EDએ અનિલ અંબાણીના નજીકના અમિતાભ ઝુનઝુનવાલા અને અનિલ બાપનાની કરી ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ED Arrests Anil Ambani's Close Aides: કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અનિલ અંબાણી પર ગાળિયો કસ્યો છે. EDએ રિલાયન્સ ગ્રુપના 2 પૂર્વ વરિષ્ઠ અધિકારીઓ અમિતાભ ઝુનઝુનવાલા અને અમિત બાપનાની ધરપકડ કરી છે. અધિકારીઓના અનુસાર, આ બંને અનિલ અંબાણીના નજીકના સહયોગી છે.
EDએ કાર્યવાહી રિલાયન્સ હોમ ફાઈનાન્સ લિમિટેડ (RHFL) અને રિલાયન્સ હોમ ફાઈનાન્સ લિમિટેડ (RCFL) લોન છેતરપિંડી મામલે કરી છે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે.
અધિકારીઓએ જણાવ્યું કે, પૂછપરછ બાદ ઝુનઝુનવાલાને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કસ્ટડીમાં લીધા. તેમણે જણાવ્યું હતું કે એજન્સીએ તેમને વિગતવાર પૂછપરછ માટે કસ્ટડીની વિનંતી સાથે કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા.
આ તપાસ અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓ જેવી કે રિલાયન્સ હોમ ફાઈનાન્સ લિમિટેડ (RHFL) અને રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સ લિમિટેડ (RCFL)ના માધ્યમથી નકલી અથવા બનાવટી કંપનીઓનો ઉપયોગ કરીને કરાયેલા કથિત બેંક લોન છેતરપિંડી સાથે સંબંધિત છે. ઝુનઝુનવાલા માર્ચ 2003 થી સપ્ટેમ્બર 2019 સુધી રિલાયન્સ કેપિટલ લિમિટેડના ડિરેક્ટર હતા, જે RHFL અને RCFLની હોલ્ડિંગ કંપની છે.
આ અગાઉ કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ (RCom) વિરૂદ્ધ એક નવો ગુનાહિત કેસ દાખલ કર્યો હતો. જેના પર LICને કથિત રીતે 3,750 રૂપિયાનું ખોટી રીતે નુકસાન પહોંચાડવાનો આરોપ છે. એજન્સીએ આ પગલું એક ફોરેન્સિક ઓડિટ રિપોર્ટ બાદ ભર્યું છે, જેમાં આ ટેલીકોમ કંપની પર ફંડની હેરાફેરી કરવા અને પોતાની નાણાકીય સ્થિતિને ખોટી રીતે રજૂ કરીને LICને ઊંચી કિંમત વાળા ડિબેન્ચર ખરીદવા માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવ્યો હતો.









