Get The App

રૂપિયો ગબડી 92.37ના નવા તળીયે ઉતર્યો : વૈશ્વિક ડોલર વર્ષની નવી ટોચે

- રૂપિયો ૯૨.૩૭ના તળીયેથી ફરી વધી ૯૨.૧૬ બોલાયો

Updated: Mar 13th, 2026

GS TEAM

Google News
Google News
રૂપિયો ગબડી 92.37ના નવા તળીયે ઉતર્યો : વૈશ્વિક ડોલર વર્ષની નવી ટોચે 1 - image

મુંબઇ : મુંબઇ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ વધી ઉંચામાં રૂા. ૯૨.૩૭ સુધી ઉછળતાં રૂપિયો નવા નીચા તળીયે ઉતરી ગયો હતો. જો કે ત્યાર બાદ ડોલરના ભાવ ટોચ પરથી ઘટાડા પર રહ્યા હતા. શેરબજાર ઘટતાં તથા વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ ફરી વધી જતાં મુંબઇ કરન્સી બજારમાં રૂપિયો દબાણ હેઠળ  જોવા મળ્યો હતો. 

ડોલરના ભાવ રૂા. ૯૨.૦૪ વાળા ે આજે  સવારે  રૂા. ૯૨.૨૮ ખુલ્યા  પછી નીચામાં ભાવ રૂા. ૯૨.૩૭ થઇ રૂા. ૯૨.૧૬ રહ્યા હતા. રૂપિયા સામે ડોલરના ભાવ આજે  એકંદરે ૧૨ પૈસા વધતાં ડોલર સામે રૂપિયો ૦.૧૩ ટકા ઘટયો હતો.

દરમિયાન, વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ  સામે ડોલરનો વૈશ્વિક ઇન્ડેક્સ આજ ે ૦.૧૬ ટકા વધ્યો હતો. ડોલરનો ગ્લોબર ઇન્ડેક્સ ઉંચામાં ૯૯.૫૩ થઇ  ૯૯.૩૯ રહ્યાના નિર્દેશો હતા. 

વૈશ્વિક ડોલરના ભાવ વધી ૨૦૨૬ના વર્તમાન વર્ષની નવી ઉંચી સપાટીઅ ે પહોંચ્યા હતા. ક્રૂડ વધતાં તથા તેના પગલે ફુગાવો વધતાં હવે વ્યાજના દરમાં ઘટાડાની શક્યતા ઓછી તથા વધારાની શક્યતા વધુ  સર્જાતાં  ડોલરનો વૈશ્વિક ઇન્ડેક્સ ઉંચકાતો જોવા મળ્યો હતો. ડોલર સામે યુરોના ભાવ ઘટી નવેમ્બર ૨૦૨૫ પછીના નવા તળીયે ઉતર્યા હતા.

જાપાનની કરન્સી ઘટી જુલાઇ ૨૦૨૪ પછીના તળીયે ઉતરી હતી.  બ્રિટીશ પાઉન્ડના ભાવ ૮૦ પૈસા ઘટી ૧૨૩.૨૮ રહ્યા હતા. જ્યારે  યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૩૨ પૈસા ઘટી નીચામાં ભાવ રૂા. ૧૦૬.૩૫ થઇ રૂા. ૧૦૬.૩૮ રહ્યા હતા. જાપાનની કરન્સી રૂપિયા સામે  ૦.૧૯ ટકા ઘટી હતી જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે  ૦.૦૪ ટકા પ્લસમાં રહી હતી. 

રિઝર્વ બેંકની સક્રિયતા વચ્ચે આજે વિવિધ સરકારી બેંકો દ્વારા ઉછાળે ડોલર વેંચવામાં આવ્યા તથા તેના પગલે રૂપિયો રૂા. ૯૨.૩૭ના તળીયેથી  ફરી  ધીમા  સુધારા  પર રહ્યો હતો. 

ફોરેક્સ ભાવ

ડોલર

રૃ ૯૨.૧૬

પાઉન્ડ

રૃ ૧૨૩.૨૮

યુરો

રૃ ૧૦૬.૩૮

યેન

રૃ ૦.૫૮