સેન્સેક્સ ૩૦૭ પોઈન્ટ ઘટીને ૭૬૯૫૭
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નિફટી સ્પોટ ૯૫ પોઈન્ટ ઘટીને ૨૪૦૮૦ : FPIs/FIIની કેશમાં રૂ.૭૯૮૬ કરોડની વેચવાલી
ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્વની સ્થિતિએ ક્રુડના ભાવ વધતાં મેટલ-માઈનીંગ, આઈટી, FMCG શેરો તૂટયા : સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક વેચવાલી
મુંબઈ : હોર્મુઝ માર્ગે દરિયામાં અગાઉ ઈરાને બિઝાવેલી સુરંગોને અમેરિકાએ દૂર કર્યા બાદ ફરી ઈરાને સુરંગો બિછાવવાની શરૂઆત કરવા જઈ રહ્યાના રિપોર્ટે અમેરિકાના ઈરાન પર હુમલા અને હવે ઈરાન દ્વારા પણ વળતા હુમલાની તૈયારીએ વૈશ્વિક ટેન્શન વધતાં વૈશ્વિક બજારોમાં ફરી નવી તેજીમાં સાવચેતી જોવાઈ હતી. ભારતીય શેર બજારોમાં પણ ફંડો, મહારથીઓએ આજે તેજીનો મોટો વેપાર હળવો કર્યો હતો. ભારતના પ્રથમ ત્રિમાસિકના જીડીપી વૃદ્વિના આંકડા અપેક્ષાથી સારા ૭.૮ ટકા અને મેન્યુફેકચરીંગ વૃદ્વિના આંકડા પણ ૯.૨ ટકા આવ્યા છતાં જીઓપોલિટીકલ ટેન્શન વધતાં અને ભારતને રશિયા તરફથી ક્રુડ ઓઈલનો પુરવઠો ઘટતાં ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ત્રણથી ચાર ટકા વધી આવતાં સાવચેતીમાં શેરોમાં ફંડો હળવા થયા હતા. ખાસ મેટલ-માઈનીંગ શેરોમાં આજે મોટું હેમરિંગ થયું હતું. આ સાથે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો તેમ જ કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ, એફએમસીજી શેરોમાં ફંડો વેચવાલ બન્યા હતા. સેન્સેક્સ નીચામાં ૭૬૭૫૧.૩૨ સુધી તૂટી અંતે ૩૦૭.૨૪ પોઈન્ટ ઘટીને ૭૬૯૫૭.૨૭ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ નીચામાં ૨૩૯૯૩.૬૦ સુધી ગબડી અંતે ૯૫.૨૫ પોઈન્ટ ઘટીને ૨૪૦૮૦.૪૦ બંધ રહ્યા હતા. જો કે બેંકિંગ, ઓટો શેરોમાં ફંડોની સિલેક્ટિવ ખરીદી રહી હતી.
મેટલ ઈન્ડેક્સ ૧૦૩૮ પોઈન્ટ તૂટયો : અદાણી એન્ટર. રૂ.૨૪૫, હિન્દ. ઝિંક રૂ.૨૪, નાલ્કો રૂ.૧૪ તૂટયા
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોએ આજે મોટું ઓફલોડિંગ કર્યું હતું. વિશ્વ બજારમાં નોન-ફેરસ મેટલના ભાવો પર વૈશ્વિક માંગની અસરના પરિણામે અને સોના અને ચાંદીના ભાવો ફરી ઘટાડા તરફી થતાં ફંડો સાવચેતીમાં મેટલ-માઈનીંગ શેરોમાં વેચવાલ બન્યા હતા. અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૪૫ તૂટીને રૂ.૨૯૨૧, હિન્દુસ્તાન ઝિંક રૂ.૨૪.૨૦ તૂટીને રૂ.૫૯૭.૫૦, નાલ્કો રૂ.૧૩.૫૦ ઘટીને રૂ.૩૮૦.૫૦, હિન્દાલ્કો રૂ.૨૦.૯૫ ઘટીને રૂ.૧૦૧૬, જિન્દાલ સ્ટીલ રૂ.૧૮.૬૫ ઘટીને રૂ.૧૧૫૮.૩૫, એપીએલ અપોલો રૂ.૩૩ ઘટીને રૂ.૨૨૨૬, સેઈલ રૂ.૨.૮૫ ઘટીને રૂ.૧૯૬.૮૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૬.૭૫ ઘટીને રૂ.૧૩૧૩.૨૫, ટાટા સ્ટીલ રૂ.૨.૨૦ ઘટીને રૂ.૧૮૪ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૦૩૮.૩૮ પોઈન્ટ ગબડીને ૪૧૯૩૦.૯૭ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં ફરી પીછેહઠ : માસ્ટેક રૂ.૧૫૭, ન્યુજેન રૂ.૩૯, પર્સિસ્ટન્ટ રૂ.૨૪૦, સોનાટા રૂ.૧૨ તૂટયા
અમેરિકી શેર બજારોમાં ફરી નાસ્દાકમાં નરમાઈ સાથે એઆઈ-આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મામલે વિશ્વમાં ચિંતા વધતાં ફંડોએ સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં વેચવાલી કરી હતી. માસ્ટેક રૂ.૧૫૭.૧૦ તૂટીને રૂ.૧૭૫૧.૫૦, ન્યુજેન રૂ.૩૮.૬૫ તૂટીને રૂ.૫૨૮.૭૫, કેલ્ટોન ટેક રૂ.૧.૦૨ તૂટીને રૂ.૧૪.૦૮, પર્સિસ્ટન્ટ સિસ્ટમ રૂ.૨૪૦ તૂટીને રૂ.૫૬૧૧.૫૦, સોનાટા સોફ્ટવેર રૂ.૧૨.૨૫ ઘટીને રૂ.૨૯૨.૪૫, લેટેન્ટ વ્યુ રૂ.૧૦.૫૫ ઘટીને રૂ.૨૬૯.૯૫, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૨.૨૫૦ ઘટીને રૂ.૫૮૬.૫૦, ઈન્ફોસીસ રૂ.૧૭.૧૦ ઘટીને રૂ.૧૧૨૬.૫૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૬૧.૩૨ પોઈન્ટ ઘટીને ૨૯૭૧૭.૫૫ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં પ્રોફિટ બુકિંગ : કેઈન્સ રૂ.૨૫૫, જયોતી સીએનસી રૂ.૪૪, મઝગાંવ ડોક રૂ.૭૦ તૂટયા
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફંડો હળવા થયા હતા. કેઈન્સ રૂ.૨૫૪.૯૦ તૂટીને રૂ.૩૬૮૧.૧૦, જયોતી સીએનસી રૂ.૪૪.૨૦ તૂટીને રૂ.૯૯૫, હોનટ રૂ.૧૦૭૭.૫૦ તૂટીને રૂ.૩૫,૪૭૬.૧૫, મઝગાંવ ડોક રૂ.૭૦.૨૦ તૂટીને રૂ.૨૪૮૨, ડાટા પેટર્નસ રૂ.૯૯.૭૦ ઘટીને રૂ.૪૫૨૩.૧૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૭૨ ઘટીને રૂ.૫૧૧૩, કિર્લોસ્કર એન્જિન રૂ.૨૩.૪૦ ઘટીને રૂ.૨૦૯૯.૯૦, થર્મેક્સ રૂ.૪૨.૪૫ ઘટીને રૂ.૩૯૦૦.૫૫, એબીબી ઈન્ડિયા રૂ.૭૫ ઘટીને રૂ.૭૪૩૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૬૫.૪૭ પોઈન્ટ ઘટીને ૭૯૨૪૯.૫૧ બંધ રહ્યો હતો.
વરસાદની ચિંતા વધતાં એફએમસીજી શેરોમાં ફંડો વેચવાલ : આઈટીસી, કેઆરબીએલ, વાડીલાલ ગબડયા
અલનીનોની અસરે દેશના ઘણા ભાગોમાં વરસાદ ઓછો પડતાં દુકાળનું જોખમ વધતાં ફંડો, ખેલંદાઓએ એફએમસીજી શેરોમાં પણ આજે મોટી વેચવાલી કરી હતી. ખાંડના ભાવ ઘટી આવ્યાની નેગેટીવ અસરે ફંડોની સુગર શેરોમાં વેચવાલી રહી હતી. ઈમામી રૂ.૧૫.૪૦ તૂટીને રૂ.૩૬૪, બોમ્બે બર્મા ટ્રેડીંગ રૂ.૫૯.૦૫ ઘટીને રૂ.૧૫૦૩, આઈટીસી લિમિટેડ રૂ.૯.૭૫ ઘટીને રૂ.૨૫૬.૨૫, સીસીએલ રૂ.૩૯.૪૫ ઘટીને રૂ.૧૦૮૨, કેઆરબીએલ રૂ.૧૫.૨૫ ઘટીને રૂ.૪૨૨.૪૦, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૩૧.૪૦ ઘટીને રૂ.૭૬૭૧.૮૦, ગોદાવરી બાયો રૂ.૬.૨૫ ઘટીને રૂ.૨૩૪.૧૦, ઈન્ડિયા ગ્લાયકોલ રૂ.૨૯.૨૦ ઘટીને રૂ.૧૧૪૮.૧૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૨૦૨.૯૯ પોઈન્ટ ઘટીને ૧૭૫૫૮.૫૬ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોનું સેલિંગ પ્રેશર : એશીયન પેઈન્ટ, ટાઈટન, બ્લુ સ્ટાર, અંબર ઘટયા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોનું આજે સેલિંગ પ્રેશર રહ્યું હતું. એશીયન પેઈન્ટ રૂ.૨૫.૧૦ ઘટીને રૂ.૨૫૭૬.૯૦, ટાઈટન કંપની રૂ.૪૯.૨૦ ઘટીને રૂ.૫૧૧૫.૮૦, બ્લુ સ્ટાર રૂ.૧૩.૫૫ ઘટીને રૂ.૧૪૬૭.૪૦, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૫૬ ઘટીને રૂ.૭૬૨૫, બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૩૩૯.૯૧ પોઈન્ટ ઘટીને ૬૪૭૨૬.૭૯ બંધ રહ્યો હતો.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોનું ઘટાડે આકર્ષણ : આઈડીએફસી ફર્સ્ટ બેંક, આઈસીઆઈસીઆઈ વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોનું ઘટાડે પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. યશ બેંક ૫૧ પૈસા વધીને રૂ.૨૨.૬૦, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૮૭ વધીને રૂ.૮૫.૦૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૪.૮૦ વધીને રૂ.૧૪૫૦, ફેડરલ બેંક રૂ.૫.૨૦ વધીને રૂ.૩૪૯, એક્સિસ બેંક રૂ.૧૯ વધીને રૂ.૧૨૮૩, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૩.૯૫ વધીને રૂ.૧૦૬૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૩૫.૪૮ પોઈન્ટ વધીને ૬૫૧૯૮.૯૬ બંધ રહ્યો હતો.
બ્રેન્ટ ક્રુડ ત્રણ ડોલર વધીને ૯૧ ડોલર : અદાણી ટોટલ ગેસ, એચપીસીએલ, આઈઓસી, બીપીસીએલ ઘટયા
હોર્મુઝ મામલે ફરી ટેન્શન અને ભારતને મળતો ક્રુડ ઓઈલનો પુરવઠો રશિયાથી ઘટતાં વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવ ફરી વધી આવી સાંજે બ્રેન્ટ ક્રુડ ઓઈલના બેરલ દીઠ ૩.૦૨ ડોલર વધીને ૯૧.૧૬ ડોલર અને નાયમેક્ષ ક્રુડના ૩.૨૩ ડોલર વધીને ૮૬.૬૩ ડોલર નજીક પહોંચી જતાં ફંડોની ઓઈલ-ગેસ શેરોમાં પણ એકંદર વેચવાલી રહી હતી. અદાણી ટોટલ ગેસ રૂ.૧૬.૩૦ ઘટીને રૂ.૬૨૦.૭૦, એચપીસીએલ રૂ.૪.૪૦ ઘટીને રૂ.૩૬૦, આઈઓસી રૂ.૧ ઘટીને રૂ.૧૩૬, ઓઈલ ઈન્ડિયા રૂ.૨.૨૫ ઘટીને રૂ.૪૮૧.૨૦, બીપીસીએલ રૂ.૧.૦૫ ઘટીને રૂ.૩૧૭ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૪૭.૧૫ પોઈન્ટ ઘટીને ૨૫૯૩૦.૫૫ બંધ રહ્યો હતો.
ફંડોના સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગે માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૬૬૯ શેરો નેગેટીવ બંધ
સપ્તાહના પ્રથમ દિવસે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં ફંડો,હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ વ્યાપક વેચવાલી કરતાં આજે ઘણા શેરોના ભાવો ઘટી આવતાં માર્કેટબ્રેડથ વધુ નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૬૯૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૭૮૫ અને ઘટનારની સંખ્યા ૨૬૬૫ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૭૯૮૬કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૪૫૮૯ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૭૯૮૫.૮૮ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૬૦,૦૨૫.૮૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૮૦૧૧.૭૬ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૪૫૮૮.૮૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૯,૭૩૦.૩૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૧૪૧.૫૦ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૫૯ લાખ કરોડ ઘટીને રૂ.૪૯૦.૨૩ કરોડ થયું
શેરોમાં આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૫૯ લાખ કરોડ ઘટીને રૂ.૪૯૦.૨૩ લાખ કરોડ પહોંચ્યું હતું.




