મુંબઇ : ઈરાન વિરૂધ્ધ ઈઝરાયેલ-અમેરિકાનું યુદ્વ વિરોધાભાસી અહેવાલો વચ્ચે વકરી રહ્યું હોઈ સ્ટ્રેટ્સ ઓફ હોર્મુસ થકી થતાં વહનને અટકાવી દેવાતાં અને ઘણા જહાજોને નિશાન બનાવાઈ રહ્યા હોઈ ભારત સહિત ઘણા દેશોમાં એલપીજી-ફયુલ ક્રાઈસીસ વિકરાળ બનવા લાગતાં વૈશ્વિક ફંડોએ ઉચાળા ભરવા લાગી સતત ધૂમ વેચવાલી કરતાં વધુ ગાબડાં પડયા હતા. ભારતના જહાજોને સ્ટ્રેટ્સ ઓફ હોર્મુસથી પસાર થવા દેવા માટે ઈરાન સાથે સરકારની વાટાઘાટ થઈ રહ્યાના અહેવાલ છતાં યુદ્વ મોરચે ભારત આવી રહેલા ખાદ્યતેલના એક જહાજ પર થયેલા હુમલા અને વકરતી યુદ્વ પરિસ્થિતિએ દેશભરમાં રાંધણ ગેસ-એલપીજીના પુરવઠાની કટોકટી સર્જાવા લાગતાં શેરોમાં સતત અંધાધૂંધ વેચવાલીએ રોકાણકારોનું પતન થતું જોવાયું હતું. ફયુલના ભાવમાં વધારા સાથે પુરવઠો ખોરવાઈ રહ્યો હોઈ ઓટોમોબાઈલ શેરોમાં ધૂમ વેચવાલી સાથેબેંકિંગ, હેલ્થકેર શેરોમાં ફંડોનું ઓફલોડિંગ થયું હતું. સેન્સેક્સ ૮૨૯.૩૯ પોઈન્ટ તૂટીને ૭૬૦૩૪.૪૨ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૨૭.૭૦ પોઈન્ટ ગબડીને ૨૩૬૩૯.૧૫ બંધ રહ્યા હતા.
ઓટો ઈન્ડેક્સ ૧૬૭૬ પોઈન્ટ તૂટયો : ટીવીએસ મોટર રૂ.૧૭૯, મહિન્દ્રા રૂ.૧૩૪, અપોલો રૂ.૧૭ તૂટયા
ઓટોમોબાઈલ શેરોમાં આજે ફરી મોટા ગાબડાં પડયા હતા. ઈરાન યુદ્વના પરિણામે ફયુલ સપ્લાય ખોરવાઈ રહ્યાના અને ક્રુડ ઓઈલના ભાવમાં મજબૂતીએ ટૂંકાગાળામાં પેટ્રોલ, ડિઝલમાં તોળાતા ભાવ વધારાએ ફંડોની ઓટોમોબાઈલ શેરોમાં સતત ધૂમ વેચવાલી રહી હતી. ટીવીએસ મોટર રૂ.૧૭૯ તૂટીને રૂ.૩૪૨૧.૦૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૩૪ તૂટીને રૂ.૩૦૩૨.૮૦, અપોલો ટાયર રૂ.૧૬.૮૦ ઘટીને રૂ.૪૧૭.૭૦, આઈશર મોટર્સ રૂ.૨૭૬.૮૫ ઘટીને રૂ.૬૯૭૪.૯૦, મારૂતી સુઝુકી રૂ.૪૮૬.૩૦ ઘટીને રૂ.૧૩,૦૧૬.૧૦, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૧૦.૯૦ ઘટીને રૂ.૩૨૪.૪૫, અશોક લેલેન્ડ રૂ.૬.૬૦ ઘટીને રૂ.૧૭૮.૨૫, હીરો મોટોકોર્પ રૂ.૧૭૭.૮૫ ઘટીને રૂ.૫૩૯૫.૬૦, બજાજ ઓટો રૂ.૧૬૫.૮૦ ઘટીને રૂ.૯૧૬૫.૧૫, હ્યુન્ડાઈ ઈન્ડિયા રૂ.૨૮.૪૦ ઘટીને રૂ.૧૯૯૧.૯૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૭૩૧.૯૮ પોઈન્ટ તૂટીને ૮૧૯૭૬.૬૮ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં ઓફલોડિંગ : ઈન્ડસઈન્ડ બેંક રૂ.૪૬ તૂટયો : આઈડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોનું હેમરિંગ ચાલુ રહ્યું હતું. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૪૬ તૂટીને રૂ.૮૩૦.૯૦, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૫૦ તૂટીને રૂ.૬૪.૮૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૮.૩૫ ઘટીને રૂ.૧૨૬૬.૧૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૮.૧૫ ઘટીને રૂ.૩૭૫.૩૦, એક્સિસ બેંક રૂ.૨૫.૩૦ ઘટીને રૂ.૧૨૩૩.૭૫, એયુ સ્મોલ બેંક રૂ.૧૫.૫૦ ઘટીને રૂ.૯૦૨.૪૫ , સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫.૨૫ ઘટીને રૂ.૧૦૮૫.૨૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૭૩૧.૯૮ પોઈન્ટ તૂટીને ૬૧૯૭૬.૦૮ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં ઘટાડે મજબૂતી : ભેલ રૂ.૧૨, કમિન્સ રૂ.૧૨૮, ટીમકેન રૂ.૮૩, વારી રૂ.૫૭ વધ્યા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફંડોએ આજે ઘટાડે સિલેક્ટિવ ખરીદી કરી હતી. ભેલ રૂ.૧૨.૧૦ વધીને રૂ.૨૬૭.૯૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૧૨૭.૬૫ વધીને રૂ.૪૭૫૪.૪૫, ટીમકેન રૂ.૮૨.૮૦ વધીને રૂ.૩૪૯૨.૦૫, વારી એનજીૅ રૂ.૫૬.૮૦ વધીને રૂ.૨૭૩૯.૫૦, એબીબી ઈન્ડિયા રૂ.૧૩૨ વધીને રૂ.૬૪૧૨.૫૦, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૮૯.૧૫ વધીને રૂ.૯૪૫૫.૬૦, આઈનોક્સ વિન્ડ રૂ.૧.૫૦ વધીને રૂ.૮૩.૭૫, સિમેન્સ રૂ.૫૨.૧૫ વધીને રૂ.૩૩૨૪.૨૫, સીજી પાવર રૂ.૧૦.૬૦ વધીને રૂ.૭૩૭.૪૫, મઝગાંવ ડોક રૂ.૧૧.૧૫ વધીને રૂ.૨૪૪૭.૯૦, પોલીકેબ રૂ.૧૪.૮૦ વધીને રૂ.૭૪૪૬.૬૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૩૮૧.૪૫ પોઈન્ટ વધીને ૬૯૭૦૪.૬૭ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં વેચવાલી : પિરામલ ફાર્મા તૂટયો : ડિકાલ, સુવેન, બ્લિસ જીવીએસ, થ્રીબી બ્લેકબાયો ઘટયા
હેલ્થકેર-ફાર્મા શેરોમાં ફંડોએ આજે સતત વેચવાલી કરી હતી. પિરામલ ફાર્મા રૂ.૯.૯૫ તૂટીને રૂ.૧૪૫.૩૦, ફિશર રૂ.૧.૩૯ તૂટીને રૂ.૩૫.૨૫, ડિકાલ રૂ.૫.૮૫ ઘટીને રૂ.૧૬૫.૧૦, સુવેન રૂ.૪.૬૦ ઘટીને રૂ.૧૩૬.૬૦, બ્લિસ જીવીએસ રૂ.૬.૮૦ ઘટીને રૂ.૨૦૯.૩૫, બજાજ હેલ્થકેર રૂ.૯.૫૦ ઘટીને રૂ.૩૦૦.૨૫, થ્રીબી બ્લેકબાયો રૂ.૩૮ ઘટીને રૂ.૧૨૧૫.૧૫, એમક્યોર રૂ.૪૭.૨૦ ઘટીને રૂ.૧૫૧૪, સન ફાર્મા એડવાન્સ રૂ.૩.૧૦ ઘટીને રૂ.૧૨૨.૧૦ રહ્યા હતા.બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૪૫.૬૧ પોઈન્ટ ઘટીને ૪૩૬૮૭.૦૬ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેચવાલી વધી : અંબર એન્ટર. રૂ.૩૮૧ તૂટયો : પીજી ઈલેક્ટ્રો, બર્જર ઘટયા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોની વેચવાલી વધતી જોવાઈ હતી. અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૩૮૧.૦૫ તૂટીને રૂ.૬૯૨૮.૬૦, પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ રૂ.૧૭.૭૫ ઘટીને રૂ.૫૩૨.૩૫, બર્જર પેઈન્ટ રૂ.૭.૬૦ ઘટીને રૂ.૪૨૨.૭૦, વોલ્ટાસ રૂ.૨૨.૭૦ ઘટીને રૂ.૧૪૪૯.૫૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૭૭.૪૫ પોઈન્ટ ઘટીને ૫૬૩૪૩.૪૯ બંધ રહ્યો હતો.
ઓઈલ-ગેસ શેરોમાં ફંડોનું પસંદગીનું આકર્ષણ : અદાણી ટોટલ ગેસ, ગેઈલ, પેટ્રોનેટ, બીપીસીએલ ઘટયા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધારા સામે ભારત અને અમેરિકા ઓઈલ રિફાઈનરી ક્ષેત્રે મોટા કરાર કર્યાના અહેવાલ અને પેટ્રોલીયમ મંત્રાલયને પર્યાપ્ત ઓઈલ-ગેસનો પુરવઠો હોવાના આશ્વાસન વચ્ચે પસંદગીના ઓઈલ-ગેસ શેરોમાં મજબૂતી જોવાઈ હતી. અદાણી ટોટલ ગેસ રૂ.૩૭.૭૦ વધીને રૂ.૬૦૬.૯૦, ગેઈલ ઈન્ડિયા રૂ.૪.૪૫ વધીને રૂ.૧૫૨.૪૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૬.૮૫ વધીને રૂ.૨૯૬.૬૦, બીપીસીએલ રૂ.૧ ઘટીને રૂ.૩૨૬.૨૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૧૪૨.૬૭ પોઈન્ટ વધીને ૨૭૪૯૭.૬૯ બંધ રહ્યો હતો.હતો.
સ્મોલ, મિડ કેપ શેરોમાં અવિરત ગાબડાં પડતાં માર્કેટબ્રેડથ ખરાબ : ૨૬૪૫ શેરો નેગેટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ફંડો, ખેલંદાઓની સાથે રિટેલ ઈન્વેસ્ટરોએ પણ ગભરાટમાં શેરો વેચવાલ લાગતાં વ્યાપક ધોવાણ થયું હતું. માર્કેટબ્રેડથ સતત ખરાબ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૧૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૬૪૫ અને વધનારની સંખ્યા ૧૫૯૮ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૭૦૫૦ કરોડના ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૭૪૫૦ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૭૦૪૯.૮૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૫,૩૭૩.૦૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૨,૪૨૨.૯૨ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૭૪૪૯.૭૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૮૪ લાખ કરોડ ધોવાઈ રૂ.૪૪૦.૦૬ લાખ કરોડ
વિશ્વમાં ક્રુડ ઓઈલ, ગેસ પુરવઠાની અછત સર્જાવા લાગતાં અને ભાવો વધવાના અહેવાલોએ સેન્ટીમેન્ટ ડહોળાતાં ઈન્ડેક્સ બેઝડ કડાકા વચ્ચે આજે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે રોકાણકારોની એક્ત્રિત સંપતિ આજે એક દિવસમાં રૂ.૧.૮૪ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૪૦.૦૬ લાખ કરોડ રહી હતી.


