Business

સપ્ટેમ્બર માસમાં ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોના વેચાણમાં બમણાથી વધુ વધારો

By GS TEAM
10 Oct 20251 min read
સપ્ટેમ્બર માસમાં ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોના વેચાણમાં બમણાથી વધુ વધારો

નવી દિલ્હી : સપ્ટેમ્બરમાં ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોનું છૂટક વેચાણ બમણાથી વધુ છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા)ના ડેટા દર્શાવે છે કે સપ્ટેમ્બરમાં કુલ પેસેન્જર ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ એક વર્ષ અગાઉના ૬,૧૯૧ યુનિટથી વધીને ૧૫,૩૨૯ યુનિટ થયું હતું.

સપ્ટેમ્બરમાં ટાટા મોટર્સે ૬,૨૧૬ વાહનોનું વેચાણ કર્યું, જે એક વર્ષ અગાઉની સરખામણીમાં ૬૨% વધારો દર્શાવે છે. સપ્ટેમ્બરમાં તેનું EV વેચાણ એક વર્ષ અગાઉની સરખામણીમાં ૯૬% વધીને ૯,૧૯૧ યુનિટ (સ્થાનિક અને નિકાસ) થયું છે.

આ ક્વાર્ટર દરમિયાન, કંપનીના ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ એક વર્ષ અગાઉના વેચાણની સરખામણીમાં ૫૯% વધીને લગભગ ૨૫,૦૦૦ યુનિટ થયું, જે તેના કુલ વેચાણના લગભગ ૧૭% છે.બજારમાં નવી પ્રવેશ કરનાર ટેસ્લાએ પણ સપ્ટેમ્બરમાં ૬૪ વાહનોનું વેચાણ કર્યું હતું.

જેએસડબલ્યુ એમજી મોટરે ગયા મહિને ૩,૯૧૨ વાહનોનું વેચાણ કર્યું, જે પાછલા સપ્ટેમ્બરમાં વેચાયેલા ૧,૦૨૧ યુનિટ કરતા ત્રણ ગણું વધારે છે. ત્રીજા ક્રમે રહેલી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ૩,૨૪૩ વાહનોનું વેચાણ કર્યું, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૪૭૫ યુનિટ હતું. 

આ પછી બીવાયડી ઇન્ડિયા ૫૪૭ યુનિટ, કિયા ઇન્ડિયા ૫૦૬ યુનિટ સાથે, હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા ૩૪૯ યુનિટ સાથે, બીએમ઼બલ્યુ ઇન્ડિયા ૩૧૦ યુનિટ સાથે અને મસડીઝ-બેન્ઝ ઇન્ડિયા ૯૭ યુનિટ વેચાણ થયું છે.