Business

ડોલર સામે રૂપિયો ઉછળી ઉંચામાં રૂ.86.30 થઈ રૂ. 86.37 બંધ

By GS Team
16 Jan 20252 mins read
This article was originally published on 16 Jan 2025
ડોલર સામે રૂપિયો ઉછળી ઉંચામાં રૂ.86.30 થઈ રૂ. 86.37 બંધ

મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં  આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઉંચા મથાળેથી ઝડપી ઘટાડા પર રહ્યા હતા. શેરબજાર મંદીમાંથી બહાર આવી સુધારા પર રહેતાં  કરન્સી બજારમાં રૂપિયા પર આજે પોઝીટીવ અસર દેખાઈ હતી. ડોલરના ભાવ રૂ.૮૬.૬૪ વાળા આજેસવારે રૂ.૮૬.૫૦ ખુલ્યા પછી ઉંચામાં ભાવ રૂ.૮૬.૫૬ તથાનીચામાં ભાવ રૂ.૮૬.૩૦ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૬.૩૭ રહ્યા હતા. 

દરમિયાન, કરન્સી બજારમાં ચર્ચાતી વાતો મુજબ આજે અમુક સરકારી  બેન્કો દ્વારા ડોલરમાં વેચવાલી શરૂ કરાઈ હતી અને તેની અસર રૂપિયા પર પોઝીટીવ જોવા મળી હતી.વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આ જે ઘટી નીામાં ૧૦૯ની અંદર ઉરી ૧૦૮.૯૭ સુધી ગયા પછી ૧૦૯.૦૪ રહ્યાના સમાચાર હતા.

વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટતાં તેની અસર પણ ઘરઆંગણે કરન્સી બજાર પર દેખાઈ હતી. અમેરિકામાં ફુગાવાના આંકડા અપેક્ષાથી ઓછા આવતાં ત્યાં હવે પછી વ્યાજ દર ઘટવાની આશા વધતાં  તેના પગલે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં પીછેહટ જોવા મળ્યાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. અમેરિકામાં જથ્થાબંધ ફુગાવાના પીપીઆઈ પ્રોડયુસર્સ પ્રાઈસના આંકડા અપેક્ષાથી ધીમા આવ્યા હતા. આ આંકડાની અપેક્ષા ૩.૪૦ ટકાની હતી પરંતુ હકીકતમાં ૩.૩૦ ટકા આવ્યા હતા. 

દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે પાઉન્ડના ભાવ રૂ.૧૦૫.૫૩  રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ આજે ૧૪ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૮૯.૧૮ થઈ છેલ્લે રૂ.૮૯.૦૩  રહ્યા હતા. બ્રિટનમાં ફુગાવો અપેક્ષાથી ઓછો આવતાં ત્યાં પણ હવે વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા વધ્યાના વાવડ મળ્યા હતા. દરમિયાન, રૂપિયા સામે આજે જાપાનની કરન્સી ૦.૪૭ ટકા વધ્યાના નિર્દેશો હતા જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૩૫ ટકા માઈનસમાં ટ્રેડ થતી જોવા મળી હતી.

ફોરેક્સ ભાવ

ડોલર

રૃ ૮૬.૩૭

પાઉન્ડ

રૃ ૧૦૫.૫૩

યુરો

રૃ ૮૯.૦૩

યેન

રૃ ૦.૫૫