સેન્સેક્સ ૧૮૮ પોઈન્ટ ઘટીને ૭૭૯૬૬
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નિફટી સ્પોટ ૩૬ પોઈન્ટ ઘટીને ૨૪૪૩૬ : બેંકિંગ, કેપિટલ ગુડઝ શેરોમાં શોર્ટ કવરિંગ
ફાર્મા, IT શેરોમાં ફોરેન ફંડોની વેચવાલી: સ્મોલ, મિડ કેપ શેરોમાં ધોવાણ
મુંબઈ : ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી ઘર્ષણ વધી રહ્યું હોઈ ઈરાને હોર્મુઝ માર્ગ ૨૦૨૭ સુધી નહીં ખોલવાની ચીમકી આપતાં અને બીજી તરફ ટ્રમ્પ ઈરાન પર આર્થિક નાકાબંધી વધારવાની ચેતવણી આપતાં ટેન્શન ચાલુ રહેતાં વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેર બજારોમાં પણ સતત ફંડોએ ઈન્ડેક્સ બેઝડ તેજીના વેપારથી દૂર હળવા થવાનું પસંદ કર્યું હતું. ઘર આંગણે જુલાઈનો ફુગાવાનો આંક વધીને ૧૯ મહિનાની ઊંચાઈએ આવતાં અને ક્રુડ ઓઈલના ભાવમાં ફરી મજબૂતી સાથે દેશમાં ઘણા વિસ્તારોમાં ચોમાસું અતિવૃષ્ટિમાં પરિણમી રહ્યું હોઈ ફંડો, મહારથીઓએ સાવચેતી બતાવી હતી. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો સાથે હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં ફંડોની વેચવાલી સાથે ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં નરમાઈ જોવાઈ હતી. જો કે બેંકિંગ-ફાઈનાન્સ, મેટલ-માઈનીંગ, કેપિટલ ગુડઝ શેરોમાં શોર્ટ કવરિંગ સાથે સિલેક્ટિવ મોટી ખરીદી થતાં ઈન્ડેક્સ બેઝડ બજારે આરંભિક મોટો ઘટાડો પચાવ્યો હતો. સેન્સેક્સ નીચામાં ૭૭૪૯૭.૯૩ સુધી આવી અંતે ૧૮૭.૯૦ પોઈન્ટ ઘટીને ૭૭૯૬૬.૩૫ અને નિફટી ૫૦ સ્પોટ નીચામાં ૨૪૨૬૫.૯૫ સુધી આવી અંતે ૩૫.૭૫ પોઈન્ટ ઘટીને ૨૪૪૩૫.૯૫ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં શોર્ટ કવરિંગ : પીએનબી, યુનિયન બેંક, બેંક ઓફ બરોડા, આઈડીએફસી ફર્સ્ટ બેંક વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે શોર્ટ કવરિંગની તેજી જોવાઈ હતી. પંજાબ નેશનલ બેંક રૂ.૪.૪૦ વધીને રૂ.૧૧૮, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૪.૩૫ વધીને રૂ.૧૮૬.૭૦, બેંક ઓફ બરોડા રૂ.૩.૭૦ વધીને રૂ.૨૪૯.૭૦, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૧૮ વધીને રૂ.૮૫.૪૨, કેનેરા બેંક રૂ.૧.૮૦ વધીને રૂ.૧૩૧.૮૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૪ વધીને રૂ.૧૦૮૦, એયુ સ્મોલ બેંક રૂ.૧૧.૩૦ વધીને રૂ.૧૦૮૮.૨૦ રહ્યા હતા. આ સાથે રેલિગેર રૂ.૧૧.૦૫ વધીને રૂ.૨૩૮.૬૦, વીએલએસ ફાઈનાન્સ રૂ.૧૦.૧૦ વધીને રૂ.૨૭૧.૩૫, કર્ણાટક બેંક રૂ.૧૦.૬૦ વધીને રૂ.૩૧૩.૬૫, ઈસાફ સ્મોલ ફાઈનાન્સ બેંક રૂ.૧.૬૧ વધીને રૂ.૩૯.૯૩, મહારાષ્ટ્ર બેંક રૂ.૩ વધીને રૂ.૮૧.૯૨, એલઆઈસી ઓફ ઈન્ડિયા રૂ.૧૧.૨૦ વધીને રૂ.૪૧૬, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૩.૫૦ વધીને રૂ.૧૨૯.૭૦, એમસીએક્સ રૂ.૭૬ વધીને રૂ.૨૯૬૨ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈનડેક્સ ૩૯૬.૯૪ પોઈન્ટ વધીને ૬૫૪૪૭.૦૪ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં ઓવરસોલ્ડ પોઝિશન હળવી થઈ : અપાર રૂ.૧૨૬૯, ભેલ રૂ.૧૬, એસ્ટ્રલ રૂ.૩૬ વધ્યા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ ઓવરસોલ્ડ પોઝિશન હળવી થઈ હતી. અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૨૬૯.૨૦ વધીને રૂ.૧૮,૦૧૪.૯૫, ભેલ રૂ.૧૫.૬૫ વધીને રૂ.૪૨૦, કેઈન્સ રૂ.૧૧૫ વધીને રૂ.૩૮૨૫, એસ્ટ્રલ રૂ.૩૫.૯૫ વધીને રૂ.૧૪૫૮.૯૫, ડાટા પેટર્નસ રૂ.૯૮.૩૦ વધીને રૂ.૪૪૮૭.૬૦, પાવર ઈન્ડિયા રૂ.૬૮૦ વધીને રૂ.૩૫,૬૮૦, પોલીકેબ રૂ.૧૭૨ વધીને રૂ.૯૨૫૦, જયોતી સીએનસી રૂ.૧૪.૮૦ વધીને રૂ.૮૧૮.૬૫, એબીબી ઈન્ડિયા રૂ.૧૩૦ વધીને રૂ.૭૭૦૦, થર્મેક્સ રૂ.૬૧.૬૦ વધીને રૂ.૪૦૮૫.૬૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૭૯.૪૦ પોઈન્ટ વધીને ૭૯૮૬૧.૩૭ બંધ રહ્યો હતો.
હેલ્થકેર ઈન્ડેક્સ ૪૦૦ પોઈન્ટ તૂટયો : જયુબિલન્ટ ફાર્મા, અગ્રવાલ આય, ફોર્ટિસ, યુનિકેમ લેબ ઘટયા
ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં આજે ફંડોનું ઓફલોડિંગ થયું હતું. જયુબિલન્ટ ફાર્મા રૂ.૭૧.૪૦ તૂટીને રૂ.૮૯૧.૩૦, અગ્રવાલ આય રૂ.૩૧.૬૫ તૂટીને રૂ.૫૧૧.૧૦, ફોર્ટિસ હેલ્થકેર રૂ.૫૩ ઘટીને રૂ.૮૮૬, યુનિકેમ લેબ રૂ.૩૨.૧૦ ઘટીને રૂ.૫૪૨.૨૦, કેપલિન પોઈન્ટ રૂ.૧૪૮.૯૫ તૂટીને રૂ.૨૪૭૫.૨૦, મોરપેન લેબ રૂ.૩.૩૪ ઘટીને રૂ.૭૩.૫૫, કોહાન્સ રૂ.૧૯.૭૫ ઘટીને રૂ.૪૪૪.૫૦, થેમીસ મેડી રૂ.૫.૩૫ ઘટીને રૂ.૧૦૭.૬૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૪૦૦.૭૩ પોઈન્ટ તૂટીને ૫૦૯૬૨.૯૭ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં ફરી ફંડો વેચવાલ : સેઈન્સિસ, રામકો સિસ્ટમ, તાન્લા, સોનાટા સોફ્ટવેર, સાસ્કેન ઘટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફરી ફંડોએ વેચવાલી કરતાં વ્યાપક નરમાઈ જોવાઈ હતી. સેઈન્સિસ ટેક રૂ.૪૬.૦૫ તૂટીને રૂ.૭૪૮.૭૦, માઈન્ડટેક રૂ.૧૧.૧૦ તૂટીને રૂ.૧૮૦.૬૫, રામકો સિસ્ટમ રૂ.૩૨.૬૦ ઘટીને રૂ.૬૧૯.૭૦, ટીસીએસ રૂ.૯૦.૫૦ ઘટીને રૂ.૨૩૪૯.૭૦, તાન્લા પ્લેટફોર્મ રૂ.૨૨.૩૦ ઘટીને રૂ.૫૯૪.૩૦, સાસ્કેન રૂ.૬૪.૭૦ ઘટીને રૂ.૧૯૨૧, સોનાટા સોફ્ટવેર રૂ.૯.૯૦ ઘટીને રૂ.૩૨૩.૭૦ રહ્યા હતા. આરપી ટેક રૂ.૩૩.૯૦ ઘટીને રૂ.૮૫૩.૧૦, બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૪૨૯.૧૨ પોઈન્ટ ઘટીને ૩૦૦૫૩.૨૧ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં ફંડોનું પ્રોફિટ બુકિંગ : ઉનો મિન્ડા, ટાટા મોટર્સ પેસેન્જર, ટીવીએસ મોટર, મહિન્દ્રા ઘટયા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સતત મજબૂત થઈ રહ્યા હોવા સાથે તહેવારોની સીઝનમાં વાહનોની અપેક્ષિત માંગ નહીં નીકળવાના અંદાજોએ આજે ફંડોની ઓટો શેરોમાં નફારૂપી વેચવાલી થઈ હતી. ઉનો મિન્ડા રૂ.૩૩.૨૦ ઘટીને રૂ.૧૨૪૦, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૬.૭૦ ઘટીને રૂ.૩૪૨.૩૦, ટીવીએસ મોટર રૂ.૭૭.૨૫ ઘટીને રૂ.૪૩૪૨.૭૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૫૮ ઘટીને રૂ.૩૪૧૯, મારૂતી સુઝુકી રૂ.૧૦૦ ઘટીને રૂ.૧૩,૯૧૦ રહ્યા હતા. જ્યારે બોશ રૂ.૯૫૫.૧૫ વધીને રૂ.૪૬,૨૫૦, ટીઆઈ ઈન્ડિયા રૂ.૪૬.૭૫ વધીને રૂ.૨૮૨૦, ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ રૂ.૭.૧૫ વધીને રૂ.૪૫૬.૮૫, એક્સાઈડ રૂ.૭.૫૫ વધીને રૂ.૪૯૦.૬૫, ભારત ફોર્જ રૂ.૨૫.૨૫ વધીને રૂ.૨૦૭૭.૨૫, હ્યુન્ડાઈ મોટર રૂ.૨૦ વધીને રૂ.૨૨૨૦, બજાજ ઓટો રૂ.૪૭ વધીને રૂ.૧૧,૭૦૭, આઈશર મોટર્સ રૂ.૨૯.૨૫ વધીને રૂ.૮૦૧૮ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૨૨.૧૧ પોઈન્ટ ઘટીને ૬૪૬૨૩.૨૫ બંધ રહ્યો હતો.
સોના-ચાંદીના ભાવોમાં ફરી તેજી પાછળ મેટલ શેરો ઉંચકાયા : નાલ્કો, હિન્દાલ્કો, જિન્દાલ સ્ટેનલેસ વધ્યા
સોના અને ચાંદીના ભાવોમાં ફરી વૈશ્વિક બજારમાં તેજી આવતાં ઘર આંગણે નોન-ફેરસ મેટલ શેરોમાં પણ ફંડોનું આકર્ષણ રહ્યું હતું. નાલ્કો રૂ.૩૦.૬૦ વધીને રૂ.૪૧૮.૫૦, હિન્દાલ્કો રૂ.૨૩ વધીને રૂ.૧૦૭૫, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૪.૧૫ વધીને રૂ.૭૩૮.૬૦, સેઈલ રૂ.૧ વધીને રૂ.૧૭૪ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૪૪.૨૩ પોઈન્ટ વધીને ૪૨૧૧૮.૦૪ બંધ રહ્યો હતો.
એફએમસીજી શેરોમાં સેલિંગ વધ્યું : બલરામપુર, ગોદરેજ કન્ઝયુમર, ગોદાવરી બાયો, ઉગાર સુગર ઘટયા
એફએમસીજી શેરોમાં ગઈકાલે ફંડોની વેચવાલી થયા બાદ આજે સેલિંગ પ્રેશર વધતું જોવાયું હતું. ગોદરેજ કન્ઝયુમર રૂ.૧૦૭.૪૦ તૂટીને રૂ.૯૧૦.૬૦, ગોદાવરીબાયો રૂ.૧૨.૩૦ ઘટીને રૂ.૨૬૧.૩૦, બલરામપુર ચીની રૂ.૨૪.૬૫ ઘટીને રૂ.૬૦૫.૬૦, ઉગાર સુગર રૂ.૧.૫૨ ઘટીને રૂ.૪૩.૮૨, ટાટા કન્ઝયુમર રૂ.૨૬.૫૦ ઘટીને રૂ.૧૦૬૧.૪૦, ઈન્ડિયા ગ્લાયકોલ રૂ.૨૨.૮૦ ઘટીને રૂ.૧૦૪૯.૫૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧૫૦.૮૦ પોઈન્ટ ઘટીને ૧૮૧૭૨.૭૬ બંધ રહ્યો હતો.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની ધૂમ વેચવાલીએ માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૫૩૫ નેગેટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ફંડોની ધૂમ વેચવાલીએ માર્કેટ્બ્રેડથ વધુ નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૩૫ સ્ક્રિપમાંથી વધનારની સંખ્યા ૧૯૧૯થી ઘટીને ૧૭૯૩ અને ઘટનારની સંખ્યા ૨૩૯૬થી વધીને ૨૫૩૫ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૧૦૦૨ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૫૮૪૧ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૦૦૨.૫૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૬,૫૮૪.૬૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૭,૫૮૭.૧૪ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૫૮૪૧.૬૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૨૧,૫૧૮.૫૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૬૭૬.૮૯ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૫૫ હજાર કરોડ ઘટીને રૂ.૪૯૨.૧૭ લાખ કરોડ
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની આજે વ્યાપક વેચવાલીએ રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૫૫ હજાર કરોડ ઘટીને રૂ.૪૯૨.૧૭ લાખ રહ્યું હતું.




