Business

અમેરિકામાં રિલાયન્સ કરશે અબજો ડોલરનું રોકાણ, ટ્રમ્પનું એલાન - 50 વર્ષ બાદ ખુલશે નવી રિફાઈનરી

By GS Team
11 Mar 20262 mins read
TukuTouch Logo
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેક્સાસમાં 50 વર્ષ પછી પહેલી નવી ઓઈલ રિફાઈનરી ખોલવાની ઐતિહાસિક જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટમાં ભારતની અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) મહત્ત્વની ભાગીદાર બની છે અને કરોડો ડોલરનું રોકાણ કરવા જઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકામાં રિલાયન્સ કરશે અબજો ડોલરનું રોકાણ, ટ્રમ્પનું એલાન - 50 વર્ષ બાદ ખુલશે નવી રિફાઈનરી

Reliance Investment in US Refinery | અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેક્સાસમાં 50 વર્ષ પછી પહેલી નવી ઓઈલ રિફાઈનરી ખોલવાની ઐતિહાસિક જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટમાં ભારતની અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) મહત્ત્વની ભાગીદાર બની છે અને કરોડો ડોલરનું રોકાણ કરવા જઈ રહી છે.

ઐતિહાસિક $300 બિલિયનની ડીલ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર જાહેરાત કરી છે કે 'અમેરિકા ફર્સ્ટ રિફાઇનિંગ' ટેક્સાસના બ્રાઉન્સવિલેમાં દેશની પ્રથમ નવી રિફાઈનરી સ્થાપવા જઈ રહી છે. ટ્રમ્પે તેને અમેરિકાના ઈતિહાસની સૌથી મોટી $300 બિલિયનની ડીલ ગણાવી છે. તેમણે આ પ્રોજેક્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મોટા રોકાણ અને ભાગીદારી બદલ ભારતનો આભાર માન્યો હતો.



રિલાયન્સ સાથે 20 વર્ષનો કરાર

આ પ્રોજેક્ટની સૌથી મહત્ત્વની કડી ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે. રિલાયન્સે આ નવી રિફાઈનરીમાં તૈયાર થનારા ઇંધણને ખરીદવા અને વેચવા માટે 20 વર્ષનો લાંબાગાળાનો કરાર કર્યો છે. જોકે, આ અંગે રિલાયન્સ તરફથી હજુ સુધી સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ અમેરિકન મીડિયા અને વ્હાઇટ હાઉસ આ ડીલને ગેમ-ચેન્જર માની રહ્યા છે.

શા માટે આ રિફાઈનરી મહત્ત્વની છે?

એનર્જી પ્રભુત્વ: ટ્રમ્પ વહીવટીતંત્ર 'અમેરિકન એનર્જી ડોમિનન્સ'ની નીતિ પર ભાર મૂકી રહ્યું છે. ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને કારણે વધતા તેલના ભાવ વચ્ચે આ પગલું વૈશ્વિક ચિંતાઓને શાંત કરવા માટે લેવાયું છે.

ક્ષમતા: ટેક્સાસની આ રિફાઈનરી દરરોજ અંદાજે 1,60,000 બેરલ તેલ પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવશે. તેને ખાસ કરીને અમેરિકી શેલ તેલ (Shale Oil) પ્રોસેસ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

રોજગારી અને ટેક્સ: આ પ્રોજેક્ટથી સાઉથ ટેક્સાસમાં હજારો નોકરીઓ ઉભી થશે અને અબજો ડોલરની આર્થિક પ્રવૃત્તિ વધશે.

દુનિયાની સૌથી સ્વચ્છ રિફાઈનરી

ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે આ દુનિયાની સૌથી 'ક્લીન' એટલે કે પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડનારી રિફાઈનરી હશે. તેમણે કહ્યું કે પરમિટ પ્રક્રિયા સરળ બનાવવી અને ટેક્સમાં ઘટાડો કરવાના કારણે જ અબજો ડોલરની ડીલ્સ અમેરિકામાં પરત આવી રહી છે. રિફાઈનરીનું નિર્માણ આ વર્ષના બીજા ક્વાર્ટરમાં શરૂ થવાની ધારણા છે.