Business

સેન્સેક્સ ૭૪૬૬૬ ઉપર બંધ થતાં ૭૫૦૪૪ જોવાય

By GS Team
27 Sep 20265 mins read
TukuTouch Logo
મુંબઈમાં નિફ્ટી 23333 ઉપર બંધ થતાં 23555 અને સેન્સેક્સ 74666 ઉપર બંધ થતાં 75044 જોવાઈ શકે છે. ઈરાન યુદ્ધનો અંત લાવવા ચાઈનાની ભૂમિકાની અપેક્ષાએ વૈશ્વિક બજારોમાં સપ્તાહના અંતે રિકવરી જોવાઈ. MapmyIndia (C.E. Info Systems Ltd.) ડિજિટલ મેપ્સ અને લોકેશન આધારિત ટેક્નોલોજીમાં અગ્રણી છે, જેનો શેર રૂ. 882 પર ટ્રેડ થઈ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સેન્સેક્સ ૭૪૬૬૬ ઉપર બંધ થતાં ૭૫૦૪૪ જોવાય

નિફટી ૨૩૩૩૩ ઉપર બંધ થતાં ૨૩૫૫૫ જોવાય
સેન્સેક્સ ૭૩૪૪૪ની ટેકાની સપાટી અને નિફટી ૨૩૦૧૧ના સપોર્ટ
મુંબઈ : ઈરાન યુદ્વનો અંત લાવવા ચાઈના મોટી ભૂમિકા ભજવી શકે છે એવી અપેક્ષાએ વૈશ્વિક બજારોમાં સપ્તાહના અંતે રિકવરી જોવાઈ છે. વિશ્વ બજારમાં પણ ક્રુડ ઓઈલના ભાવમાં વધુ બે ટકા ઘટાડો થઈ બ્રેન્ટ ૧૦૪ડોલર અને ન્યુયોર્ક૯૨ ડોલર નજીકઆવ્યા છે. અલબત આ ભાવ હજુ ઊંચા હોવાથી ભારતનું ક્રુડ ઓઈલનું આયાત બિલ સતત વધવાનું જોખમ રહેલું છે. વૈશ્વિક પરિબળોની સાથે ઘર આંગણે ચોમાસા સહિતના પરિબળો વચ્ચે સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૩૦૧૧ની ટેકાની સપાટીએ ૨૩૩૩૩ ઉપર બંધ થવાના સંજોગોમાં ૨૩૫૫૫ અને સેન્સેક્સ ૭૩૪૪૪ના સપોર્ટે ૭૪૬૬૬ ઉપર બંધ થતાં ૭૫૦૪૪ જોવાઈ શકે છે.
અર્જુનની આંખે : C.E.INFO SYSTEMS LTD. (MAPMY INDIA)
બીએસઈ(૫૪૩૪૨૫), એનએસઈ (MAPMYINDIA) લિસ્ટેડ, રૂ.૨ પેઈડ-અપ, સી.ઈ. ઈન્ફો સિસ્ટમ્સ લિમિટેડ (C.E.INFO SYATEMS LIMITED)ની સ્થાપના ૧૭, ફેબુ્રઆરી ૧૯૯૫ના કરવામાં આવી હતી. કંપની એક ડેટા અને ટેકનોલોજી પ્રોડક્ટસ તથા પ્લેટફોર્મ કંપની છે, જે પ્રોપરાઈટરી ડિજિટલ મેપ્સને સર્વિસ તરીકે (સાસ) અને પ્લેટફોર્મને સર્વિસ તરીકે (પાસ) પ્રદાન કરે છે. કંપની ભારતમાં અદ્યતન ડિજિટલ મેપ્સ, જીઓસ્પેશિયલ સોફ્ટવેર અને લોકેશન આધારિત આઈઓટી ટેકનોલોજીની અગ્રણી પ્રદાતા છે. મેપમાયઈન્ડિયા શરૂઆતથી જ (૧૯૯૫થી) ભારતમાં ડિજિટલ મેપિંગ ક્ષેત્રમાં અગ્રેસર રહી છે અને ભારતમાં ડિજિટલ મેપિંગની પહેલ કરી હતી. જે બીટુબી અને બીટુબીટુસી એન્ટરપ્રાઈઝ ગ્રાહકોને અદ્યતન ડિજિટલ મેપ્સસ, જીઓસ્પેશિયલ સોફ્ટવેર અને લોકેશન આધારિત આઈઓટી ટેકનોલોજી પ્રદાન કરતી ભારની અગ્રણી કંપની છે.
કંપની ટુડી, થ્રીડી અને એચડી મેપ ડેટાબેઝ, ટેરેન અને બિલ્ડિંગ ડેટા, રિયલ-ટાઈમ (ફોરડી) અપડેટ્સ અને ૩૬૦ ડિગ્રી રિયલ વ્યુ ગ્રાઉન્ડ ઈમેજરી પ્રદાન કરે છે. જે જીઓ-ડેમોગ્રાફિક અને હાઈપરલોકલ ડેટા લેયર્સ પણ પ્રદાન કરે છે, જેમાં સોલ્યુશન્સ રો ડેટાસેટ્સ અથવા ઈન્ટિગ્રેટેેડ પ્લેટફોર્મસ તરીકે આપવામાં આવે છે. કંપની મોબિલિટી અને લોજિસ્ટિક્સ (ઈન-ટચ, લોકેટ), એન્ટરપ્રાઈઝ (વર્કમેટ, ઈન્સાઈટ, એમજીઆઈએસ), સરકાર (પીટીએમએસ અને ટ્રાફિક-ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ્સ) તથા મેપલ્સ એપ અને ડિવાઈસીઝ દ્વારા ગ્રાહકો સહિત અનેક સેગમેન્ટમાં સોફ્ટવેર એઝ એ સર્વિઝ (સાસ) અને આઈઓટી એનેબલ્સ સોલ્યુશન્સ પ્રદાન કરે છે.
ગ્રાહકો : કંપનીએ તેની સ્થાપનાથી અત્યાર સુધીમાં વિવિધ ક્ષેત્રોમાં ૩૦૦૦થી વધુ બીટુબી અને બીટુબીટુસી ગ્રાહકોને સર્વિસ આપી છે, જેમાં ટેકનોલોજી કંપનીઓ, ઓટોમોટિવ ઓઈએમઝ અને સરકારી સંસ્થાઓનો સમાવેશ થાય છે.
ઓર્ડર બુક અને ઈન્વેસ્ટમેન્ટ : નાણાકીય વર્ષ ૨૦૨૬ મુજબ કંપનીની કુલ ઓર્ડર બુક રૂ.૧૭૫૪ કરોડની હતી, જે નાણાકીય વર્ષ ૨૦૨૫માં રૂ.૧૫૦૦ કરોડ હતી, વર્ષ દરમિયાન રૂ.૭૮૫ કરોડના નવા ઓર્ડરનો ઉમેરો થયો છે. ઓપન ઓર્ડર બુક અંદાજે ૩થી ૪ વર્ષની આવકની વિઝિબિલિટી પ્રદાન કરેે છે.
માર્કેટ સેગ્મેન્ટ : ઓટોમોટીવ ૪૨ ટકા : પ્રથમ ત્રિમાસિક નાણા વર્ષ ૨૦૨૭માં ઓટોમોટિવ બિઝનેસમાં વાર્ષિક ધોરણે ૨૯ ટકાની વૃદ્વિ થઈ હતી.
માર્કેટ સેગ્મેન્ટ : એન્ટરપ્રાઈસ ૪૬ ટકા : પ્રથમ ત્રિમાસિક નાણાકીય વર્ષ ૨૦૨૭માં એન્ટરપ્રાઈસ બિઝનેસમાં વાર્ષિક ધોરણે ૬ ટકા વૃદ્વિ થઈ હતી.
માર્કેટ સેગ્મેન્ટ : સરકાર ૧૨ ટકા : પ્રથમ ત્રિમાસિક નાણાકીય વર્ષ ૨૦૨૭માં સરકારી બિઝનેસમાં વાર્ષિક ધોરણે ૧૧ ટકા વૃદ્વિ થઈ હતી.
પ્રમોટર સિવાય પ્રમુખ શેરહોલ્ડરોનું હોલ્ડિંગ : ફોનપે પ્રાઈવેટ લિમિટેડ પાસે ૧૩.૭ ટકા, ટાટા મ્યુચ્યુઅલ ફંડ-ટાટા સ્મોલ કેપ ફંડ પાસે ૫.૧ ટકા, ઝેનરિનન કંપની લિમિટેડ પાસે ૩.૪ ટકા, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ પાસે ૩.૨ ટકા, ફ્રેન્કલિન ઈન્ડિયા ઓપોચ્યુનિટી ફંડ પાસે ૧.૨ ટકા અને મોતીલાલ ઓસ્વાલ લાર્જ કેપ ફંડ પાસે ૦.૫ ટકા છે.
કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ :
ચોખ્ખી આવક બે ટકા વધીને રૂ.૪૭૪કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૮ ટકા ઘટીને રૂ.૧૮૯ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૨૯ ટકા થકી ચોખ્ખો નફો ૯ ટકા ઘટીને રૂ.૧૩૬કરોડ હાંસલ કરી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૨૪.૫૬નોંધાવી છે.
(૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૬થી જૂન ૨૦૨૬ :
ચોખ્ખી આવક ૧૫ ટકા વધીને રૂ.૧૪૦ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૭ ટકા વધીને રૂ.૬૬ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૩૬ ટકા થકી ચોખ્ખો નફો ૮ ટકા વધીને રૂ.૫૦ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૯.૦૯ હાંસલ કરી છે.
(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬થી માર્ચ ૨૦૨૭ :
અપેક્ષિત ચોખ્ખી આવક ૧૭ ટકા વૃદ્વિએ રૂ.૫૩૫ કરોડ થકી કરવેરા પૂર્વેનો નફો ૨૮ ટકા વૃદ્વિએ રૂ.૨૪૧ કરોડ અપેક્ષિત સાથે નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૩૨ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૮૦ કરોડ મેળવી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૩૩ અપેક્ષિત છે.
શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર પાસે ૫૧ ટકા, મ્યુચ્યુઅલ ફંડો પાસે ૧૩ ટકા, એફઆઈઆઈઝ પાસે ૧૨ ટકા, રિટેલ રોકાણકારો પાસે ૧૪ ટકા, કોર્પોરેટ્સ પાસે ૧૪ ટકા, એચએનઆઈઝ અને અન્ય પાસે ૬ ટકા છે.
ડિવિડન્ડ : વર્ષ ૨૦૨૨માં ૧૦૦ ટકા, વર્ષ ૨૦૨૩માં ૧૫૦ ટકા, વર્ષ ૨૦૨૪માં ૧૭૫ ટકા, વર્ષ ૨૦૨૫માં ૧૭૫ ટકા, વર્ષ ૨૦૨૬માં ૧૭૫ ટકા.
બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૨ના રૂ.૮૨, માર્ચ ૨૦૨૩ના રૂ.૧૦૦, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૨૧, માર્ચ ૨૦૨૫ના રૂ.૧૪૫, માર્ચ ૨૦૨૬ના રૂ.૧૭૦
શેર દીઠ કમાણી-ઈપીએસ : માર્ચ ૨૦૨૨ના રૂ.૧૬, માર્ચ ૨૦૨૩ના રૂ.૨૦, માર્ચ ૨૦૨૪ના રૂ.૨૫, માર્ચ ૨૦૨૫ના રૂ.૨૭, માર્ચ ૨૦૨૬ના રૂ.૨૫, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૩૩
ઓપરેટીંગ પ્રોફિટ માર્જિન : વર્ષ ૨૦૨૨માં ૪૩ ટકા, વર્ષ ૨૦૨૩માં ૪૧ ટકા, વર્ષ ૨૦૨૪માં ૩૮ ટકા, વર્ષ ૨૦૨૫માં ૩૬ ટકા, વર્ષ ૨૦૨૬માં ૩૫ ટકા
કમ્પાઉન્ડેડ વેચાણ વૃદ્વિ : પાંચ વર્ષમાં ૨૫ ટકા, ત્રણ વર્ષમાં ૧૯ ટકા, ટીટીએમ બે ટકા.
કમ્પાઉન્ડેડ નફા વૃદ્વિ : પાંચ વર્ષમાં ૧૬ ટકા, ત્રણ વર્ષમાં બે ટકા, ટીટીએમ ૧૨ ટકા નેગેટીવ વૃદ્વિ
શેર ભાવ સીએજીઆર : ત્રણ વર્ષમાં ૧૯ ટકા, એક વર્ષમાં ૪૪ ટકા નેગેટીવ
ઈક્વિટી પર વળતર : પાંચ વર્ષમાં ૧૭ ટકા, ત્રણ વર્ષમાં ૧૫ ટકા, છેલ્લા વર્ષમાં ૧૨ ટકા
આરઓસીઈ : ૨૦૨૨માં ૨૧ ટકા, ૨૦૨૩માં ૨૫ ટકા, ૨૦૨૪માં ૨૬ ટકા, ૨૦૨૫માં ૨૪ ટકા, ૨૦૨૬માં ૧૯ ટકા.
આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં.(૨) સી.ઈ. ઈન્ફો સિસ્ટમ્સ લિમિટેડ,એટલે કે મેપમાયઈન્ડિયા, ભારતની અગ્રણી અદ્યતન ડિજિટલ મેપ્સ કંપની, પૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં અપેક્ષિત ઈપીએસ રૂ.૩૩ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૨૦૩ સામે શેર રૂ.૮૮૨ ભાવે,૨૭ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.