Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ ૭૦૮૩૩થી ૭૩૦૧૧ વચ્ચે અથડાશે

By GS Team
4 Oct 20267 mins read
TukuTouch Logo
મુંબઈમાં અમેરિકાની મિડલ ઈસ્ટ તરફ યુદ્ધજહાજ રવાના કરવાની ઘટનાથી વેસ્ટ એશિયામાં યુદ્ધની શક્યતા વધી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ $102ને પાર થયા છે, જે $120-125 સુધી પહોંચી શકે છે. આનાથી મોંઘવારી વધશે. નિફ્ટી 22077થી 22766 વચ્ચે અથડાશે અને લોકોની ખરીદ શક્તિ ઘટવાની સાથે આર્થિક સંકટ બજારનું સેન્ટિમેન્ટ બગાડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવા સપ્તાહમાં સેન્સેક્સ ૭૦૮૩૩થી ૭૩૦૧૧ વચ્ચે અથડાશે

નિફટી ૨૨૦૭૭થી ૨૨૭૬૬ વચ્ચે અથડાશે
લોકોની ખરીદ શક્તિ ઘટવાની સાથે આર્થિક સંકટે બજારનું ઈન્વેસ્ટમેન્ટ સેન્ટીમેન્ટ પણ વધુ ખરાબ થવાની શકયતા
મુંબઈ : ઈરાનને પાષાણયુગમાં ધકેલવાની અમેરિકાની જીદ અને તાજેતરની વિમાન હાઈજેકના પ્રયાસની ઘટનાએ હજુ ઈઝરાયેલ પર ઝળુંબી રહેલા જોખમને લઈ ઈરાન પર વધુ ખુવાર કરતાં હુમલા શકય દેખાતા હોઈ અમેરિકાની મિડલ ઈસ્ટ તરફ યુદ્વ જહાજ અને સૈનિકોનો કાફલો રવાના કરવાના ડેવલપમેન્ટને જોતાં આગામી દિવસોમાં વેસ્ટ એશીયામાં યુદ્વની પરિસ્થિતિ વકરવાની પૂરી શકયતા જોવાઈ રહી છે. આ સંકેતો પાછળ વિશ્વને ઈંધણના પુરવઠાની સ્થિતિ પણ કથળવાના દેખાતા જોખમે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ ૧૦૨ ડોલરની સપાટી પણ કુદાવી ગયા છે. યુદ્વ આક્રમક બનવાના સંજોગોમાં ક્રુડના ભાવ ૧૨૦થી ૧૨૫ ડોલર જેટલા પણ પહોંચી શકે એવી સંભાવનાને જોતાં વિશ્વ અસાધારણ ફુગાવા-મોઘવારીના કળણમાં ખૂંપશે એ સ્પષ્ટ છે. ક્રુડના ભાવમાં ભડકો અને બીજી તરફ અલનીનોને કારણે દેશના ઘણા ભાગોમાં વરસાદની અછતને લઈ જળ સંકટ આગામી દિવસોમાં ઘેરું બનવાની અને કૃષિ પર માઠી અસર પડવાના સંજોગોમાં અન્ન પુરવઠાની અછતની પણ શકયતા જોવાઈ રહી હોઈ મોંઘવારી થી દેશની જનતા પણ ત્રાહિમામ પોકારી ઉઠે એવી શકયતા નકારી શકાય એમ નથી. આ સંજોગોમાં લોકોની ખરીદ શક્તિ ઘટવાની સાથે આર્થિક સંકટે બજારનું ઈન્વેસ્ટમેન્ટ સેન્ટીમેન્ટ પણ વધુ ખરાબ થવાની શકયતા રહેશે. યુ.એસ. બોન્ડ યીલ્ડમાં સતત વધારાને લઈ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની શેરો વેચીને એક્ઝિટને જોતાં લોકલ ફંડો, મ્યુચ્યુઅલ ફંડોના જોરે બજારને કેટલું ટકાવી શકાશે એ પણ મોટો સવાલ બની જશે. સેકન્ડરી માર્કેટમાં ઈન્વેસ્ટરોને રોકાણ પર મોટું નુકશાન આવવા લાગ્યા સાથે મ્યુચ્યુઅલ ફંડોની એનએવી પણ ગબડવા લાગી છે. નેગેટીવ વળતરના દિવસો દેખાવા લાગ્યા છે. આ સાથે પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓની વણઝાર સાથે હવે શેરોમાં નેગેટીવ રીટર્ન આવવા લાગતાં રોકાણકારોમાં ફસાઈ ગયાનો અફસોસ વર્તાવા લાગ્યો છે. આ પરિબળોને જોતાં આગામી સમય કપરો બની રહેવાની શકયતા નકારી શકાય નહીં. વૈશ્વિક અને સ્થાનિક પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૭૦૮૩૩થી ૭૩૦૧૧ વચ્ચે અને નિફટી સ્પોટ ૨૨૦૭૭થી ૨૨૭૬૬ વચ્ચે અથડાઈ શકે છે.
અર્જુનની આંખે :
AMBIKA COTTON MILLS LTD.
બીએસઈ(૫૩૧૯૭૮), એનએસઈ (AMBIKCO) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, ગેલેક્સી સર્ફેકટન્ટસ લિમિટેડ(AMBIKA COTTON MILLS LIMITED), કંપની ૧૦૦ ટકા દેવા-ડેટ ફ્રી અને ૭૫ ટકા આવક નિકાસમાંથી મેળવતી, મુખ્ય મથક કોઈમ્બતુર, દક્ષિણ ભારતમાં આવેલું છે. જે પ્રીમિયમ ગુણવત્તાવાળા કોમ્પેક્ટ યાર્નનું અગ્રણી ઉત્પાદક છે. કંપની હોઝિયરી અને નિટિંગ ક્ષેત્રને સર્વિસિઝ પૂરી પાડે છે. વર્ષ ૧૯૮૮માં સ્થાપના થયા બાદથી કંપનીએ ગુણવત્તા અને શ્રેષ્ઠતા માટે મજબૂત પ્રતિષ્ઠા ઊભી કરી છે અને દેશ-વિદેશના બજારોમાં વિશ્વસનીય નામ બન્યું છે. જેમાં તેના ઉત્પાદનનો નોંધપાત્ર હિસ્સો નિકાસ માટે ફાળવવામાં આવે છે. કંપની સ્પેશ્યાલિટી કોટન યાર્નનું ઉત્પાદન અને વેચાણ કરે છે. કંપની હોઝિયરી અને વણાટ માટે પ્રીમિયમ ગુણવત્તાવાળું કોમ્પેક્ટ અને ઈલાઈટ્વિસ્ટ કોટન યાર્ન બનાવે છે. કંપનીએ આયાતી અને સ્વદેશી કપાસના યોગ્ય મિશ્રણ દ્વારા પ્રીમિયમ ગુણવત્તાનું કોમ્પેક્ટ યાર્ન બનાવે છે, જેનો મુખ્યત્વે વધુ બારીક શર્ટિંગ માટે ઉપયોગ થાય છે. કંપની મુખ્યત્વે ૬૦એસથી ૧૦૦એસની ફાઈનર કાઉન્ટ રેન્જમાં કોટન યાર્ન સ્પિન કરે છે.
ભૌગોલિક આવક વિભાજન : એશિયામાંથી ૬૪ ટકા, ભારતમાંથી ૩૦.૫ ટકા, આફ્રિકામાંથી ૨.૭૫ ટકા, યુરોપમાંથી ૨.૫ ટકા અને ઉત્તર અમેરિકામાંથી ૦.૨૫ ટકા છે.
ક્ષમતા વિસ્તરણ : કંપનીએ ડિંડિગુલ ખાતે ૬૦૪૮ સ્પેશ્યાલિટી યાર્ન સ્પિન્ડલ્સ ઉમેર્યા છે અને મે ૨૦૨૬ સુધીમાં વધુ ૬૪૮૦ સ્પિન્ડલ્સ ઉમેરવાની યોજના છે. કુલ રૂ.૫૭ કરોડના મૂડી ખર્ચ દ્વારા આ વિસ્તરણ કરવામાં આવશે, જેનું ભંડોળ આંતરિક ઉપાર્જિત નાણા દ્વારા કરવામાં આવશે. જેથી ક્ષમતા વધીને, સ્વવપરાશી સોલાર પાવર સહિત કુલ ૧,૨૦,૮૧૬ સ્પિન્ડલ્સ થશે.
યાર્ન : અંબિકા કોટન મિલ્સ સ્પિનિંગ ઉદ્યોગમાં એક પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે અને ઉચ્ચ ગુણવત્તાવાળા કોમ્પેક્ટ અને ઈલાઈટ્વિસ્ટ કોટન યાર્નમાં વિશેષતા ધરાવે છે. ડિંડિગુલ, તમિલનાડુ ખાતે આવેલી પાંચ અત્યાધુનિક મેન્યુફેકચરીંગ યુનિટોમાં કુલ ૧,૦૮,૨૮૮ સ્પિન્ડલ્સની ક્ષમતા સાથે કંપની કાર્યરત છે. કંપનીની અત્યાધુનિક સ્પિનિંગ સુવિધાઓ વૈશ્વિક ગ્રાહકોની ઉચ્ચતમ ગુણવત્તાની માંગને પૂર્ણ કરે છે.
નિટિંગ : અંબિકાની ઈન્ટિગ્રેટેડ કામગીરી નિટિંગ સેગ્મેન્ટ સુધી વિસ્તરે છે, જ્યાં કંપની પોતાની આંતરિક નિષ્ણાતી અને પ્રીમિયમ યાર્નનો ઉપયોગ કરીને ઉચ્ચ ગુણવત્તાવાળા નીટેડ ફેબ્રિક્સનું ઉત્પાદન કરે છે. કંપની પાસે દૈનિક ૪૦,૦૦૦ કિલો યાર્નને ફેબ્રિકમાં પરિવર્તિત કરવાની ક્ષમતા છે, તેની નિટિંગ ડિવિઝન વૈશ્વિક ગ્રાહકોની કડક વિશિષ્ટતાઓને અનુરૂપ વિશ્વસનીય એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ પૂરા પાડે છે. કંપનીએ સ્ટેનર સવલત પણ સ્થાપિત કરી ચે અને વ્યુહાત્મક ભાગીદારી દ્વારા ડાયડ અને બ્લિચ્ડ ફેબ્રિક્સ માટે કોન્ટ્રેક્ટ મેન્યુફેકચરીંગ મારફતે વિશિષ્ટ ગ્રાહક જરૂરિયાતો પૂર્ણ કરે છે. ટેકનિકલ ચોકસાઈ અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રકચરને જોડીને અંબિકાની નિટિંગ કામગીરી વેલ્યુ એડીશન, સતત ગુણવત્તા અને ફાઈન નીટવેર ઉત્પાદનમાં નવીનતા પ્રત્યેની તેની પ્રતિબદ્વતાને દર્શાવે છે.
મેન્યુફેકચરીંગ સવલતો : કંપની પાસે ડિડિગુલ-તમિલનાડુ ખાતે પાંચ મેન્યુફેકચરીંગ સવલત છે. કંપની કોટન યાર્નના ફાઈનર કાઉન્ટસ, જેમાં કોમ્પેક્ટ યાર્નનો સમાવેશ થાય છે, નીટેડ ફેબ્રિક્સ અને વેસ્ટ કોટન બાયપ્રોડક્ટસના ઉત્પાદન માટે વિશેષતા ધરાવે છે. કંપનીની ઉત્પાદન ક્ષમતામાં સ્પિનિંગની પાંચ યુનિટોમાં કુલ ૧,૦૮,૨૮૮ સ્પિન્ડલ્સની સ્થાપિત ક્ષમતા, નિટિંગમાં દરરોજ ૪૦,૦૦૦ કિલો યાર્નને ફેબ્રિકમાં પરિવર્તિત કરવાની ક્ષમતા, રિન્યુએબલ એનજીૅમાં કંપની તિરૂનલવેલી, ધરમપુરમ અને થેની જિલ્લાઓમાં કુલ ૨૭.૪ મેગાવોટ ક્ષમતાની વિન્ડમિલ્સ તથા પ્લાન્ટો પર ૮.૩૩ મેગાવોટ રૂફટોપ સોલાર ઈન્સ્ટોલેશન્સ છે, જે કુલ ઉર્જા જરૂરિયાતના ૮૨થી ૮૪ ટકા જેટલી જરૂરિયાત પૂરી કરે છે.
ઉત્પાદન અને વેચાણ નાણા વર્ષ ૨૦૨૫ : કોટન યાર્નનું ૧૫૧.૭૪ લાખ કિલો ઉત્પાદન અને ૮૯.૪૨ લાખ કિલો વેચાણ, કોટન યાર્ન (કેપ્ટિવ) ૪૬.૧૦ લાખ કિલો આંતરિક વપરાશ, કોટન ફેબ્રિક્સ (નિટેડ) ૫૯.૩૭ લાખ કિલો ઉત્પાદન, ૬૦.૬૬ લાખ કિલો વેચાણ.
આંતરરાષ્ટ્રીય સર્ટિફિકેશન્સ : (૧) OEKO-TEX(૨) GLOBAL ORGANIC TEXTILE STANDARD (૩)SUPIMA (૪)COTTON USA(૪) BETTER COTTON INITIATIVE(૪)ORGANIC CONTENT STANDARD(૫)GLOBAL RECYCLED STANDARD (૬)FSC CHAIN OF CUSTODY(૭)COTTON MADE IN AFRICA(૮)US COTTON PROTOCOL MEMBER(૯)BMP COTTON FROM AUSTRALIA(૧૦)SEDEX.
કંપનીની ૩૮મી એજીએમમાં ચેરમેને આપેલા નિવેદન મુજબ કંપનીએ નાણા વર્ષ ૨૦૨૫-૨૬માં આંતરિક સ્ત્રોતો થકી રૂ.૬૯.૯૬ કરોડ જેટલું રોકાણ કર્યું છે. ૨૬, સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ કાર્યરત થયેલી વધુ સ્પિન્ડલ ક્ષમતા સાથે કુલ સ્થાપિત સ્પિન્ડલ ક્ષમતા ૧,૨૦,૮૧૬ સ્પિન્ડલની થઈ છે. નવા પગલાંમાં કંપની યુનિટ ફોરનું રૂ.૧૩૫ કરોડથી રૂ.૧૩૮ કરોડ જેટલા રોકાણથી આધુનિકીકરણ કરવાની યોજના છે. આ માટે ફંડ સંપૂર્ણ આંતરિક નાણા સ્ત્રોત થકી જોગવાઈ કરાશે. જે માર્ચ ૨૦૨૭માં કાર્યરત કરવાનું લક્ષ્ય છે.
કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ : ચોખ્ખી આવક ૧૧ ટકા વધીને રૂ.૭૮૧ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો પાંચ ટકા ઘટીને રૂ.૯૬ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૯.૨૧ ટકા થકી ચોખ્ખો નફો ૯ ટકા ઘટીને રૂ.૭૨કરોડ હાંસલ કરી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૧૨૫ નોંધાવી છે.
(૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૬થી જૂન ૨૦૨૬ : ચોખ્ખી આવક૩૪ ટકા વધીને રૂ.૧૯૨ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૬૨ ટકા વધીને રૂ.૩૫ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૩ ટકા થકી ચોખ્ખો નફો ૬૨ ટકા વધીને રૂ.૨૬ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૪૪.૮૯ હાંસલ કરી છે.
(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬થી માર્ચ ૨૦૨૭ : અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૯૭૫ કરોડ થકી કરવેરા પૂર્વેનો નફો રૂ.૧૩૭ કરોડ અપેક્ષિત સાથે નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૦.૫૦ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૦૩ કરોડ મેળવી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૧૮૦ અપેક્ષિત છે.
બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૨ના રૂ.૧૨૬૬, માર્ચ ૨૦૨૩ના રૂ.૧૪૨૬, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૫૦૦, માર્ચ ૨૦૨૫ના રૂ.૧૫૭૯, માર્ચ ૨૦૨૬ના રૂ.૧૬૬૭, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૧૮૪૭
શેર દીઠ કમાણી-ઈપીએસ : માર્ચ ૨૦૨૨ના રૂ.૩૧૪, માર્ચ ૨૦૨૩ના રૂ.૧૯૫, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૧૦, માર્ચ ૨૦૨૫ના રૂ.૧૧૫, માર્ચ ૨૦૨૬ના રૂ.૧૨૫, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૧૮૦
ડિવિડન્ડ : વર્ષ ૨૦૨૨માં ૩૫૦ ટકા, વર્ષ ૨૦૨૩માં ૩૫૦ ટકા, વર્ષ ૨૦૨૪માં ૩૫૦ ટકા, વર્ષ ૨૦૨૫માં ૩૭૦ ટકા, વર્ષ ૨૦૨૬માં ૩૭૦ ટકા. કંપની ૩૦ ટકા ડિવિડન્ડ પે-આઉટ રેશિયો જાળવી રહી છે.
શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર્સ હસ્તક ૫૦.૩૫ ટકા, મ્યુચ્યુઅલ ફંડો પાસે ૧.૭૧ ટકા, એફઆઈઆઈઝ પાસે ૦.૪૭ ટકા, એચએનઆઈઝ અને અન્યો પાસે ૧૩.૪૫ ટકા, રિટેલ રોકાણકારો પાસે ૩૪.૨૬ ટકા છે.
બોનસ ઈસ્યુ : કંપનીની કુલ ઈક્વિટીમાંથી ૫૨ ટકા બોનસ ઈક્વિટી છે.
આરઓસીઈ : વર્ષ ૨૦૨૨માં ૩૮ ટકા, વર્ષ ૨૦૨૩માં ૨૧ ટકા, વર્ષ ૨૦૨૪માં ૧૧ ટકા, વર્ષ ૨૦૨૫માં ૧૧ ટકા અને વર્ષ ૨૦૨૬માં ૧૨ ટકા
ઈક્વિટી પર વળતર-આરઓઈ : ૧૦ વર્ષમાં ૧૨ ટકા, પાંચ વર્ષમાં ૧૨ ટકા, ત્રણ વર્ષમાં ૭ ટકા અને પાછલા વર્ષમાં ૮ ટકા
કમ્પાઉન્ડેડ વેચાણ વૃદ્વિ : ૧૦ વર્ષમાં પાંચ ટકા, પાંચ વર્ષમાં ૪ ટકા, ત્રણ વર્ષમાં નેગેટીવ ૩ ટકા, ટીટીએમ ૨૪ ટકા
કમ્પાઉન્ડેડ નફા વૃદ્વિ : ૧૦ વર્ષમાં પાંચ ટકા, પાંચ વર્ષમાં એક ટકા, ત્રણ વર્ષમાં નેગેટીવ ૧૪ ટકા અને ટીટીએમ ૩૫ ટકા
શેર ભાવ સીએજીઆર : ૧૦ વર્ષમાં ૬ ટકા, પાંચ વર્ષમાં ૬ ટકા, ત્રણ વર્ષમાં શૂન્ય ટકા, એક વર્ષમાં ૬ ટકા
ઓપરેટીંગ પ્રોફિટ માર્જિન : વર્ષ ૨૦૨૨માં ૨૫ ટકા, વર્ષ ૨૦૨૩માં ૨૧ ટકા, વર્ષ ૨૦૨૪માં ૨૦ ટકા, વર્ષ ૨૦૨૫માં ૨૦ ટકા, વર્ષ ૨૦૨૬માં ૧૯ ટકા.
ઉદ્યોગની અન્ય કંપનીઓ (પીયર)સાથે તુલના : વર્ધમાન ટેક્સટાઈલ્સ ૧૯, ટ્રાઈડેન્ટ લિમિટેડ ૨૯, કેપીઆર મિલ્સ લિમિટેડ ૩૬, સુપર સેલ્સ ૨૯ ટકા, ઉદ્યોગનો સરેરાશ પી/ઈ ૨૭ અને અંબિકા કોટન મિલ્સ નાણા વર્ષ ૨૦૨૬-૨૭માં અપેક્ષિત ઈપીએસ મુજબ ૮.૫૦ પી/ઇ.
આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨)૧૦૦ ટકા ડેટ ફ્રી, અંબિકા કોટન મિલ્સ લિમિટેડ, પૂર્ણ નાણા વર્ષ ૨૦૨૬-૨૭માં અપેક્ષિત ઈપીએસ રૂ.૧૮૦ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૧૮૪૭ સામે શેર રૂ.૧૫૧૧ ભાવે, ૮.૫૦ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.