Get The App

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78777 ઉપર બંધ થતાં 80222 જોવાય

- નિફટી ૨૪૪૪૪ ઉપર બંધ થતાં ૨૪૮૮૮ જોવાય

- યુદ્વની પરિસ્થિતિ ફરી ન સર્જાય તો શરૂ થયેલો સુધારો આગળ વધશે

Updated: Apr 12th, 2026

GS TEAM

Google News
Google News
નવા સપ્તાહમાં સેન્સેક્સ 78777 ઉપર બંધ થતાં 80222  જોવાય 1 - image

મુંબઈ : વિશ્વના શ્વાસ અધ્ધર કરી મૂકનારા ઈરાન સામે અમેરિકા-ઈઝરાયેલના ૪૦ દિવસના યુદ્વે અંતે વિરામ લેતાં અનેક દેશોના જીવમાં જીવ આવ્યો હોય એવો હાશકારો થયો છે. છેલ્લા છ સપ્તાહથી આ યુદ્વની અણધારી આવી પડેલી પરિસ્થિતિના પરિણામ વિશ્વના દરેક શેર બજારો, કોમોડિટીઝ બજારો દિશાહીન બન્યા હતા. જેથી અહીંથી પણ છેલ્લા છ રવિવારથી કટારને વિરામ આપવામાં આવ્યો હતો. હવે છેલ્લા ત્રણ સપ્તાહના અંતે બજારે પોઝિટીવ બંધ આપ્યો હોઈ અને યુદ્વ વિરામના પોઝિટીવ ડેવલપમેન્ટને ધ્યાનમાં લઈ અહીંથી બજારમાં સુધારાની ચાલ આગળ વધવાની અપેક્ષા જોવાઈ રહી છે. ઈરાન વિરૂધ્ધ અમેરિકા-ઈઝરાયેલ યુદ્વના વિરામની સાથે હવે મંત્રણાઓનો દોર શરૂ થયો હોઈ હવે કોઈ અનિચ્છિયનીય યુદ્વની ફરી પરિસ્થિતિ ન સર્જાય તો બજારમાં શરૂ થયેલો પ્રત્યાઘાતી સુધારો આગળ વધવાની શકયતા રહેશે. વર્તમાન ડેવલપમેન્ટની પોઝિટીવ અસરે આગામી નવા સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૪૪૪૪ ઉપર બંધ થવાના સંજોગોમાં ૨૪૮૮૮ અને સેન્સેક્સ ૭૮૭૭૭ ઉપર બંધ થવાના સંજોગોમાં ૮૦૨૨૨ જોવાઈ શકે છે.

અર્જુનની આંખે : 

(૧) PHANTOM DIGITAL EFFECTS LTD.

ફેન્ટમ વર્ષ ૨૦૨૬-૨૭ની અપેક્ષિત ઈપીએસ રૂ.૩૦  સામે રૂ.૨૦૦ ભાવે એન્ટરટેઈન્મેન્ટ/ઈલેક્ટ્રોનિક મીડિયા સોફ્ટવેર ઉદ્યોગના સરેરાશ ૨૭ના પી/ઈ સામે ૬.૬૭ના પી/ઇએ ટ્રેડ થઈ રહ્યો છે.વર્ષ ૨૦૧૬માં સ્થાપિત, ફેન્ટમ ડિજિટલ ઈફેક્ટ્સ લિમિટેડ, ફિલ્મ્સ, વેબ સિરીઝ અને જાહેરાતોને વિઝ્યુઅલ ઈફેક્ટ્સ પ્રદાન કરે છે. પીડીઈએલ એક ટ્રસ્ટેડ પાર્ટનર નેટવર્ક (ટીપીએન) પ્રમાણિત ક્રિએટ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (વીએફએક્સ) સ્ટુડિયો છે, જે જાહેરાતો, ફિલ્મો અને વેબ સિરીઝ માટે ક્રિએટ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ સોલ્યુશન્સ પ્રદાન કરે છે.

અપેક્ષિત કોન્સોલિડેટેડ પરિણામ :

(૧) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ :

(એ) અપેક્ષિત ઈપીએસ રૂ.૨૫ અને (બી) અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૧૪૫

(૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬થી માર્ચ ૨૦૨૭ :

(એ) અપેક્ષિત ઈપીએસ રૂ.૩૦ (બી) અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૧૭૫

(૨) SATHLOKHAR SYNERGYS E&C GLOBAL

સથલોકર સિનજીૅસ ઈ એન્ડ સી ગ્લોબલ લિમિટેડ (એનએસઈ-એસએમઈ લિસ્ટેડ) પૂર્ણ વર્ષ ૨૦૨૬-૨૭ની અપેક્ષિત ઈપીએસ રૂ.૪૦ અને ઈપીસી ઉદ્યોગના સરેરાશ ૩૫ના પી/ઈ સામે રૂ.૩૯૮ ભાવે ૯.૯૫ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.વર્ષ ૨૦૧૩માં સ્થપાયેલ, સથલોકર સિનજીૅસ ઈ એન્ડ સી ગ્લોબલ લિમિટેડ કન્સ્ટ્રકશન અને ઈન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓના નિર્માણ માટેવિશિષ્ટ એન્જિનિયરીંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રકશન (ઈપીસી) સર્વિસિઝ પૂરી પાડે છે. 

અપેક્ષિત કોન્સોલિડેટેડ પરિણામ :

(૧) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ :

(એ) અપેક્ષિત ઈપીએસ રૂ.૩૧ અને (બી) અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૧૪૨

(૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬થી માર્ચ ૨૦૨૭ :

(એ) અપેક્ષિત ઈપીએસ રૂ.૪૦ (બી) અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૧૮૨

(૩) SALZER ELECTRONICS LTD.

સલ્ઝર ઈલેક્ટ્રોનિક્સ અપેક્ષિત વર્ષ ૨૦૨૬-૨૭ની ઈપીએસ રૂ.૩૫ અને ઈલેક્ટ્રોનિક્સ ઈક્વિપમેન્ટ ઉદ્યોગના સરેરાશ ૫૫ના પી/ઈ સામે રૂ.૫૮૫ ભાવે ૧૬.૭૧ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.સલ્ઝર ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ સ્વિચગિયર્સ, વાયર અને કેબલ્સ તેમ જ એનજીૅ મેનેજમેન્ટ વ્યવસાયમાં સંપૂર્ણ અને કસ્ટમાઈઝ્ડ ઈલેક્ટ્રિકલ સોલ્યુશન્સ ઓફર કરવામાં પ્રવૃત છે. જે ભારતમાં સીએએમ સંચાલિત રોટરી સ્વિચ અને વાયર ડક્ટ્સના ઉત્પાદનમાં પણ સક્રિય છે. 

અપેક્ષિત કોન્સોલિડેટેડ પરિણામ :

(૧) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ :

(એ) અપેક્ષિત ઈપીએસ રૂ.૩૧ અને (બી) અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૩૪૫

(૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬થી માર્ચ ૨૦૨૭ :

(એ) અપેક્ષિત ઈપીએસ રૂ.૩૫ (બી) અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૩૮૦

(૪) JUBILANT AGRI & CONSUMER PRODUCTS 

જયુબિલન્ટ એગ્રી એન્ડ કન્ઝયુમર પ્રોડક્ટસ અપેક્ષિત પૂર્ણ વર્ષ ૨૦૨૬-૨૭માં અપેક્ષિત ઈપીએસ રૂ.૧૦૫ અને કેમિકલ ઉદ્યોગના સરેરાશ ૪૧ના પી/ઈ સામે શેર રૂ.૧૭૭૪ ભાવે ૧૬.૯૦ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.વર્ષ ૨૦૦૮માં સ્થાપિત, જયુબિલન્ટ એગ્રી એન્ડ કન્ઝયુમર પ્રોડક્ટસ લિમિટેડ, પર્ફોર્મન્સ પોલીમર્સ અને કેમિકલ્સ, પી એન્ડ કે ફર્ટિલાઈઝર્સ અને એગ્રી ન્યુટ્રીયન્ટસના મેન્યુફેકચરિંગ અને વેચાણ ક્ષેત્રે પ્રવૃત છે. કંપની જયુબિલન્ટ ભરતિયા ગુ્રપનો એક ભાગ છે. 

અપેક્ષિત કોન્સોલિડેટેડ પરિણામ :

(૧) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ :

(એ) અપેક્ષિત ઈપીએસ રૂ.૮૭ અને (બી) અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૩૬૦

(૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬થી માર્ચ ૨૦૨૭ :

(એ) અપેક્ષિત ઈપીએસ રૂ.૧૦૫ (બી) અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૪૬૩

(૫) SML MAHINDRA LTD.

 એસએમએલ મહિન્દ્રા લિમિટેડ, પૂર્ણ વર્ષ ૨૦૨૬-૨૭ની અપેક્ષિત ઈપીએસ રૂ.૧૨૮ અને એલસીવી/એચસીવી ઓટોમોબાઈલ ઉદ્યોગના સરેરાશ ૬૦ના પી/ઈ સામે શેર રૂ.૪૧૫૩ ભાવે ૩૨.૪૪ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે એસએમએલ આઈસુઝુને ટેકઓવર કરી છે, જે હવે એસએમએલ મહિન્દ્રા લિમિટેડ તરીકે ઓળખાય છે. એસએમએલ આઈસુઝુ વર્ષ ૧૯૮૩માં સ્વરાજ વ્હીકલ્સ લિમિટેડ તરીકે સ્થાપિત થઈ હતી અને તેને પંજાબ ટ્રેકટર્સ લિમિટેડ દ્વારા જાપાનમાં મઝદા મોટર કોર્પોરેશન અને જાપાનમાં સુમિટોમો કોર્પોરેશન ખાતે ટેકનિકલ સહયોગી સાથે પ્રમોટ કરવામાં આવી હતી.

અપેક્ષિત કોન્સોલિડેટેડ પરિણામ :

(૧) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ :

(એ) અપેક્ષિત ઈપીએસ રૂ.૧૧૫ અને (બી) અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૪૨૨

(૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬થી માર્ચ ૨૦૨૭ :

(એ) અપેક્ષિત ઈપીએસ રૂ.૧૨૮ (બી) અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૫૫૦

(૬) NDR AUTO COMPONENTS LTD.

એનડીઆર ઓટો, પૂર્ણ વર્ષ ૨૦૨૬-૨૭માં અપેક્ષિત ઈપીએસ રૂ.૩૨ અને ઓટો ઉદ્યોગના સરેરાશ પી/ઇ ૩૬ સામે શેર રૂ.૭૩૫ ભાવે ૨૨.૯૭ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.વર્ષ ૨૦૧૯માં સ્થાપિત, એનડીઆર ઓટો કોમ્પોનન્ટસ પેસેન્જર કાર અને યુટિલિટી વાહનો માટે સીટ ફ્રેમ અને સીટ ટ્રીમ્સનું ઉત્પાદન કરે છે. એનડીઆરએસી ઓટો કોમ્પોનન્ટસ ઉદ્યોગમાં કાર્યરત છે. જે ફોર-વ્હીલર અને ટુ-વ્હીલર માટે સીટ ફ્રેમ, ટ્રીમ્સ અને સંબંધિત એસેસરીઝના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

અપેક્ષિત કોન્સોલિડેટેડ પરિણામ :

(૧) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ :

(એ) અપેક્ષિત ઈપીએસ રૂ.૨૪ અને (બી) અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૧૬૩૪

(૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬થી માર્ચ ૨૦૨૭ :

(એ) અપેક્ષિત ઈપીએસ રૂ.૩૨ (બી) અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૧૯૬

આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં.