Get The App

સેન્સેકસ 558 પોઈન્ટ ગબડી 83674

- નિફટી ૧૪૬ પોઈન્ટ ઘટી ૨૫૮૦૭ બંધ : AIની પ્રતિકૂળ અસરના ગભરાટે આઈટી શેરોમાં ધબડકો સેન્સેકસ ૫૫૮ પોઈન્ટ ગબડી ૮૩૬૭૪ મુંબઈ : અમેરિકા તથા ઈરાન વચ્ચે વધેલી ભૌગોલિકરાજકીય તાણ તથા આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ને કારણે ઈનફમેશન ટેકનોલોજી (આઈટી) શેરોમાં થયેલા ધોવાણને પરિણામે ગુરુવારે ભારતીય શેરબજારનું માનસ ખરડાયું હતું અને બેન્ચમાર્ક સેન્સેકસ ૮૪૦૦૦ની અંદર ઊતરી ગયો હતો. અમેરિકામાં રોજગારના આંકડા અપેક્ષા કરતા સારા આવતા નજીકના ગાળામાં વ્યાજ દરમાં ઘટાડાની શકયતા ઘટી ગઈ હતી જેને કારણે પણ નિકાસ લક્ષી આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. આઈટી ઉપરાંત રિઅલ્ટી, એફએમસીજી તથા ઓઈલ અને ગેસમાં પણ નરમાઈ જોવા મળી હતી. બીએસઈ સેન્સેકસ ઉપરમાં ૮૪૦૬૧.૬૨ અને નીચામાં ૮૩૫૧૬.૬૭ રહી છેવટે ૫૫૮.૭૨ ઘટી ૮૩૬૭૪.૯૨ બંધ રહ્યો હતો. નિફટી૫૦ ઈન્ડેકસ ઉપરમાં ૨૫૯૦૬.૭૦ અને નીચામાં ૨૫૭૫૨.૪૦ રહી છેવટે ૧૪૬.૬૫ ઘટી ૨૫૮૦૭.૨૦ બંધ રહ્યો હતો. બીએસઈ પર માર્કેટ બ્રેડથ નેગેટિવ રહી હતી. ૧૬૩૪ શેરોના ભાવમાં વધારો થયો હતો જ્યારે ૨૫૮૨ના ભાવ ઘટયા હતા અને ૧૬૯ના ફેરફાર વગરના રહ્યા હતા. એઆઈ દ્વારા ખલેલની ચિંતાને પગલે નિફટી આઈટી ઈન્ડેકસમાં ૧૯૩૪ પોઈન્ટનું પ્રચંડ ગાબડું એઆઈને કારણે વેપાર પર ખલેલ પડવાની ચિંતા વધુ ઘેરી બનવા લાગતા આઈટી શેરોમાં સતત વેચવાલી આવી રહી છે. રોકાણકારો નફો બુક કરી હળવા થઈ રહ્યા છે. અમેરિકામાં રોજગારના ડેટા સારા આવતા નજીકના ભવિષ્યમાં વ્યાજ દરમાં ઘટાડો નહીં થાય તેવી ગણતરીએ પણ ભારતની આઈટી કંપનીઓ દબાણ હેઠળ આવી ગઈ હતી. નિફટી આઈટી ઈન્ડેકસમાંની દરેક ઘટક કંપનીના શેરો તૂટયા હતા. ઈન્ફોસિસ રૂપિયા ૮૫.૯૦ ઘટી રૂપિયા ૧૩૮૬.૦૦, વિપ્રો રૂપિયા ૧૦.૭૩ ઘટી રૂપિયા ૨૧૯.૦૮, ટીસીએસ રૂપિયા ૧૫૯.૭૦ ઘટી રૂપિયા ૨૭૫૦.૧૦, એચસીએલ ટેક રૂપિયા ૭૫.૫૦ ઘટી રૂપિયા ૧૪૭૬.૧૦, ટેક મહિન્દ્રા રૂપિયા ૯૭.૮૦ ઘટી રૂપિયા ૧૫૩૬.૬૦ બંધ રહ્યો હતો. દેશના દ્વીતિય શ્રેણીના શહેરોમાં રહેઠાણ વેચાણમાં ઘટાડો થયાના અહેવાલે રિઅલ્ટી શેરોમાં વેચવાલી ૨૦૨૫ના વર્ષમાં દેશના ૧૫ દ્વીતિય શ્રેણીના શહેરોમાં રહેઠાણ વેચાણમાં દસ ટકા ઘટાડો નોંધાયાના અહેવાલથી રિઅલ્ટી શેરોમાં વેચવાલી આવી હતી. ફિનિકસ મિલ્સ રૂપિયા ૫.૦૦ ઘટી રૂપિયા ૧૭૭૯, ઓબેરોય રિઅલ્ટી રૂપિયા ૧૦.૭૦ ઘટી રૂપિયા ૧૫૬૬.૬૦, શોભા રૂપિયા ૧૮.૨૦ ઘટી રૂપિયા ૧૫૩૦.૮૦, ગોદરેજ પ્રોપ. રૂપિયા ૩૦.૪૦ ઘટી રૂપિયા ૧૮૨૧.૭૦, ડીએલએફ રૂપિયા ૨૦.૨૫ ઘટી રૂપિયા ૬૫૧.૮૦ બંધ રહ્યા હતા. એફએમસીજી શેરોમાં મિશ્ર પ્રવાહઃ બ્રિટાનિયા, યુનાઈટેડ સ્પિરિટસ, પતંજલિ ફૂડસ, મેરિકો વધ્યા ફાસ્ટ મુવિંગ કન્ઝયૂમર ગુડસ (એફએમસીજી) ક્ષેત્રમાં પસંદગીના શેરોમાં રોકાણકારોની નીચા મથાળે લેવાલી રહી હતી. બ્રિટાનિયા રૂપિયા ૮૩.૦૦ વધી રૂપિયા ૬૧૦૨.૦૦, યુનાઈટેડ સ્પિરિટસ રૂપિયા ૪.૫૦ વધી રૂપિયા ૧૪૧૭.૪૦, પતંજલિ ફૂડસ રૂપિયા ૧.૪૦ વધી રૂપિયા ૫૨૩.૧૫, મેરિકો રૂપિયા ૦.૨૫ વધી રૂપિયા ૭૭૦.૬૫ બંધ રહ્યો હતો. ડિસેમ્બર ત્રિમાસિક પરિણામ બાદ એચયુએલ રૂપિયા ૫૩.૨૦ ઘટી રૂપિયા ૨૪૦૯.૭૦, ઈમામી રૂપિયા ૫.૫૫ ઘટી રૂપિયા ૪૯૫.૩૫, આઈટીસી રૂપિયા ૦.૮૦ ઘટી રૂપિયા ૩૧૭.૪૫ તથા ડાબર ઈન્ડિયા રૂપિયા ૨.૮૦ ઘટી રૂપિયા ૫૧૯.૫૫ બંધ રહ્યો હતો. અમેરિકા તાૃથા ઈરાન વચ્ચે તાણ વાૃધતા ક્રુડ તેલના ભાવ ઊંચકાવાને પગલે ઓઈલ એન્ડ ગેસ શેરોમાં નરમાઈ અમેરિકા તથા ઈરાન વચ્ચેની ભૌગોલિકરાજકીય તાણ વધી જતા ક્રુડ તેલના ભાવ ઊંચકાયા હતા જેને પરિણામે ભારતમાં કાર્યરત ઓઈલ રિફાઈનિંગ કંપનીઓના સ્ટોકસમાં નરમાઈ જોવા મળી હતી. આઈજીએલ રૂપિયા ૬.૭૧ ઘટી રૂપિયા ૧૬૯.૬૧, બીપીસીએલ રૂપિયા ૯.૯૦ ઘટી રૂપિયા ૩૭૭.૭૦, મહાનગર ગેસ રૂપિયા ૨૭.૦૦ ઘટી રૂપિયા ૧૧૫૩.૨૦, આઈઓસી રૂપિયા ૩.૨૦ ઘટી રૂપિયા ૧૭૮.૧૧, હિન્દપેટ્રો રૂપિયા ૯.૪૦ ઘટી રૂપિયા ૪૫૨.૩૫, પેટ્રોનેટ એલએનજી રૂપિયા ૬.૭૫ ઘટી રૂપિયા ૨૯૭.૧૫ બંધ રહ્યો હતો. ઓએનજીસી રૂપિયા ૧.૭૫ વધી રૂપિયા ૨૭૬.૩૫ રહ્યો હતો. ક્રુડ તેલના ભાવ વધવાને કારણે તેલ કંપનીઓના માર્જિન પર દબાણ આવી જવાની ગણતરીએ રોકાણકારોની વેચવાલી આવી હતી. ઈરાન તથા અમેરિકા વચ્ચે વાટાઘાટ નિષ્ફળ રહેશે તો યુદ્ધનો ખતરો નકારાતો નથી. જાન્યુઆરીના વેચાણ આંક જાહેર ાૃથયા બાદ ઓટોમાં પસંદગીના શેરોમાં આકર્ષણ જાન્યુઆરીના ઓટો રિટેલ વેચાણ આંક જાહેર થયા બાદ પસંદગીના ઓટો શેરોમાં આકર્ષણ જોવા મળ્યું હતું. હીરો મોટો રૂપિયા ૫૦.૫૦ વધી રૂપિયા ૫૭૩૩.૦૦, ટીવીએસ મોટર રૂપિયા ૧૬.૧૦ વધી રૂપિયા ૩૮૮૧.૨૦, મધરસન રૂપિયા ૨.૫૭ વધી રૂપિયા ૧૩૨.૭૪, અશોક લેલેન્ડ રૂપિયા ૪.૬૭ વધી રૂપિયા ૨૧૧.૦૨ રહ્યા હતા જ્યારે ટીએમપીવી રૂપિયા ૧.૨૫ ઘટી રૂપિયા ૩૮૩.૪૫, એકસાઈડ ઈન્ડ. રૂપિયા ૩.૦૫ ઘટી રૂપિયા ૩૩૮.૦૫ તથા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂપિયા ૮૧.૮૦ ઘટી રૂપિયા ૩૫૯૩.૧૦ રહ્યા હતા. એફઆઈઆઈની કેશમાં રૂપિયા ૧૦૮.૪૨કરોડની અને ડીઆઈઆઈની રૂ.૨૭૬.૮૫ કરોડની નેટ ખરીદી ગુરુવારે એફઆઈઆઈની ભારતીય બજારમાં રૂપિયા ૧૭૯૪૯.૫૨ કરોડની લેવાલી સામે રૂપિયા ૧૭૮૪૧.૧૦ કરોડની વેચવાલી સાથે રૂપિયા ૧૦૮.૪૨ કરોડની નેટ લેવાલી રહી હતી. બીજી બાજુ ડીઆઈઆઈની રૂપિયા ૧૭૨૧૩.૮૫ કરોડની લેવાલી સામે રૂપિયા ૧૬૯૩૭.૦૦ કરોડની વેચવાલી સાથે નેટ રૂપિયા ૨૭૬.૮૫ કરોડની લેવાલી રહી હતી. વર્તમાન મહિનામાં એફઆઈઆઈ ભારતીય બજારમાં સતત લેવાલ રહ્યા છે. બીએસઈ લિસ્ટેડ શેરોની એકંદર માર્કેટ કેપ રૂપિયા ૨.૫૦ લાખ કરોડ ઘટી રૂપિયા ૪૭૨ લાખ કરોડ રહી હતી.

- રોકાણકારોની સંપતિ રૂપિયા ૨.૫૦ લાખ કરોડ ઘટી રૂપિયા ૪૭૨ લાખ કરોડઃ એફઆઇઆઇની રૂ.૧૦૮ કરોડની ખરીદી

Updated: Feb 13th, 2026

GS TEAM

Google News
Google News
સેન્સેકસ 558 પોઈન્ટ  ગબડી 83674 1 - image

મુંબઈ : અમેરિકા તથા ઈરાન વચ્ચે વધેલી ભૌગોલિકરાજકીય તાણ તથા આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ને કારણે ઈનફમેશન ટેકનોલોજી (આઈટી) શેરોમાં થયેલા ધોવાણને પરિણામે ગુરુવારે ભારતીય શેરબજારનું માનસ ખરડાયું હતું અને બેન્ચમાર્ક સેન્સેકસ ૮૪૦૦૦ની અંદર ઊતરી ગયો હતો. અમેરિકામાં રોજગારના આંકડા અપેક્ષા કરતા સારા આવતા નજીકના ગાળામાં વ્યાજ દરમાં ઘટાડાની  શકયતા ઘટી ગઈ હતી જેને કારણે પણ નિકાસ લક્ષી આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. આઈટી ઉપરાંત રિઅલ્ટી, એફએમસીજી તથા ઓઈલ અને ગેસમાં પણ નરમાઈ જોવા મળી હતી. બીએસઈ સેન્સેકસ ઉપરમાં ૮૪૦૬૧.૬૨ અને નીચામાં ૮૩૫૧૬.૬૭ રહી છેવટે ૫૫૮.૭૨ ઘટી ૮૩૬૭૪.૯૨ બંધ રહ્યો હતો. નિફટી૫૦ ઈન્ડેકસ ઉપરમાં ૨૫૯૦૬.૭૦ અને નીચામાં ૨૫૭૫૨.૪૦ રહી છેવટે ૧૪૬.૬૫ ઘટી ૨૫૮૦૭.૨૦ બંધ રહ્યો હતો. બીએસઈ પર માર્કેટ બ્રેડથ નેગેટિવ રહી હતી. ૧૬૩૪ શેરોના ભાવમાં વધારો થયો હતો જ્યારે ૨૫૮૨ના ભાવ ઘટયા હતા અને ૧૬૯ના ફેરફાર વગરના રહ્યા હતા. 

એઆઈ દ્વારા ખલેલની ચિંતાને  પગલે નિફટી આઈટી ઈન્ડેકસમાં ૧૯૩૪ પોઈન્ટનું પ્રચંડ ગાબડું

એઆઈને કારણે વેપાર પર ખલેલ પડવાની ચિંતા વધુ ઘેરી બનવા લાગતા આઈટી શેરોમાં સતત વેચવાલી આવી રહી છે. રોકાણકારો નફો બુક કરી હળવા થઈ રહ્યા છે. અમેરિકામાં રોજગારના ડેટા સારા આવતા નજીકના ભવિષ્યમાં વ્યાજ દરમાં ઘટાડો નહીં થાય તેવી ગણતરીએ પણ ભારતની આઈટી કંપનીઓ દબાણ હેઠળ આવી ગઈ હતી. નિફટી આઈટી ઈન્ડેકસમાંની દરેક ઘટક કંપનીના શેરો તૂટયા હતા. ઈન્ફોસિસ રૂપિયા ૮૫.૯૦ ઘટી રૂપિયા ૧૩૮૬.૦૦, વિપ્રો રૂપિયા ૧૦.૭૩ ઘટી રૂપિયા ૨૧૯.૦૮, ટીસીએસ રૂપિયા ૧૫૯.૭૦ ઘટી રૂપિયા ૨૭૫૦.૧૦, એચસીએલ ટેક રૂપિયા ૭૫.૫૦ ઘટી રૂપિયા ૧૪૭૬.૧૦, ટેક મહિન્દ્રા રૂપિયા ૯૭.૮૦ ઘટી રૂપિયા ૧૫૩૬.૬૦ બંધ રહ્યો હતો. 

દેશના દ્વીતિય શ્રેણીના શહેરોમાં રહેઠાણ વેચાણમાં ઘટાડો થયાના અહેવાલે રિઅલ્ટી શેરોમાં વેચવાલી 

૨૦૨૫ના વર્ષમાં દેશના ૧૫ દ્વીતિય શ્રેણીના શહેરોમાં રહેઠાણ વેચાણમાં દસ ટકા ઘટાડો નોંધાયાના અહેવાલથી રિઅલ્ટી શેરોમાં વેચવાલી આવી હતી. ફિનિકસ મિલ્સ રૂપિયા ૫.૦૦ ઘટી રૂપિયા ૧૭૭૯, ઓબેરોય રિઅલ્ટી રૂપિયા ૧૦.૭૦ ઘટી રૂપિયા ૧૫૬૬.૬૦, શોભા રૂપિયા ૧૮.૨૦ ઘટી રૂપિયા ૧૫૩૦.૮૦, ગોદરેજ પ્રોપ. રૂપિયા ૩૦.૪૦ ઘટી રૂપિયા ૧૮૨૧.૭૦, ડીએલએફ રૂપિયા ૨૦.૨૫ ઘટી રૂપિયા ૬૫૧.૮૦ બંધ રહ્યા હતા. 

એફએમસીજી શેરોમાં મિશ્ર પ્રવાહઃ બ્રિટાનિયા, યુનાઈટેડ સ્પિરિટસ, પતંજલિ ફૂડસ, મેરિકો વધ્યા

ફાસ્ટ મુવિંગ કન્ઝયૂમર ગુડસ (એફએમસીજી) ક્ષેત્રમાં પસંદગીના શેરોમાં રોકાણકારોની  નીચા મથાળે લેવાલી રહી હતી. બ્રિટાનિયા રૂપિયા ૮૩.૦૦ વધી રૂપિયા ૬૧૦૨.૦૦, યુનાઈટેડ સ્પિરિટસ રૂપિયા ૪.૫૦ વધી રૂપિયા ૧૪૧૭.૪૦, પતંજલિ ફૂડસ રૂપિયા ૧.૪૦ વધી રૂપિયા ૫૨૩.૧૫, મેરિકો રૂપિયા ૦.૨૫ વધી રૂપિયા ૭૭૦.૬૫ બંધ રહ્યો હતો. ડિસેમ્બર ત્રિમાસિક પરિણામ બાદ એચયુએલ રૂપિયા ૫૩.૨૦ ઘટી રૂપિયા ૨૪૦૯.૭૦, ઈમામી રૂપિયા ૫.૫૫ ઘટી રૂપિયા ૪૯૫.૩૫,  આઈટીસી રૂપિયા ૦.૮૦ ઘટી રૂપિયા ૩૧૭.૪૫ તથા ડાબર ઈન્ડિયા રૂપિયા ૨.૮૦ ઘટી રૂપિયા ૫૧૯.૫૫ બંધ રહ્યો હતો.

અમેરિકા તાૃથા ઈરાન વચ્ચે તાણ વાૃધતા ક્રુડ તેલના ભાવ ઊંચકાવાને પગલે ઓઈલ એન્ડ ગેસ શેરોમાં નરમાઈ

અમેરિકા તથા ઈરાન વચ્ચેની ભૌગોલિકરાજકીય તાણ વધી જતા ક્રુડ તેલના ભાવ ઊંચકાયા હતા જેને પરિણામે ભારતમાં કાર્યરત ઓઈલ રિફાઈનિંગ કંપનીઓના સ્ટોકસમાં નરમાઈ જોવા મળી હતી. આઈજીએલ રૂપિયા ૬.૭૧ ઘટી રૂપિયા ૧૬૯.૬૧, બીપીસીએલ રૂપિયા ૯.૯૦ ઘટી રૂપિયા ૩૭૭.૭૦, મહાનગર ગેસ રૂપિયા ૨૭.૦૦ ઘટી રૂપિયા ૧૧૫૩.૨૦, આઈઓસી રૂપિયા ૩.૨૦ ઘટી રૂપિયા ૧૭૮.૧૧, હિન્દપેટ્રો રૂપિયા ૯.૪૦ ઘટી રૂપિયા ૪૫૨.૩૫, પેટ્રોનેટ એલએનજી રૂપિયા ૬.૭૫ ઘટી રૂપિયા ૨૯૭.૧૫ બંધ રહ્યો હતો.  ઓએનજીસી રૂપિયા ૧.૭૫ વધી  રૂપિયા  ૨૭૬.૩૫ રહ્યો હતો. ક્રુડ તેલના ભાવ વધવાને કારણે તેલ કંપનીઓના માર્જિન પર દબાણ આવી જવાની ગણતરીએ રોકાણકારોની વેચવાલી આવી હતી. ઈરાન તથા અમેરિકા વચ્ચે વાટાઘાટ નિષ્ફળ રહેશે તો યુદ્ધનો ખતરો નકારાતો નથી. 

જાન્યુઆરીના વેચાણ આંક જાહેર ાૃથયા બાદ ઓટોમાં પસંદગીના શેરોમાં આકર્ષણ  

જાન્યુઆરીના ઓટો રિટેલ વેચાણ આંક જાહેર થયા બાદ પસંદગીના ઓટો શેરોમાં આકર્ષણ જોવા મળ્યું હતું. હીરો મોટો રૂપિયા ૫૦.૫૦ વધી રૂપિયા ૫૭૩૩.૦૦, ટીવીએસ મોટર રૂપિયા ૧૬.૧૦ વધી રૂપિયા ૩૮૮૧.૨૦, મધરસન રૂપિયા ૨.૫૭ વધી રૂપિયા ૧૩૨.૭૪, અશોક લેલેન્ડ રૂપિયા ૪.૬૭ વધી રૂપિયા ૨૧૧.૦૨ રહ્યા હતા જ્યારે ટીએમપીવી રૂપિયા ૧.૨૫ ઘટી રૂપિયા ૩૮૩.૪૫, એકસાઈડ ઈન્ડ. રૂપિયા ૩.૦૫ ઘટી રૂપિયા ૩૩૮.૦૫ તથા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂપિયા ૮૧.૮૦ ઘટી રૂપિયા ૩૫૯૩.૧૦ રહ્યા હતા. 

એફઆઈઆઈની કેશમાં રૂપિયા ૧૦૮.૪૨કરોડની અને ડીઆઈઆઈની રૂ.૨૭૬.૮૫ કરોડની નેટ ખરીદી 

ગુરુવારે એફઆઈઆઈની ભારતીય બજારમાં રૂપિયા ૧૭૯૪૯.૫૨  કરોડની લેવાલી સામે રૂપિયા ૧૭૮૪૧.૧૦  કરોડની વેચવાલી સાથે  રૂપિયા ૧૦૮.૪૨ કરોડની નેટ લેવાલી રહી હતી. બીજી બાજુ ડીઆઈઆઈની રૂપિયા ૧૭૨૧૩.૮૫ કરોડની લેવાલી  સામે  રૂપિયા ૧૬૯૩૭.૦૦ કરોડની વેચવાલી સાથે નેટ રૂપિયા ૨૭૬.૮૫ કરોડની લેવાલી રહી હતી. વર્તમાન મહિનામાં એફઆઈઆઈ  ભારતીય બજારમાં  સતત લેવાલ રહ્યા છે. બીએસઈ લિસ્ટેડ શેરોની એકંદર માર્કેટ કેપ  રૂપિયા ૨.૫૦ લાખ કરોડ ઘટી રૂપિયા ૪૭૨ લાખ કરોડ રહી હતી.