રૂપિયાના પતન પાછળ સેન્સેક્સ 1020 પોઈન્ટ તૂટીને 58099

- નિફટી ૩૦૨ પોઈન્ટ ગબડીને ૧૭૩૨૭ : બેંકેક્સ ૧૧૫૯ પોઈન્ટ, કન્ઝયુમર ઈન્ડેક્સ ૭૬૦ પોઈન્ટ તૂટયા

- FPIની કેશમાં રૂ.૨૯૦૦ કરોડની જંગી ચોખ્ખી વેચવાલી : સ્મોલ, મિડ કેપ શેરોમાં ધબડકો


મોંઘવારીને કાબૂમાં લેવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા હવે વ્યાજ દરમાં મોટો વધારો કરશે

મુંબઈ : યુ.એસ. ફેડરલ રિઝર્વ, બેંક ઓફ ઈંગ્લેન્ડ સહિતની વિશ્વના ઘણા દેશોની સેન્ટ્રલ બેંકોએ  ફુગાવા-મોંઘવારીને કાબૂમાં લેવા વ્યાજ દરમાં અડધા થી પોણા ટકાનો વધારો કરતાં અમેરિકી ડોલર સામે વૈશ્વિક ચલણોના મૂલ્યમાં ઐતિહાસિક ધોવાણ સાથે આજે ભારતીય રૂપિયાનું પણ ઐતિહાસિક પતન  થઈ ૮૧ની સપાટી પાર કરી જતાં શેરોમાં ધબડકાએ સેન્સેક્સ ૧૦૨૦.૮૦ પોઈન્ટ તૂટીને ૫૮૦૯૮.૯૨ અને નિફટી સ્પોટ ૩૦૨.૪૫ પોઈન્ટ ગબડીને ૧૭૩૨૭.૩૫ રહ્યા હતા. યુ.એસ. ૧૦ વર્ષિય બોન્ડ યીલ્ડમાં વધારા સાથે ડોલર ઈન્ડેક્સ મજબૂત બનતાં ફોરેન ફંડોની ઈન્ડિયા એક્ઝિટ થતી જોવાઈ હતી. ફુગાવાને કાબૂમાં લેવા અને રૂપિયાના પતનને ધ્યાનમાં લેતાં હવે  રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પણ આગામી દિવસોમાં વ્યાજ દરમાં મોટો વધારાની પૂરી શકયતાએ શેરોમાં સાર્વત્રિક કડાકો બોલાઈ ગયો હતો. ફોરેન  પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો(એફપીઆઈઝ)ની શેરોમાં ફરી મોટી વેચવાલી થવા લાગ્યા સાથે લોકલ ફંડોની મર્યાદિત ખરીદી બજારના ધોવાણને અટકાવી શકવા અસમર્થ રહી હતી. વૈશ્વિક બજારોની ઉથલપાથલ સાથે બજારમાં વિશ્વાસની કટોકટી સર્જાવા લાગતાં બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ, મેટલ શેરોમાં મોટાપાયે ઓફલોડિંગ થયું હતું. અમેરિકી ડોલર સામે રૂપિયો ૧૩ પૈસા ઘટીને 

૮૦.૯૯ રહ્યો હતો. 

બેંકેક્સ ૧૧૫૯ પોઈન્ટ તૂટયો : ફેડરલ બેંક, બેંક ઓફ બરોડા, એયુ બેંક, સ્ટેટ બેંક, બંધન બંકમાં ગાબડાં

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ સતત બીજા દિવસે હેમરીંગ કરતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૧૫૯.૧૬ પોઈન્ટ તૂટીને ૪૫૨૮૦.૯૦ બંધ રહ્યો હતો. ફેડરલ બેંક રૂ.૬.૨૦ તૂટીને રૂ.૧૧૬.૭૫, બેંક ઓફ બરોડા રૂ.૬ ઘટીને રૂ.૧૩૨.૪૦, એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક રૂ.૨૨.૩૫ તૂટીને રૂ.૬૪૦, બંધન બેંક રૂ.૯.૨૦ ઘટીને રૂ.૨૭૮.૧૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૬.૯૫ ઘટીને રૂ.૫૫૦.૪૫, એચડીએફસી બેંક રૂ.૩૯.૨૦ ઘટીને રૂ.૧૪૪૬.૫૦, એક્સિસ બેંક રૂ.૨૦.૧૦ ઘટીને રૂ.૭૬૯, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૦.૧૦ ઘટીને રૂ.૮૮૨.૭૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૯.૧૫ ઘટીને 

રૂ.૧૮૬૨.૪૦ રહ્યા હતા.

મહિન્દ્રા ફાઈનાન્સ રૂ.૨૯ તૂટીને રૂ.૧૯૪ : પ્રુડેન્ટ રૂ.૪૯ તૂટીને રૂ.૬૦૧ : ચૌલા, પીએનબી ગબડયા

મહિન્દ્રા ફાઈનાન્શિયલને લોન રિકવરી માટે એજન્ટ રોકવા પર રોકને લઈ ફંડોની વેચવાલીએ રૂ.૨૯.૩૦ ઘટીને રૂ.૧૯૪.૪૫, પ્રુડેન્ટ એડવાઈઝર રૂ.૪૮.૯૫ ઘટીને રૂ.૬૦૧.૩૦, ચૌલા ઈન્વેસ્ટ રૂ.૪૬.૫૦ ઘટીને રૂ.૭૩૮.૧૦, પીએનબી રૂ.૨.૩૦ ઘટીને રૂ.૩૮.૧૫, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ રૂ.૭.૧૦ ઘટીને રૂ.૧૧૮.૨૦, જેએસડબલ્યુ હોલ્ડિંગ રૂ.૨૩૪.૭૦ તૂટીને રૂ.૪૦૦૦, કેનેરા બેંક રૂ.૧૩.૭૫ ઘટીને રૂ.૨૨૯.૧૫ રહ્યા હતા. અલબત જેએમ ફાઈનાન્શિયલ રૂ.૩.૯૫ વધીને રૂ.૭૫.૩૫, ક્રિસિલ રૂ.૩૧.૧૦ વધીને રૂ.૩૨૮૫ રહ્યા હતા.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ડિક્સન રૂ.૧૪૨ તૂટીને રૂ.૪૩૨૫ : બજાજ ઈલેક્ટ્રિક, ટાઈટન તૂટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોની મોટાપાયે વેચવાલી થતાં બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૭૬૦.૮૭ પોઈન્ટ તૂટીને ૪૨૪૪૯.૭૭ બંધ રહ્યો હતો. ડિક્સન ટેકનોલોજી રૂ.૧૪૨.૨૦ તૂટીને રૂ.૪૩૨૫.૧૦, આદિત્ય બિરલા ફેશન રૂ.૧૦.૦૫ ઘટીને રૂ.૩૩૪.૬૦, બજાજ ઈલેક્ટ્રિક રૂ.૩૧.૮૫ ઘટીને રૂ.૧૦૭૮.૨૫, ટાઈટન કંપની રૂ.૬૫.૪૫ ઘટીને રૂ.૨૬૭૨.૪૫ રહ્યા હતા.

સેન્સેક્સ, નિફટીના કડાકા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક ગાબડાં : ૨૫૮૦ શેરો નેગેટીવ બંધ

ફોરેન ફંડોની ઈન્ડેક્સ સેન્સેક્સ, નિફટી બેઝડ મોટી વેચવાલી થવા સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં સતત વ્યાપક વેચવાલી થતાં માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૮૭  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા માત્ર ૮૯૬  અને  ઘટનારની ૨૫૮૦ રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. ૪.૯૦ લાખ કરોડ ઘટીને રૂ.૨૭૬.૬૪ લાખ કરોડ

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે વ્યાપક ગાબડાં પડયા સાથે ફ્રન્ટલાઈન, હેવીવેઈટ શેરોમાં કડાકો બોલાઈ જતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૪.૯૦ લાખ કરોડ ઘટીને રૂ.૨૭૬.૬૪ લાખ કરોડ રહી ગયું હતું.

FPI/FIIની કેશમાં રૂ.૨૯૦૦ કરોડની જંગી ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૯૯ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો-એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૨૮૯૯.૬૯ કરોડના શેરોની જંગી ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૬૨૬૫.૨૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૧૬૪.૯૦ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો આજે કેશ સેગ્મેન્ટમાં રૂ.૨૯૯.૧૦ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૬૪૩૬.૧૧  કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૧૩૭.૦૧કરોડની વેચવાલી થઈ હતી.

City News

Sports

RECENT NEWS