખમ વધારો થઈ રહ્યો હોઈ વીજ કંપનીઓ અને પાવર ઈક્વિપમેન્ટ કંપનીઓ માટે સારી તકોને લઈ આજે શેરોમાં ખરીદી રહી હતી. ભેલ રૂ.૮.૯૦ વધીને રૂ.૩૨૫.૬૦, પાવર ઈન્ડિયા રૂ.૭૩૨.૩૫ વધીને રૂ.૨૯,૬૫૨.૩૫, એબીબી ઈન્ડિયા રૂ.૧૨૫.૭૫ વધીને રૂ.૭૧૫૫.૭૦, ઝેનટેક રૂ.૨૭.૫૦ વધીને રૂ.૧૬૪૧.૮૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૬૧.૯૫ વધીને રૂ.૫૨૦૩.૭૦  રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૪૨૦.૮૯ પોઈન્ટ વધીને ૭૬૫૩૩.૧૦ બંધ રહ્યો હતો.

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડો હળવા થયા 

મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડો આજે ઉછાળે હળવા થયા હતા. નાલ્કો રૂ.૧૨.૦૫ ઘટીને રૂ.૪૨૬.૬૫, હિન્દાલ્કો રૂ.૨૩.૮૫ ઘટીને રૂ.૧૦૧૫.૧૦,વેદાન્તા રૂ.૧૬.૯૫ ઘટીને રૂ.૭૭૦.૬૫, એનએમડીસી રૂ.૮૮.૮૧, સેઈલ રૂ.૧ ઘટીને રૂ.૧૭૨.૫૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૬૦.૩૫ પોઈન્ટ ઘટીને ૪૨૨૫૫.૮૪  બંધ રહ્યો હતો.

ઓટોમોબાઈલ શેરોમાં  ઉછાળે સાવચેતી 

ઓટોમોબાઈલ શેરોમાં પણ આજે આરંભમાં ફંડો લેવાલ રહ્યા બાદ ઉછાળે નફારૂપી વેચવાલી નીકળતી જોવાઈ હતી. આઈશર મોટર્સ રૂ.૫૧.૧૫ વધીને રૂ.૭૨૪૦.૫૫, બોશ રૂ.૨૫૯.૩૫ વધીને રૂ.૩૭૭૬૪.૯૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૦.૨૦ વધીને રૂ.૩૨૧૯.૫૫, ટીવીએસ મોટર રૂ.૨૦.૮૫ વધીને રૂ.૩૭૬૪.૪૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૦૫.૮૭ પોઈન્ટ વધીને ૫૮૫૪૯.૯૫ બંધ રહ્યો હતો.

૨૫૯૩ શેરો પોઝિટીવ બંધ

સેન્સેક્સ, નિફટી બેઝડ ઉછાળે આંચકા આવ્યા બાદ અંતે સાધારણ પોઝિટીવ ટ્રેન્ડ સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ફરી ફંડો, ઓપરેટરો વ્યાપક વેચવાલ બનતા માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૮૬ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૮૧૦ અને ઘટનારની સંખ્યા ૨૫૯૩ રહી હતી.