For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સેબી બોર્ડની આજે મળનારી મીટિંગમાં ફોરેન ઈન્વેસ્ટરો માટેના નિયમો, સ્ટાર્ટ-અપ્સના લિસ્ટિંગ માટે પણ સમીક્ષા થવાની શકયતા

- ખાન કમિટીની એફપીઆઈઝ માટેની ભલામણો સિલેક્ટ કેટેગરી ટુ એફપીઆઈઝ માટેની રજીસ્ટ્રેશન પરની ભલામણોને મંજૂરી સંભવ

Updated: Aug 20th, 2019

Article Content Imageમુંબઈ, તા. 20 ઓગસ્ટ 2019,મંગળવાર

મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી) દ્વારા ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો(એફપીઆઈઝ) માટે નિયમો પર એચઆર ખાન કમિટીની પ્રમુખ ભલામણોને આવતીકાલે-બુધવારે મળનારી બોર્ડ મીટિંગમાં મંજૂર કરવામાં આવે એવી શકયતા સૂત્રોએ બતાવી છે. એફપીઆઈઝ સંબંધિત નિયમોને સંકલિત કરવા સાથે સરળ અને ઉદ્દાર બનાવવા માટે આ કમિટીની રચના કરાઈ હતી.

સેબી આ સાથે સ્ટાર્ટ-અપ્સ પર ઈન્નોવેટર્સ ગ્રોથ પ્લેટફોર્મ(આઈજીપી) માટેના નિયમોની પણ સમીક્ષા આ બોર્ડ મીટિંગમાં થવાની શકયતા છે. એફપીઆઈઝ પરની ભલામણોમાં સિલેક્ટ કેટેગરી ટુ એફપીઆઈઝ માટે ફાસ્ટ ટ્રેક રજીસ્ટ્રેશન પ્રોસેસ સહિતનો સમાવેશ ખાન કમિટીની ભલામણોમાં છે. આ એફપીઆઈઝની આ કેટેગરીમાં બ્રોડ-બેઝડ ફંડો જેવા કે મ્યુચ્યુઅલ ફંડો, ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટો, ઈન્સ્યોરન્સ/રીઈન્સ્યોરન્સ કંપનીઓ, બેંકો, ઈન્વેસ્ટમેન્ટ મેનેજરો/એડવાઈઝર્સ અને પોર્ટફોલિયો મેનેજરોનો સમાવેશ છે. 

ખાન કમિટીના રીપોર્ટ મુજબ એફપીઆઈઝ ઓન-બોર્ડિંગ પ્રોસેસ અને લેવાતા સમયમાં ઝડપ આવે  અને સક્ષમતા વધે એ માટે રિસ્ક બેઝડ અભિગમ અમુક પ્રકારના ઈન્સ્ટીટયુશનલ ઈન્વેસ્ટરો જેવા કે પબ્લિક રીટેલ ફંડો જે વૈવિધ્યિકૃત છે એ સ્થિર વર્ગના ઈન્વેસ્ટરો ગણાય છે એમના માટે ફાસ્ટ ટ્રેક પ્રક્રિયા તૈયાર કરવી ઉપયોગી બની રહેશે.  આ ઉપરાંત ફાસ્ટ ટ્રેક રજીસ્ટ્રેશન અને કેવાયસી પ્રોસેસ પણ લાંબાગાળાના ધોરણે આરબીઆઈ દ્વારા માન્ય વોલેન્ટરી રીટેનશન રૂટ(વીઆરઆર) હેઠળ માત્ર રોકાણ કરતાં હોય એમની સાથે એફપીઆઈઝ માટે પણ લાગુ કરી શકાય.

આ સાથે અન્ય સૂચવાયેલા પગલામાં મલ્ટિપલ ઈન્વેસ્ટરમેન્ટ મેનેજર(એમઆઈએમ) કે જેમાં એ જ કાયેદસર એકમ મલ્ટિપલ રજીસ્ટ્રેશનો મેળવતા હોય એમની રજીસ્ટ્રેશન પ્રોસેસને સરળ કરવાની ભલામણ છે.  એમઆઈએમ માળખા હેઠળ વધારાના ખાતાના રજીસ્ટ્રેશન માટે જરૂરી માહિતી કેવાયસી વિગતો સહિત જે પહેલા જ સિસ્ટમમાં ઉપલબ્ધ છે એમના માટે રજીસ્ટ્રેશન પ્રોસેસ ઝડપી, સરળ બનાવવી જોઈએ. જેનાથી એકથી વધુ વખત એ જ ડોક્યુમેન્ટેશન કરવાની જટીલતા ઓછી થશે.

દરમિયાન આ સાથે સેબી બોર્ડ મીટિંગમાં ક્રેડિટ રેટીંગ એજન્સીઓ માટે કંપનીઓ દ્વારા લોન ડિફોલ્ટ સંબંધિત બેંકો અને અન્ય નાણા સંસ્થાઓ પાસેથી માહિતી મેળવવાનું  સરળ કરવા મામલે પણ વિચારણા થવાની શકયતા છે. અત્યારે બેંકો ગુપ્તતાના ધોરણ હેઠળ આ પ્રકારની માહિતી આપતી નથી. આ સાથે સેબી બોર્ડ મીટિંગના એજન્ડામાં આ વખતે લિસ્ટેડ કંપનીઓ ખાસ હાઉસીંગ ફાઈનાન્સ અને એનબીએફસીઝ ક્ષેત્રોમાં સબસિડીયરીઓ ધરાવતી લિસ્ટેડ કંપનીઓ દ્વારા શેરોના બાયબેકને  સરળ બનાવવાના ધોરણો પર વિચારણા થવાની શકયતા છે.


Gujarat