Get The App

ગત નાણાં વર્ષે ઈટીએફમાં રૂપિયા 1.80 લાખ કરોડનું વિક્રમી રોકાણ

- કુલ પ્રવાહમાંથી પચાસ ટકાથી વધુ પ્રવાહ સોનાચાંદી ઈટીએફમાં

Updated: May 1st, 2026

GS TEAM

Google News
Google News
ગત નાણાં વર્ષે ઈટીએફમાં રૂપિયા 1.80 લાખ કરોડનું વિક્રમી રોકાણ 1 - image

મુંબઈ : નાણાં વર્ષ ૨૦૨૬માં દેશમાં એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ)માં રૂપિયા ૧.૮૦ લાખ કરોડનો વિક્રમી ઈન્ફલોેસ જોવા મળ્યો છે. અત્યારસુધીના કોઈપણ નાણાં વર્ષમાં આ સૌથી વિક્રમી આંક છે. આ અગાઉ નાણાં વર્ષ ૨૦૨૨માં રૂપિયા ૮૩૩૯૦ કરોડનો રેકોર્ડ ઈન્ફલો જોવાયો હતો. 

એકંદર ઈટીએફ ઈન્ફલોમાં પચાસ ટકાથી વધુ ઈન્ફલો સોનાચાંદી ઈટીએફસમાં જોવા મળ્યો હોવાનું એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ઈક્વિટીની સરખામણીએ સોનાચાંદી પર વધુ વળતર મળી રહેતા હોવાને કારણે સોનાચાંદી ઈટીએફસમાં રોકાણકારોનું આકર્ષણ વધ્યુ હોવાનો રિપોર્ટમાં દાવો કરાયો હતો.

હાજર ગોલ્ડની સામે ઈટીએફસ મારફત ગોલ્ડમાં કરેલા રોકાણ પર રોકાણકારોને વેરાના લાભ મળી રહ્યા છે. નાણાં વર્ષ ૨૦૨૬માં સોનાચાંદી ઈટીએફસમાં એકંદર રૂપિયા ૯૯૨૮૦ કરોડનો પ્રવાહ રહ્યો હતો. જે કુલ ઈન્ફલોના ૫૫ ટકા જેટલો હતો. જ્યારે ઈક્વિટી ઈટીએફસમાં ઈન્ફલોનો આંક રૂપિયા ૭૭૦૦૦ કરોડ જોવા મળ્યો હતો. 

ગોલ્ડ ઈટીએફની એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) જે માર્ચ ૨૦૨૫ના અંતે રૂપિયા ૫૯૦૦૦ કરોડ હતી તે એક વર્ષમાં ૧૯૦ ટકા જેટલી વધી રૂપિયા ૧.૭૧ લાખ કરોડ રહી હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું. 

સોનાના ઊંચા ભાવ અને રોકાણકારોની સંખ્યામાં વધારો થતા એયુએમમાં વૃદ્ધિ જોવા મળી છે. સિલ્વર ઈટીએફસમાં ઈન્ફલોનો આંક રૂપિયા ૩૦,૦૦૦ કરોડ રહ્યો હતો. જ્યારે  ગોલ્ડ ઈટીએફસમાં આ આંક રૂપિયા ૬૮૮૬૮ કરોડ રહ્યો હતો. 

વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા વચ્ચે સોના અને ચાંદીના ઇટીએફ માં રોકાણમાં વધારો થવાને કારણે આ વધારો થયો હતો. નાણાકીય વર્ષ ૨૬માં, સોના અને ચાંદીના ઇટીએફ માં કુલ રૂ. ૯૯,૨૮૦ કરોડનો ચોખ્ખો પ્રવાહ જોવા મળ્યો, જે કુલ ઇટીએફ પ્રવાહના ૫૫% છે. ઇક્વિટી ઇટીએફ માં રૂ. ૭૭,૦૦૦ કરોડ (૪૩%) નું રોકાણ જોવા મળ્યું હતું. 

કર લાભો પણ સોના અને ચાંદીના ઇટીએફ માં રોકાણ કરવાનું એક કારણ છે. ઇટીએફ ૧૨ મહિના પછી ૧૨.૫% LTCG આકર્ષે છે, જ્યારે ભૌતિક સોનાને ૨૪ મહિનાના હોલ્ડિંગ સમયગાળાની જરૂર પડે છે. ઇટીએફ માં લિક્વિડિટી પણ ઝડપથી વધી છે. FY21માં સરેરાશ દૈનિક ટર્નઓવર રૂ. ૨૩૭ કરોડ હતું. એપ્રિલ ૨૦૨૫ અને ફેબુ્રઆરી ૨૦૨૬ ની વચ્ચે, તે રૂ. ૪,૨૦૦ કરોડ (આશરે ૧૮ ગણો વધારો) ને કૂદાવી ગયું હતું. આ સમયગાળા દરમિયાન, કોમોડિટી ઇટીએફ નું સરેરાશ દૈનિક ટર્નઓવર રૂ. ૨,૭૦૦ કરોડ હતું, જે ઇક્વિટી ઇટીએફ ના રૂ. ૭૪૫ કરોડ કરતા ઘણું વધારે છે.