Business

પીલાણ સિઝનના પ્રથમ જ મહિનામાં ૮.૪૫ લાખ ટન ખાંડનું વિક્રમી ઉત્પાદન

By GS Team
4 Nov 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં ખાંડનો પુરવઠો વધારવા મિલો દ્વારા પીલાણ કામગીરી ઝડપી બનાવાઈ છે. ઓક્ટોબરથી સપ્ટેમ્બરની પીલાણ મોસમના પ્રથમ જ મહિનામાં દેશમાં 8.45 લાખ ટન ખાંડનું વિક્રમી ઉત્પાદન થયું. મહારાષ્ટ્રની મિલોએ 7.20 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું. સરકારે ઊંચા ભાવને કાબૂમાં લેવા વહેલી પીલાણ શરૂ કરવા અનુરોધ કર્યો હતો, જેથી તહેવારોમાં પુરવઠો જળવાઈ રહે.

Summarized by AI; it may make mistakes. Check important info

પીલાણ સિઝનના પ્રથમ જ મહિનામાં ૮.૪૫ લાખ ટન ખાંડનું વિક્રમી ઉત્પાદન

ખાંડનો પૂરવઠો વધારવા મિલો દ્વારા પીલાણ કામગીરી ઝડપી બનાવાઈ
મુંબઈ : ૨૦૨૬-૨૭ની ઓકટોબરથી સપ્ટેમ્બરની પીલાણ મોસમના પ્રથમ જ મહિનામાં દેશમાં ૮.૪૫ લાખ ટન ખાંડનું વિક્રમી ઉત્પાદન થયું છે. આમાંથી ૭.૨૦ લાખ ટન ખાંડ એકલા મહારાષ્ટ્રની મિલો દ્વારા જ કરવામાં આવી હોવાનું નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેકટરીઝ દ્વારા જણાવાયુ હતું.
ગયા વર્ષના ઓકટોબરમાં માત્ર એક લાખ ટન જ ખાંડ ઉત્પન્ન થઈ હતી. વર્તમાન વર્ષના ૧લી ઓકટોબરે ખાંડ મિલો પાસે ૩૬ લાખ ટન ઓપનિંગ સ્ટોક હતો. તેમાંથી સરકારે ઓકટોબર માટે કુલ ૨૭ લાખ ટન ખાંડ કવોટા છૂટો કર્યો હતો.
ગયા વર્ષના ઓકટોબરમાં ૩૧ મિલોએ શેરડીની પીલાણ કામગીરી શરૂ કરી હતી જ્યારે વર્તમાન વર્ષમાં ૧૫૨ મિલોએ પીલાણ કામગીરી શરૂ કરી દીધી છે અને બાકીની મિલો ટૂંક સમયમાં કામગીરી શરૂ કરશે.
સરકારના અનુરોધને ધ્યાનમાં રાખી મિલોએ આ વર્ષે પીલાણ કામગીરી વહેલી શરૂ કરી દીધી છે. દેશમાં ખાંડના ઊંચા ભાવને ધ્યાનમાં રાખી તહેવારો દરમિયાન પૂરવઠો વધારી ખાંડના ભાવ અંકૂશમાં રાખવા સરકારે પીલાણ કામગીરી વહેલી શરૂ કરવા અનુરોધ કર્યો હતો.
દરમિયાન નવેમ્બરના પ્રથમ પખવાડિયા માટે સરકારે મિલોને ૧૩ લાખ ટન ખાંડ કવોટાની ફાળવણી કરવામાં આવી છે.
નવા નિયમ પ્રમાણે દરેક મિલોએ તેમને ફાળવાયેલા પખવાડિક કવોટામાંથી ઓછામાં ઓછી ૪૦ ટકા ખાંડ પખવાડિયાના પ્રથમ સપ્તાહમાં અને બાકીની ખાંડ બીજા સપ્તાહમાં વેચી દેવાની રહેશે.
દર પખવાડિયે કવોટા જારી કરવાથી ખાંડની સંગ્રહખોરી અટકાવવામાં મદદ મળશે એમ અન્ન મંત્રાલયના સુત્રોએ અગાઉ જણાવ્યું હતું. અલ નિનોની અસરને કારણે વર્તમાન વર્ષમાં દેશનું ખાંડ ઉત્પાદન નીચુ ઊતરવાની ધારણાં રાખવામાં આવી રહી છે.