Business

ઓગસ્ટ માસમાં ઈ-વ્હીકલ્સના રિટેલ વેચાણમાં નોંધાયેલો ૫૩ ટકાનો વધારો

By GS Team
9 Sep 20261 min read
TukuTouch Logo
મુંબઈ: ઓગસ્ટમાં દેશમાં ઈ-વ્હીકલ્સના વેચાણમાં 53%નો વાર્ષિક વધારો નોંધાયો છે, જે કુલ 2,98,448 યુનિટ્સ પર પહોંચ્યો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન્સ (ફાડા)ના ડેટા અનુસાર, ઈ-ટુ વ્હીલર્સનું વેચાણ 67% વધીને 1,83,204 યુનિટ્સ થયું છે. ઈ-થ્રી વ્હીલર્સનું વેચાણ 25% વધીને 79,846 યુનિટ્સ થયું છે. ઈ-વાહનોનો કુલ વેચાણમાં હિસ્સો 12.30% થયો છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓગસ્ટ માસમાં ઈ-વ્હીકલ્સના રિટેલ વેચાણમાં નોંધાયેલો ૫૩ ટકાનો વધારો

વાહનોના એકંદર વેચાણમાં ઈ-વ્હીકલ્સના હિસ્સામાં પણ વૃદ્ધિ
મુંબઈ : ઓગસ્ટમાં દેશમાં વીજ સંચાલિત વાહનોના રિટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે ૫૩ ટકા વધારો થઈને ૨,૯૮,૪૪૮ એકમ રહ્યું હોવાનું ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન્સ (ફાડા)ના ડેટા જણાવે છે.
ટુ વ્હીલર્સની આગેવાની હેઠળ વીજ વાહનોના વેચાણમાં વધારો જોવા મળ્યો છે. ઈ-ટુ વ્હીલર્સનું વેચાણ જે ૨૦૨૫ના ઓગસ્ટમાં ૧,૦૯,૬૭૩ એકમ રહ્યુ હતું તે વર્તમાન વર્ષના ઓગસ્ટમાં ૬૭ ટકા વધી ૧,૮૩,૨૦૪ એકમ રહ્યું છે.
વીજ સંચાલિત ઊતારૂ વાહનોનું રિટેલ વેચાણ ૩૦૬૯૬ એકમ રહ્યું છે જે ગયા વર્ષના ઓગસ્ટમાં ૨૦૨૧૦ એકમ રહ્યું હતું. ઈ-થ્રી વ્હીલર્સનું વેચાણ ૨૫ ટકા વધી ૭૯૮૪૬ એકમ રહ્યું હોવાનું ફાડાના નિવેદનમાં જણાવાયું છે.
અત્યારસુધીના વર્ષોના ઓગસ્ટની સરખામણીએ વર્તમાન વર્ષના ઓગસ્ટમાં ઈ-વાહનોનું રિટેલ વેચાણ સૌથી ઊંચુ રહ્યું છે.
ઓગસ્ટમાં વાહનોના એકંદર વેચાણમાં વીજ વાહનોનો હિસ્સો વધી ૧૨.૩૦ ટકા રહ્યો છે જે ગયા વર્ષના ઓગસ્ટમાં ૯.૫૦ ટકા જોવા મળ્યો હતો.